Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 28:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તે સમયે સર્વસમર્થ પ્રભુ ઇઝરાયલના બચી ગયેલાઓ માટે મહિમાવંત મુગટ અને સુંદર ફૂલોનો તાજ બનશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે દિવસે સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના લોકના શેષને માટે મહિમાનો મુગટ તથા સૌંદર્યનો તાજ થશે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે દિવસે સૈન્યોના યહોવાહ પોતાના લોકના શેષને માટે મહિમાનો મુગટ તથા સૌદર્યનો તાજ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવાના જે લોકો બચી ગયા હશે, તેઓ માટે છેવટે સૈન્યોનો દેવ યહોવા પોતે “મહિમાનો મુગટ” અને “સૌદંર્યનો તાજ થશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 28:5
21 Iomraidhean Croise  

મેં સદાચાર પહેરી લીધો હતો અને તેણે મને ઢાંકી દીધો હતો, મારી નેકી મારા ઝભ્ભા અને પાઘડી સમાન હતી.


ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તેમને માટે હતો તેવો ધોરીમાર્ગ ઇઝરાયલ પ્રજાના આશ્શૂરમાં બાકી રહેલા લોકો માટે પણ થશે.


દુનિયાના દૂરદૂરના દેશોમાંથી આપણે ગીતો સાંભળીશું. “ન્યાયી ઈશ્વરનો મહિમા હો!” પણ મેં કહ્યું કે, “મારે માટે કોઈ આશા નથી. હું ક્ષીણ થતો જઉં છું!” દગાખોર દગો કરે છે, તેઓ કપટથી દગો કર્યે જાય છે.


સિયોનમાં બચી ગયેલા અને યરુશાલેમના જીવતા રહેવા નિર્માયેલા સૌ કોઈ પવિત્ર કહેવાશે.


તું તેમને પવનમાં ઉપણશે. પવન તેમને ઉડાડીને લઈ જશે અને વંટોળિયાથી તેઓ વેરવિખેર થઈ જશે. ત્યારે હું તારો ઈશ્વર છું એ વાતમાં તું આનંદ કરીશ. તું ઇઝરાયલના પવિત્ર ઈશ્વરમાં ગૌરવ લઈશ.


પણ ઇઝરાયલનાં સર્વ સંતાનો તો પ્રભુમાં વિજયી બનશે અને તેઓ સૌ તેમનો જયજયકાર કરશે.”


હવે પછી તને પ્રકાશ આપવા દિવસે સૂર્યની કે રાત્રે ચંદ્રની જરૂર પડશે નહિ; કારણ, હું પ્રભુ તારો કાયમનો પ્રકાશ બની રહીશ. હું તારો ઈશ્વર તારું ગૌરવ બની રહીશ.


તું પ્રભુના હાથમાં શોભાયમાન તાજ અને તેમની હથેલીમાં રાજવી મુગટ બની રહીશ.


નાકમાં વાળી ને કાનમાં કુંડળ પહેરાવ્યાં અને માથે સુંદર મુગટ મૂક્યો.


ત્યારે યહૂદાનાં ગોત્રો એકબીજાને કહેશે, ‘યરુશાલેમમાં વસતા પોતાના લોકોને સર્વસમર્થ પ્રભુ ઈશ્વર સામર્થ્ય આપે છે.’


એ તો બિનયહૂદીઓને પ્રક્ટીકરણ દેનાર અને તમારા ઇઝરાયલી લોકને ગૌરવ પમાડનાર પ્રકાશ છે.”


અમે આ હળવી અને ક્ષણિક મુશ્કેલી ભોગવીએ છીએ, પણ તેના દ્વારા અમને એનાં કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને સાર્વકાલિક ગૌરવ પ્રાપ્ત થશે.


મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી કરમાઈ ન જાય તેવો મહિમાનો મુગટ તે તમને આપશે.


Lean sinn:

Sanasan


Sanasan