Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 3:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હવે જુઓ, પ્રભુ, સર્વસમર્થ પ્રભુ યરુશાલેમ અને યહૂદિયા પાસેથી બધો પુરવઠો અને બધો ટેકો લઈ લેશે. તે તેમનાં ખોરાકપાણી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જુઓ, સૈન્યોના પ્રભૂ યહોવા યરુશાલેમમાંથી તથા યહૂદિયામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઈ લેનાર છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ યરુશાલેમમાંથી તથા યહૂદામાંથી આધાર, ટેકો, રોટલી તથા પાણીનો આખો પુરવઠો લઈ લેનાર છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જુઓ, સૈન્યોનો પ્રભુ યહોવા યરૂશાલેમમાંથી તથા યહૂદામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઇ લેનાર છે;

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 3:1
19 Iomraidhean Croise  

એ જ વર્ષના ચોથા માસને નવમે દિવસે એવો કારમો ભૂખમરો હતો કે લોકો પાસે કંઈ ખોરાક બચ્યો નહોતો.


ઈશ્વરે કનાન દેશ પર દુકાળ મોકલ્યો; તેથી બધો પાક નિષ્ફળ ગયો.


એ માટે પ્રભુ, સર્વસમર્થ પ્રભુ, ઇઝરાયલના પરમપવિત્ર કહે છે, “હું મારા દુશ્મનો પર બદલો વાળીશ અને તેઓ મને ફરી કદી હેરાન કરશે નહિ.


હવે મર્ત્ય માનવીનો ભરોસો ન કરશો. એની શી વિસાત છે?


પ્રભુ કહે છે, “સિયોન એટલે યરુશાલેમની સ્ત્રીઓ કેવી ઘમંડી છે! તેઓ ઊંચી ડોક રાખીને, લોભામણી આંખોથી મિચકારા મારતી ઝાંઝરના ઝમકાર સાથે લટકમટક ચાલે છે.


તેણે જવાબ આપ્યો, “મારા રાજાએ માત્ર તમારા રાજા અને તમને જ આ વચનો કહેવા મને મોકલ્યો છે એવું નથી. એ તો નગરકોટ પર બેઠેલા લોકોને પણ કહેવાનાં છે; તેમણે પણ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાનું અને સ્વમૂત્ર પીવાનું છે.”


તેથી સમજણને અભાવે તમને બંદિવાનો તરીકે લઈ જવામાં આવશે. તમારા આગેવાનો ભૂખે મરશે અને આમજનતા તરસે મરશે.


તેથી પ્રભુ પરમેશ્વર, તમારા ઈશ્વર તમારા બચાવપક્ષે બોલે છે. મેં તમારા હાથમાંથી તમને લથડિયાં ખવડાવનાર કોપનો પ્યાલો લઈ લીધો છે. હવે પછી તમારે કદી એ કોપના મોટા પ્યાલામાંથી પીવાનો વારો આવશે નહિ.


તેઓ જમણે હાથે ખોરાક ઝૂંટવી લે છે, પણ તેમની ભૂખ મટતી નથી. તેઓ ડાબે હાથે ખાય છે, પણ ધરાતા નથી. બલ્કે, તેઓ પોતાનાં બાળકોને ખાઈ જાય છે!


તેથી સિદકિયાએ તે મુજબ હુકમ આપ્યો અને તેમણે યર્મિયાને ચોકીદારોના ચોકમાં રાખ્યો. જ્યાં સુધી નગરમાં આહાર ઉપલબ્ધ હતો, ત્યાં સુધી ભઠિયારાઓની શેરીમાંથી તેને દરરોજ થોડો થોડો ખોરાક આપવામાં આવતો. આમ, યર્મિયા ચોકીદારોના ચોકમાં રહ્યો.


“હે રાજા, મારા સ્વામી, સંદેશવાહક યર્મિયાને ટાંકામાં નાખી દઈને આ લોકોએ બહુ ખોટું કર્યું છે; ત્યાં તે ભૂખે મરી જશે.


યરુશાલેમ અને યહૂદિયાના લોકોએ પ્રભુને એટલા કોપાયમાન કર્યા કે, છેવટે પ્રભુએ તેમને પોતાની નજર આગળથી હાંકી કાઢયા. સિદકિયા રાજાએ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર સામે વિદ્રોહ કર્યો,


એ જ વર્ષના ચોથા મહિનાના નવમે દિવસે ભૂખમરો હતો અને લોકો પાસે કંઈ ખોરાક બચ્યો નહોતો.


અમારે પીવાનું પાણીય વેચાતું લેવું પડયું છે. બળતણ માટેનું લાકડુંય અમારે ખરીદવું પડયું છે.


“હે મનુષ્યપુત્ર, જો કોઈ દેશ મારા પ્રત્યેની નિષ્ઠાનો ત્યાગ કરીને મારી વિરુદ્ધ પાપ કરે તો હું મારો હાથ ઉગામીને તેનો પુરવઠો કાપી નાખીશ, ત્યાં દુકાળ મોકલીશ અને ત્યાંના જન-જનાવરોનો નાશ કરીશ.


હું તમારો અન્‍નનો પુરવઠો કાપી નાખીશ એટલે દસ સ્ત્રીઓ ફક્ત એક જ તવા પર બધી રોટલીઓ શેકશે. તેઓ તમને નિયત પ્રમાણમાં વજન કરીને રોટલી વહેંચશે અને તે ખાવા છતાં તમે ભૂખ્યા જ રહેશો.


મેં પણ તમારાં સર્વ નગરોમાં તમારાં દાંત બિલકુલ સાફ રહે એવી અન્‍નની અછત ઊભી કરી અને તમારી બધી વસાહતોમાં ખોરાકનો દુકાળ પાડયો. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.


તું મોટેથી કેમ રડે છે? તું પ્રસૂતાની જેમ કેમ પીડાઈ રહી છે? તારે કોઈ રાજા નથી અને તારા સલાહકારો મરણ પામ્યા છે તેથી?


Lean sinn:

Sanasan


Sanasan