Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 28:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તે ન્યાયાધીશોમાં પ્રામાણિકપણે ન્યાય કરવાની ભાવના પેદા કરશે અને નગરના દરવાજે હુમલો પાછો હઠાવનારાઓ માટે શક્તિનો સ્ત્રોત બની રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને જે ન્યાય કરવા બેસે છે તેને માટે ન્યાયનો આત્મા [થશે] , ને હલ્લો કરનારને દરવાજામાંથી પાછા હઠાડનારના પરાક્રમરૂપ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે ન્યાય કરવા બેસે છે તેને માટે ન્યાયનો આત્મા થશે અને શત્રુઓને દરવાજામાંથી પાછા મોકલનારને માટે સામર્થ્યરૂપ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તે ન્યાયાસન ઉપર બેસનારાઓમાં ન્યાયની ભાવના પ્રેરશે અને દુશ્મનોથી નગરના દરવાજાઓનું રક્ષણ કરનારાઓને બહાદુર બનાવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 28:6
22 Iomraidhean Croise  

શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે.


તેણે શહેરના બધા પુરુષોને સૈન્યના અમલદારો હસ્તક મૂક્યા અને તેમને નગરના દરવાજે ખુલ્લા ચોકમાં એકઠા થવા હુકમ આપ્યો. તેણે તેમને કહ્યું,


તેની પાસે માનવી શક્તિ છે, પણ આપણે પક્ષે તો આપણને સહાય કરવા અને આપણી લડાઈઓ લડવા આપણા ઈશ્વર પ્રભુ છે.” રાજાના આવા શબ્દોથી લોકોને પ્રોત્સાહન મળ્યું.


ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે.


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


રાજા પોતાના ન્યાયાસન પર બિરાજમાન થાય છે, અને તેની દષ્ટિ સઘળી દુષ્ટતાને પારખી લે છે,


તમે ગરીબોના આશ્રય, દીનદુખિયાના આધાર, તોફાન સામે ઓથો અને તડકામાં છાયા સમા છો.


પ્રભુ સર્વોપરી છે અને તે પરમધામમાં વસે છે. સિયોનને તે ઈન્સાફ અને સદાચારથી ભરપૂર કરશે.


ત્યારે પ્રભુ સિયોનવાસીઓની મલિનતા ધોઈ નાખશે અને ઝંઝાવાતી ન્યાયશાસન તથા ભડભડતા અગ્નિ દ્વારા તે યરુશાલેમને તેમાં વહેવડાવેલા રક્તથી શુદ્ધ કરશે.


ત્યારે યહૂદાનાં ગોત્રો એકબીજાને કહેશે, ‘યરુશાલેમમાં વસતા પોતાના લોકોને સર્વસમર્થ પ્રભુ ઈશ્વર સામર્થ્ય આપે છે.’


જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ, ઈશ્વર તેને પોતાનો આત્મા ભરપૂરીથી આપે છે.


“હું મારી જાતે કશું જ કરી શક્તો નથી. પિતા મને કહે તે પ્રમાણે જ હું ન્યાય કરું છું, અને તેથી મારો ચુક્દો અદલ હોય છે. કારણ, મને જે ગમે તે કરવા હું પ્રયત્ન કરતો નથી, પરંતુ મને મોકલનારને જે ગમે તે જ હું કરું છું.


પવિત્ર આત્મા કોઈને વિદ્યાનો, તો કોઈને જ્ઞાનનો સંદેશો આપે છે.


તમારા પક્ષે રહીને તમારા શત્રુઓ સામે યુધ કરવા તમારી સાથે જનાર અને તમને વિજય અપાવનાર તો તમારા ઈશ્વર પ્રભુ છે!’


યાદ રાખ, મેં તને બળવાન તથા હિમ્મતવાન થવાની આજ્ઞા આપી છે; ગભરાઈશ નહિ કે હતાશ થઈશ નહિ. કારણ, જ્યાં કહીં તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું.”


Lean sinn:

Sanasan


Sanasan