Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 29:17 - પવિત્ર બાઇબલ C.L.

17 થોડા જ સમયમાં લબાનોનનું ગાઢ જંગલ ફળદ્રુપ ખેતરમાં ફેરવાઈ જશે અને ફળદ્રુપ ખેતર જંગલ બની જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 [શું તમે નથી જાણતા કે] થોડી જ વારમાં લબાનોન વાડી થઈ જશે, ને વાડી વન જેવી ગણાશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 થોડી જ વારમાં, લબાનોન વાડી થઈ જશે અને વાડી વન થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 થોડા જ વખતમાં લબાનોનના ગાઢ જંગલો ખેતરો જેવા ગણાશે અને ખેતરો ફકત ઝાડીઓ જેવા જ ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 29:17
24 Iomraidhean Croise  

કોઈ એક પ્રદેશના રહેવાસીઓની દુષ્ટતાને લીધે, ઈશ્વર નદી સૂકવીને તથા ઝરણાં વહેતાં અટકાવીને તે પ્રદેશની જમીનને રણપ્રદેશમાં પલટી નાખે છે; તથા ફળદ્રુપ જમીનને ખારાપાટમાં ફેરવી નાખે છે.


એથી ઊલટું, તે રણપ્રદેશમાં જળાશયો ઉપજાવે છે, અને સૂકી ભૂમિમાં ઝરણાં વહાવે છે.


બાકાની નિર્જળ ખીણમાંથી તેઓ જ્યારે પસાર થાય છે. ત્યારે તે ઝરણાંની જગામાં ફેરવાઈ જાય છે. પ્રથમ વરસાદ પણ તેને પાણીથી તરબોળ કરી દે છે.


પણ ઈશ્વર ફરી એકવાર ઉપરથી પોતાનો આત્મા રેડી દેશે અને રણપ્રદેશ ફળદ્રુપ જમીન બની જશે અને ફળદ્રુપ જમીન વન સરખી બની જશે.


હું વેરાનપ્રદેશમાં ગંધતરુ, બાવળ, મેંદી અને તૈલીવૃક્ષ રોપીશ; હું પડતર જમીનમાં દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં વૃક્ષ સાથેસાથે ઉગાવીશ.


હું તેને ઉજ્જડ કરી નાખીશ. હું તેની કાપકૂપ કરીશ નહિ કે તેની જમીન ખેડીશ નહિ. તેમાં કાંટાઝાંખરા ઊગી નીકળશે અને વાદળો તેના પર વરસે નહિ એવી હું તેમને આજ્ઞા કરીશ.


કાંટાને બદલે દેવદાર અને જંગલી ગુલાબને બદલે મેંદી ઊગી નીકળશે.તે મારી પ્રભુની યાદગીરી અર્થે નાબૂદ ન થઈ જાય એવી સદાકાળની નિશાની બની રહેશે.”


અમે તમારા લોકે તો થોડો જ સમય તમારા પવિત્ર ધામનો ભોગવટો કર્યો છે. અત્યારે તો દુશ્મનોએ પવિત્રસ્થાનને ખૂંદી નાખ્યું છે.


તે જ પ્રમાણે ઇઝરાયલના લોકો લાંબા સમય સુધી રાજા, આગેવાનો, યજ્ઞો, પવિત્ર સ્તંભો, મૂર્તિઓ અને ભવિષ્યકથન માટે વપરાતી પ્રતિમા વગરના રહેશે.


એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે.


નોંધી લે કારણ, એનો સમય પાકશે જ. એ બનવાનું છે, પણ એ પૂર્ણ થવાનો સમય ઝડપથી આવી રહ્યો છે, અને એ પ્રક્ટીકરણ સાચું પડવાનું છે. કદાચ એ જાણે પૂરું થવામાં વિલંબ થતો હોય તેમ જણાય તોય તેની રાહ જો. એ પૂર્ણ થશે જ અને એમાં વિલંબ થશે જ નહિ.”


“થોડા જ સમયમાં હું ફરીથી આકાશ તથા પૃથ્વી અને કોરી ભૂમિ તથા સમુદ્રને ધ્રૂજાવીશ.


પણ ઘણા જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે, અને જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે.


ઈસુએ સાર આપતાં કહ્યું, તે જ પ્રમાણે ઈશ્વરનું રાજ તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય ફળ આપનાર પ્રજાને આપવામાં આવશે.


કારણ, જેમ શાસ્ત્ર કહે છે તેમ, “હવે બહુ જ થોડો સમય બાકી છે, અને જે આવનાર છે તે જરૂર આવશે; તે વિલંબ કરશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan