Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 29:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ભૂખ્યો માણસ સ્વપ્નમાં ખાતો હોય પણ જાગી ઊઠે ત્યારે ભૂખ્યો જ હોય અને તરસ્યો માણસ સ્વપ્નમાં પાણી પીતો હોય પણ જાગી ઊઠે ત્યારે તરસ્યો જ હોય તેવી સ્થિતિ સિયોન પર્વત સામે લડવા એકઠી થયેલી બધી પ્રજાની થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જેમ ભૂખ્યા માણસને સ્વપ્ન આવે છે, તેમાં તે ખાય છે; પણ જ્યારે તે જાગે છે, ત્યારે તો તે ભૂખ્યોલ જ હોય છે; અને જેમ તરસ્યાને સ્વપ્ન આવે છે, તેમાં તે [પાણી] પીએ છે; પણ જ્યારે તે જાગે છે, ત્યારે હજી તે તરસ્યો જ હોય છે, ને નિર્બળ હોય છે; તે પ્રમાણે સિયોન પર્વતની સામે લડનારી સર્વ પ્રજાઓના સમુદાયને થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જેમ ભૂખ્યા માણસને સ્વપ્ન આવે છે કે તે ખાય છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે તો તે ભૂખ્યો ને ભૂખ્યો જ હોય છે. જેમ તરસ્યાને સ્વપ્ન આવે છે, તેમાં તે પાણી પીએ છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે હજી તે તરસને કારણે બેભાન જેવી અવસ્થામાં હોય છે. તે પ્રમાણે સિયોન પર્વતની સામે લડનારી સર્વ પ્રજાઓના સમુદાયને થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જેમ કોઇ ભૂખ્યો માણસ સ્વપ્નમાં આરોગે અને જાગે ત્યારે ભૂખ્યો ને ભૂખ્યો હોય છે, અથવા કોઇ તરસ્યો માણસ સ્વપ્નમાં પાણી પીએ, પણ જાગે ત્યારે તરસ્યો ને તરસ્યો હોય છે; તેમ તારા શત્રુઓ તારા પર ભવ્ય વિજય મેળવવાનું સ્વપ્ન જોશે, પણ તેથી તેઓનું કાઇં વળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 29:8
10 Iomraidhean Croise  

પ્રભુએ પોતાના દૂતને મોકલ્યો. જેણે આશ્શૂરના સૈન્યના સૈનિકો અને અમલદારોને મારી નાખ્યા. તેથી આશ્શૂરનો સમ્રાટ લાંછન પામીને પાછો આશ્શૂર ચાલ્યો ગયો. એક દિવસે તે પોતાના દેવના એક મંદિરમાં હતો ત્યારે તેના જ પુત્રોએ તેને તલવારથી મારી નાખ્યો.


સિયોન પર દ્વેષ રાખનારા સર્વ પરાજયથી લજ્જિત બની પાછા હઠશે.


જાગતાંવેંત જેમ સ્વપ્નનો આભાસ ભૂલી જવાય છે, તેમ હે પ્રભુ, તમે જાગશો ત્યારે દુષ્ટોને તમારી સ્મૃતિમાંથી દૂર કરશો.


તારા પર રોષે ભરાયેલ સૌને અપમાનિત થઈને શરમાવું પડશે. તારા વિરોધીઓ નેસ્તનાબૂદ થઈ જશે.


તું તારા શત્રુઓને શોધે તો ય જડશે નહિ. તારી વિરુદ્ધ લડનારા નહિવત્ થઈ જશે.


ધાતુના ટુકડાને ઘડવા માટે લુહાર તેને અગ્નિમાં તપાવે છે. તે હથોડાથી ટીપીટીપીને મૂર્તિને ઘડે છે. તે પોતાના બાહુબળથી તેને ઘાટ આપે છે. દરમ્યાનમાં, જો તે ભૂખ્યો થાય તો તે થાકી જાય છે અને તેને તરસ લાગે તો તે નિર્ગત થાય છે.


તેથી તારી વિરુદ્ધ વાપરવા ઘડેલું કોઈપણ હથિયાર સાર્થક થશે નહિ. ન્યાય તોળતી વખતે તારી વિરુદ્ધ કરવામાં આવેલા કોઈપણ આક્ષેપોને તું જુઠ્ઠા પુરવાર કરીશ. એ જ મારા તરફથી મારા સેવકોને મળતો વારસો છે; હું જ તેમના બચાવપક્ષે છું,” એવું પ્રભુ કહે છે.


જુઓ, પર્વતો પરથી શુભસંદેશ લાવનાર આવી રહ્યો છે! તે પ્રભુના વિજયને જાહેર કરવા રવાના થઈ રહ્યો છે. યહૂદિયાના લોકો, તમારાં પર્વો ઊજવો અને પ્રભુની સમક્ષ લીધેલી તમારી ગંભીર માનતાઓ પૂરી કરો. દુષ્ટો તમારા દેશ પર ફરી કદી ચઢાઈ કરશે નહિ. કારણ, તેમનો સમૂળગો નાશ કરવામાં આવ્યો છે.


નિનવે, તારા પર આક્રમણ થાય છે. તને તોડીફોડીને તારા ભૂક્કા બોલાવી દેનાર વિનાશક આવી ચૂક્યો છે. તારી સંરક્ષણ હરોળો સંભાળ! રસ્તાઓ પર ચોકીપહેરો ગોઠવ! યુદ્ધ માટે સજ્જ થા!


Lean sinn:

Sanasan


Sanasan