Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 28:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુ જેમ પરાશીમ પર્વત પર અને ગિબ્યોનની ખીણમાં ઝઝૂમવા તૈયાર થઈ ગયા તેમ તે પોતાનું ધારેલું અદ્‍ભુત અને અનોખું કામ પૂરું પાડવા ખડા થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું, ને જેમ ગિબ્યોનની ખીણમાં થયું તેમ યહોવા ઊઠશે, ને કોપાયમાન થશે; જેથી તે પોતાનું કામ, પોતાનું વિચિત્ર કામ કરે, અને પોતાનું કૃત્ય, પોતાનું અદભુત કૃત્ય સાધે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું; તેમ ગિબ્યોનની ખીણમાં યહોવાહ ઊઠશે અને તે પોતાનાં કામ, અસાધારણ તથા અદ્દભુત કૃત્ય કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 કારણ કે તે પરાસીમના પર્વત પર અને ગિબયોનની ખીણમાં રોષે ભરાઇ ઉભો થઇ જશે, અને અસાધારણ તથા અનોખું કાર્ય કરશે!

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 28:21
21 Iomraidhean Croise  

તેથી દાવિદ બઆલ પરીઝીમમાં ગયો અને ત્યાં તેણે પલિસ્તીઓને હરાવ્યા. તે બોલ્યો,” મારા શત્રુ પર પ્રભુ પૂરની જેમ ત્રાટકયા છે.” અને તેથી તે સ્થળનું નામ “બઆલ પરીઝીમ” (અર્થાત્ ત્રાટકનાર પ્રભુ) પડયું.


દાવિદે પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યુ અને તેણે પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝેર સુધી નસાડીને માર્યા.


તેથી દાવિદે બઆલ-પરાસીમ પાસે તેમના પર હુમલો કરી તેમને હરાવ્યા. તેણે કહ્યું, “પૂરનાં પાણી પાળ તોડી પાડે તેમ ઈશ્વરે મારા દ્વારા શત્રુના સૈન્યનો સંહાર કર્યો છે.” તેથી તે સ્થળનું નામ બઆલ-પરાસીમ (તોડી પાડનાર પ્રભુ) પાડયું.


દાવિદે ઈશ્વરના આદેશ પ્રમાણે કર્યું અને એમ તેમણે ગિબ્યોનથી છેક ગેઝર સુધી પલિસ્તીઓને મારી હઠાવ્યા.


આ દુષ્ટોની સામે કોણે મારો પક્ષ લીધો? મારે માટે આ ભ્રષ્ટાચારીઓનો કોણે વિરોધ કર્યો?


પણ પ્રભુ કહે છે, “સિયોન પર્વત પર અને યરુશાલેમમાં મારું કાર્ય પૂરું થયા પછી હું આશ્શૂરના રાજાને તેના મનના ઘમંડ માટે અને તેની આંખની મગરૂબી માટે સજા કરીશ.”


તે દર સવારે, દિવસ અને રાત તમારા પર વારંવાર વીંઝાશે અને દર વખતે તે તમને તેની ઝપટમાં લેશે. એના ભયના ભણકારા માત્રથી તમે ધ્રૂજી ઊઠશો.


તેથી હું આ લોકો મધ્યે અવનવાં અદ્‍ભુત કાર્યો કરીને તેમને આશ્ર્વર્યમાં પાડી દઈશ. તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને તેમના બુદ્ધિમાનોની હોશિયારી ચાલી જશે.”


કારણ, યાકોબનાં સંતાન તેમની વચમાં કરાયેલાં મારાં હાથનાં કાર્યો જોશે ત્યારે તેઓ મારા પવિત્ર નામનું સન્માન કરશે. તેઓ મારો યાકોબના પવિત્ર ઈશ્વર તરીકે સ્વીકાર કરશે અને ઇઝરાયલના ઈશ્વર તરીકે મારો આદરપૂર્વક ડર રાખશે.


જેમ અગ્નિ ઝાડીઝાંખરા સળગાવે અને પાણીને ઉકાળે તેમ તેઓ ધ્રૂજી ઊઠશે. તમારા શત્રુઓને તમારા નામનો પરચો કરાવવા અને તમારી હાજરીથી પ્રજાઓને ધ્રૂજાવી દેવા નીચે ઊતરી આવો.


તમારા બધાં મિત્રરાજ્યો તમને ભૂલી ગયાં છે, તેઓ તમારી ખબર પણ પૂછતાં નથી. તમારી ભારે દુષ્ટતા અને તમારાં અઘોર પાપને લીધે મેં તમને એ સજા કરી છે. મેં તમારા પર નિર્દય શત્રુની જેમ પ્રહાર કર્યો અને તમને આકરી સજા કરી છે.


હે યરુશાલેમ, તારી પાસે થઈને પસાર થતા લોકો તાળીઓ દઈને તારી મશ્કરી ઉડાવે છે. તેઓ માથું ધૂણાવતાં તારા પર ફિટકાર વરસાવે છે: “શું આ એ જ સુંદરતમ શહેર છે? આખી દુનિયાના ગૌરવસમું શહેર શું આ છે?”


આપણને દુ:ખ કે પીડા દેવામાં તેમને કંઈ આનંદ થતો નથી.


અમારો દેશનિકાલ થયાના બારમા વર્ષના દસમા માસના પાંચમા દિવસે યરુશાલેમથી નાસી આવેલા એક માણસે મને કહ્યું કે, “યરુશાલેમનું પતન થયું છે.”


ત્યારે પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “તમારી આસપાસની વિદેશી પ્રજાઓને નિહાળતા રહો; અને તમે જે જુઓ છો તેથી આશ્ર્વર્ય પામશો. હું તમારા સમયમાં એવું ક્મ કરવાનો છું કે તમે એ વિષે સાંભળો ત્યારે તે માનશો જ નહિ.


અમોરીઓએ ઇઝરાયલી સૈન્યને જોયું કે પ્રભુએ તરત જ અમોરીઓમાં આતંક ફેલાવી દીધો. ઇઝરાયલીઓએ ગિબ્યોન આગળ તેમનો મોટો સંહાર કર્યો, અને બેથ-હોરોનના ઘાટ તરફ તેમનો પીછો કર્યો અને દક્ષિણે છેક અઝેકા અને માક્કેદા સુધી તેમના પર હુમલો જારી રાખ્યો.


અમોરીઓ ઇઝરાયલી સૈન્ય આગળથી ઘાટમાં થઈને નાસી રહ્યા હતા ત્યારે છેક અઝેકા સુધી પ્રભુએ તેમના પર મોટા કરા વરસાવીને તેમને માર્યા. ઇઝરાયલીઓ દ્વારા જેટલા માર્યા ગયા તેના કરતાં કરાથી માર્યા ગયેલાઓની સંખ્યા વધારે હતી.


જે દિવસે પ્રભુએ ઇઝરાયલના માણસોને અમોરીઓ પર વિજય પમાડયો તે દિવસે યહોશુઆએ પ્રભુ સાથે વાત કરી. ઇઝરાયલીઓની હાજરીમાં તેણે કહ્યું, “ઓ સૂર્ય, તું ગિબ્યોન પર રોકાઈ જા. ઓ ચંદ્ર, તું આયાલોનની ખીણ પર થંભી જા.”


Lean sinn:

Sanasan


Sanasan