Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 29:1 - પવિત્ર બાઇબલ C.L.

1 અરે, વેદી, ઈશ્વરની વેદી યરુશાલેમ! તારું આવી બન્યું જાણ! હે દાવિદની છાવણીના નગર! તારી દુર્દશા થવાની છે! વર્ષોવર્ષ પર્વોત્સવનું ચક્ર ચાલ્યા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અરે અરીએલ, અરીએલ, દાઉદની છાવણીના નગર! એક પછી એક વર્ષ વીતી જાઓ; વારાફરતી પર્વ આવ્યાં કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 અરે અરીએલ, અરીએલ, દાઉદની છાવણીના નગર, તને અફસોસ! એક પછી એક વર્ષ વીતી જવા દો; વારાફરતી પર્વો આવ્યા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “યહોવાની યજ્ઞવેદી સમી હે યરૂશાલેમનગરી, તને અફસોસ! જ્યાં દાઉદે પડાવ નાખ્યો હતો તે નગરીને અફસોસ! વર્ષ પર વર્ષ જવા દો, ઉત્સવોનું ચક્ર ફરવા દો,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 29:1
17 Iomraidhean Croise  

કિલ્લો જીતી લીધા પછી દાવિદ તેમાં રહ્યો અને તેને ‘દાવિદનું નગર’ એવું નામ આપ્યું. પર્વતની પૂર્વ બાજુએ જ્યાં જમીનમાં પૂરાણ કરવામાં આવ્યું હતું ત્યાંથી શરૂ કરીને તેણે તેની આજુબાજુ નગર બાંધ્યું.


પ્રભુ કહે છે, “આ લોકો મારું માત્ર મુખના શબ્દોથી ભજન કરવા આવે છે. તેઓ પોતાના હોઠથી મારું સન્માન કરે છે, પણ તેમનું હૃદય મારાથી દૂર હોય છે. તેમની ઉપાસના માત્ર મુખપાઠ કરેલ માનવી નિયમો અને પ્રણાલિકાઓ છે.


મૂર્ખાઈ કરો અને મૂર્ખ બનો. આંખો ફોડીને આંધળા બનો. દ્રાક્ષાસવ પીધા વિના પીધેલા બનો. દારૂ પીધા વિના લથડિયાં ખાઓ.


તેમના ગઢ સમો તેમનો રાજા ભયનો માર્યો નાસી જશે. તેમના લશ્કરી અધિકારીઓમાં એવો આતંક ફેલાશે કે તેઓ યુદ્ધનો વજ પડતો મૂકીને ભાગી જશે.” સિયોનમાં જેમનો અગ્નિ છે અને યરુશાલેમ જેમની ભઠ્ઠી છે એવા પ્રભુ આ બોલ્યા છે.


તમારી મિજબાનીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી અને દ્રાક્ષાસવ હોય છે. પણ તમને પ્રભુનાં કાર્યો માટે માન નથી અને તેમનાં હાથનાં કામો માટે આદર નથી.


“પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે.


પ્રભુ પરમેશ્વર, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે, “હે મારા લોક, કેટલાંક બલિદાનોનું તમે સંપૂર્ણ દહન કરો છો અને કેટલાંક બલિદાનમાંથી તમને ખાવાની છૂટ છે. પણ હવે તમે ભલે બધાં જ બલિદાનમાંથી ખાઓ!


તેઓ પોતાનાં ઘેટાં અને ઢોરઢાંકનો બલિ પ્રભુને ચડાવે છે, પણ એથી તેમને કંઈ લાભ થતો નથી. તેઓ ઈશ્વરને શોધી શક્તા નથી; કારણ, ઈશ્વરે તેમને તજી દીધા છે.


તેમને બલિદાનો ચડાવવાનું અને તેમનું માંસ ખાવાનું ગમે છે, પણ હું પ્રભુ તેમના પર પ્રસન્‍ન નથી અને હું તેમનાં પાપ સ્મરણ કરીને તેમને સજા કરીશ; હું તેમને પાછા ઇજિપ્ત મોકલી દઈશ.


પરદેશમાં તેઓ ઈશ્વરને દ્રાક્ષાસવનાં પેયાર્પણો ચડાવી શકશે નહિ અથવા બલિદાનો અર્પી શકશે નહિ. મૃત્યુ પ્રસંગે ખવાતા ખોરાકની જેમ તેમનો ખોરાક અપવિત્ર થશે અને ખાનારા બધા અશુદ્ધ થશે. તેમનો ખોરાક માત્ર ભૂખ ભાગવા માટે જ વપરાશે અને તેમનું કંઈપણ પ્રભુના મંદિરમાં અર્પણ તરીકે લવાશે નહિ.


“તમારે નીચેનાં પર્વો તેમના નિયત સમયે ઊજવવાનાં છે.:


વળી, યહૂદી નિયમશાસ્ત્રમાં થનારી સારી બાબતોનું પ્રતિબિંબ માત્ર છે; તે બાબતોનું અસલી વાસ્તવિક સ્વરૂપ નથી. એનાં એ જ બલિદાનો વર્ષોવર્ષ હંમેશાં અર્પણ કરવામાં આવે છે. તો પછી નિયમશાસ્ત્ર આ બલિદાનો દ્વારા ઈશ્વરની પાસે આવનાર માણસોને કઈ રીતે સંપૂર્ણ બનાવી શકે?


Lean sinn:

Sanasan


Sanasan