Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 28:4 - પવિત્ર બાઇબલ C.L.

4 અંજીર ઉતારવાની મોસમ પહેલાં પાકેલાં અંજીરને જોતાં જ જેમ કોઈ તોડીને ખાઈ જાય તેમ રસાળ ખીણને મથાળે આવેલા એમની ભવ્ય શોભા સમા ફૂલરૂપી નગરની દશા થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને મોસમ આવ્યા પહેલાંના પાકેલા પ્રથમ અંજીરને જોનાર નુએ છે, ને હાથમાં આવતાં જ ગળી જાય છે, તેના જેવી ગતિ રસાળ ખીણને મથાળે આવેલા તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલની થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અને મોસમ આવે તે અગાઉનાં પાકેલાં, પ્રથમ અંજીરને જોનાર જુએ છે અને તેના હાથ માં આવતાં જ ગળી જાય છે, તેના જેવી ગતિ રસાળ ખીણને મથાળે આવેલા તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલોની થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અને તેમના માથાં પરનાં કરમાતાં ફૂલો જેવી તેમની જાહોજલાલી હશે અને પૌષ્ટિક ખોરાકથી હષ્ટપુષ્ટ અને ઋતુંનાં પહેલાં પાકેલાં અંજીર જેવી થશે, જે નજરે ચડતાં જ ચૂંટાઇને ખવાઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 28:4
12 Iomraidhean Croise  

એફ્રાઈમના ગૌરવી મુગટરૂપ છાકટા નેતાઓની કેવી દુર્દશા થશે! દારૂ પીને ચકચૂર બનેલા લોકની ભવ્ય શોભા સમી રસાળ ખીણને મથાળે આવેલા ફૂલરૂપી સમરૂન નગરનીય કેવી દુર્દશા થશે!


કારણ, તે છોકરો ‘મારા પિતા’ અને ‘મારી મા’ બોલતો થાય તે પહેલાં આશ્શૂરનો રાજા દમાસ્ક્સની બધી સંપત્તિ અને સમરૂનની લૂંટ લઈ જશે.”


અગાઉ એફ્રાઈમનું કુળ બોલતું ત્યારે લોકો ધ્રૂજતા. તે ઇઝરાયલના બધા કુળોમાં સન્માન પામતું. પણ બઆલની પૂજા કરીને તેઓ પાપમાં પડયા અને તે માટે તેઓ માર્યા જશે.


પોતાના ભાઈઓમાં એફ્રાઈમ ફળદ્રુપ થાય તો પણ હું રણપ્રદેશમાંથી પૂર્વનો ગરમ પવન મોકલીશ અને તે તેનાં સઘળાં ઝરણાં અને જળાશય સૂકવી નાખશે. તે સર્વ મૂલ્યવાન બાબતો ઘસડી જશે.


પ્રભુ કહે છે: “હે એફ્રાઈમ અને યહૂદિયા, હું તમને શું કરું? સવારના ધૂમ્મસની જેમ તમારો પ્રેમ ઝડપથી અદશ્ય થઈ જાય છે. તે જલદી ઊડી જતા ઝાકળના જેવો છે.


એફ્રાઇમના લોકો તો સુકાઈ ગયેલા મૂળવાળા ફળહીન છોડ જેવા છે. તેમને બાળકો નથી અને કદાપિ તેમને બાળકો થાય તો તેમનાં પ્રિય બાળકોનો હું સંહાર કરીશ.”


મારી કેવી દુર્દશા થઈ છે! ઉનાળામાં ફળ ઉતારી લીધા પછી કોઈ ખાવા માટે બાકી રહી ગયેલાં ફળ શોધવા જાય અને કંઈ મળે નહિ એવા ભૂખ્યા માણસ જેવો હું છું; પણ મારે માટે તો દ્રાક્ષની એક લૂમ પણ રહી નથી અથવા મનપસંદ સ્વાદિષ્ટ અંજીર પણ નથી!


તારા બધા કિલ્લાઓ પાકાં અંજીરોથી છવાયેલી અંજીરી જેવા થશે. એવી અંજીરી ખંખેરતાં જેમ અંજીરો સીધાં મોંમાં પડે તેમ કિલ્લાના કાંગરા ખરી પડશે!


પવનનાં વાવાઝોડાંથી તૂટી પડતાં ક્ચાં અંજીરની જેમ આકાશમાંથી તારાઓ પૃથ્વી પર ખરી પડયા.


Lean sinn:

Sanasan


Sanasan