Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 29:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પણ હવે ઈશ્વર તારા પર આપત્તિ મોકલવાના છે. તારે ત્યાં શોક તથા વિલાપ થઈ રહેશે, મારી સમક્ષ તું રક્તભીની વેદીના જેવું બની જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક તથા વિલાપ થઈ રહેશે; અને તે મારી આવળ વેદી જેવું જ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક અને વિલાપ થઈ રહેશે; અને તે મારી આગળ વેદી જેવું જ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ત્યારબાદ દેવ તારા પર આફત ઉતારશે, તારે ત્યાં શોક અને આક્રંદ વ્યાપી જશે. તું યજ્ઞવેદી જેવી લોહી નીગળતી થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 29:2
19 Iomraidhean Croise  

તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વો અને પવિત્ર દિવસોને હું ધિક્કારું છું. મને એ બોજારૂપ થઈ પડયાં છે, અને તેમને સહીસહીને હું થાકી ગયો છું.


દુશ્મનો નોબમાં ખડક્યા છે અને ત્યાંથી સિયોન પર્વત પર, યરુશાલેમ શહેર પર આક્રમણ કરશે.


સંયાકાળે તેઓ આતંક ફેલાવે છે, પણ સવાર થતાં તો તેઓ નષ્ટ થઈ જાય છે. અમારા દેશને લૂંટનારાઓની એવી જ દશા થાય છે.


શહેરના દરવાજા શોકવિલાપ કરશે, બલ્કે તે ઉજ્જડ બની જમીનદોસ્ત થઈ જશે.


પ્રભુની તલવાર જાણે કે હલવાન અને બકરાના લોહીમાં તરબોળ થઈ છે અને તેના પર જાણે કે મૂત્રપિંડની ચરબી જામી છે. કારણ, પ્રભુએ બોસ્રાહમાં મોટો યજ્ઞ કર્યો છે અને અદોમમાં તેમણે લોકની ભારે ક્તલ ચલાવી છે.


તે પછી એલ્યાકીમ, શેબ્ના અને યોઆએ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને આશ્શૂરના મુખ્ય લશ્કરી અધિકારીએ કહેલી સર્વ વાતથી હિઝકિયા રાજાને વાકેફ કર્યો.


તેમણે યશાયાને હિઝકિયા તરફથી આ સંદેશો કહી સંભળાવ્યો, “આજનો દિવસ તો સંકટનો, શિક્ષાનો અને નામોશીનો દિવસ છે. સ્ત્રીને પ્રસૂતિ થવાની તૈયારી હોય, પણ તેનામાં જણવાનું જોર ન હોય એવી આપણી દશા થઈ છે.


પ્રભુએ એક શત્રુની જેમ ઇઝરાયલનો નાશ કર્યો છે. તેમણે તેના કિલ્લાઓ અને મહેલોને ખંડિયેર કર્યા છે. તેમણે યહૂદિયાના લોક પર ભારે દુ:ખ મોકલ્યું છે.


આથી હું તેમના પર મારો ક્રોધાગ્નિ વરસાવનાર છું અને તેમનાં આચરણના ફળરૂપે મારા ક્રોધરૂપી અગ્નિથી તેમને ભસ્મ કરનાર છું. હું પ્રભુ પરમેશ્વર બોલ્યો છું.”


પ્રભુ પરમેશ્વરે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું દરેક પ્રકારના પક્ષીને અને દરેક જંગલી પ્રાણીને કહે: આવો, ચારે દિશાથી ટોળે વળીને આવો. તમારે માટે હું પ્રભુ, ઇઝરાયલના પર્વતો પર એક મહાન બલિદાન તૈયાર કરું છું. તેની મિજબાનીમાં આવો, માંસ ખાઓ અને રક્ત પીઓ.


Lean sinn:

Sanasan


Sanasan