Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 28:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તે દર સવારે, દિવસ અને રાત તમારા પર વારંવાર વીંઝાશે અને દર વખતે તે તમને તેની ઝપટમાં લેશે. એના ભયના ભણકારા માત્રથી તમે ધ્રૂજી ઊઠશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તે જેટલી વાર આરપાર જાય તેટલી વાર તે તેમને પકડશે; કેમ કે દર સવારે, રાતદિવસ તે આરપાર જશે; અને આ સંદેશાનું ભાન તમને ભયંકર લાગશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તે જેટલી વાર પાર જાય તેટલી વાર તે તમને ડુબાડશે અને સવાર દર સવાર તથા રાતદિવસ તે પસાર થશે. જ્યારે સંદેશો સમજાઈ જશે ત્યારે તે ત્રાસનું કારણ બનશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “તે જેટલી વાર વિંઝાશે તેટલી વાર તે તમને પકડશે; પ્રતિદિન સવારે, રાતદિવસ તે વિંઝાશે, એના સમાચાર માત્રથી ભય વ્યાપી જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 28:19
26 Iomraidhean Croise  

ઘેરાના ત્રીજે વર્ષે એટલે, હોશિયાના અમલના નવમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટે સમરૂન જીતી લીધું. તે ઇઝરાયલીઓને કેદ કરી આશ્શૂર લઈ ગયો અને કેટલાકને હાલા નગરમાં, કેટલાકને હાબાર નદી પાસેના ગઝાન જિલ્લામાં અને કેટલાકને મિડિયાનાં નગરમાં વસાવ્યા.


હિઝકિયા રાજાના અમલના ચૌદમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટ સાન્હેરિબે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરો પર ચઢાઈ કરી તેમને જીતી લીધાં.


તેથી હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ, યરુશાલેમ અને યહૂદિયા પર એવી ભારે આફત લાવવાનો છું કે એ વિષે સાંભળનાર સૌ કોઈ સ્તબ્ધ થઈ જશે.


પ્રભુએ પોતાના સેવકો સંદેશવાહકો દ્વારા કહ્યું હતું તેમ તેમણે યહૂદિયાનો નાશ કરવા ખાલદીઓ, અરામીઓ, મોઆબીઓ અને આમ્મોનીઓની શસ્ત્રસજિત ટોળીઓ યહોયાકીમ વિરુદ્ધ મોકલી.


આતંકો તેને ચોમેરથી ડરાવે છે, અને તેનાં પગલાંનો પીછો કરે છે.


કારણ, ઘોર અંધકાર તેમને માટે સવાર જેવો છે, અને તેઓ અંધકારભર્યા આંતકના મિત્રો છે.”


એને કબજે કરવાની આશા વ્યર્થ છે. એને જોઈને જ કોઈ ઢળી પડતો નથી?


સર્વસમર્થનાં બાણ મારા અભ્યંતરમાં વાગ્યાં છે, એ બાણોને પાયેલું વિષ મારામાં વ્યાપી ગયું છે. ઈશ્વરના આતંકો મારી સામે લડવાને ક્તારબદ્ધ ઊભા છે.


મારી ભીતર મારું હૃદય ખળભળી ઊઠયું છે; કારણ, મૃત્યુનો ભય મારા પર તોળાઈ રહ્યો છે.


હું મારી જુવાનીના સમયથી પીડિત અને મરણતોલ છું. તમારો ત્રાસ વેઠીને હું નિર્ગત થઈ ગયો છું.


શૂરવીરો શેરીઓમાં મોટે સાદે વિલાપ કરે છે. સલાહશાંતિ માટે પ્રયાસ કરનારા રાજદૂતો હૈયાફાટ રુદન કરે છે.


તે પછી એલ્યાકીમ, શેબ્ના અને યોઆએ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને આશ્શૂરના મુખ્ય લશ્કરી અધિકારીએ કહેલી સર્વ વાતથી હિઝકિયા રાજાને વાકેફ કર્યો.


તેમણે યશાયાને હિઝકિયા તરફથી આ સંદેશો કહી સંભળાવ્યો, “આજનો દિવસ તો સંકટનો, શિક્ષાનો અને નામોશીનો દિવસ છે. સ્ત્રીને પ્રસૂતિ થવાની તૈયારી હોય, પણ તેનામાં જણવાનું જોર ન હોય એવી આપણી દશા થઈ છે.


હું નિર્ગત થઈ ગયેલાઓને પ્રોત્સાહનના શબ્દો કહું તે માટે પ્રભુ પરમેશ્વરે મને કેળવાયેલી વાણી ઉચ્ચારતી જીભ આપી છે. તે દર સવારે મને જાગૃત કરે છે. જેથી હું કાન માંડીને તેમનું શિક્ષણ સંપાદન કરી શકું.


તું કહેજે, હે યહૂદિયાના રાજાઓ અને યરુશાલેમ- વાસીઓ, પ્રભુનો સંદેશ સાંભળો! ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું આ સ્થળ પર એવી વિપત્તિ લાવીશ કે જે કોઈ તે વિષે સાંભળશે તેના કાન ઝણઝણશે.


યહૂદિયામાં ઘોષણા કરાવો, યરુશાલેમ નગરમાં સમાચાર ફેલાવો, અને સમગ્ર દેશમાં યુદ્ધનાદનું રણશિંગડું વગાડો અને મોટેથી પોકારીને કહો, ‘સૌ એકઠા થઈને કિલ્લેબંધ નગરોમાં આશરો લો.’


પ્રભુએ કહ્યું, “તે દિવસે રાજાઓ અને અધિકારીઓ હિંમત હારી જશે, યજ્ઞકારો આઘાત પામશે અને સંદેશવાહકો અવાકા બની જશે.”


યરુશાલેમના લોકો કહે છે, “અમે એ સમાચાર સાંભળ્યા છે, અમે ગભરાઈ ગયા છીએ, અને અમે પ્રસૂતિની વેદના જેવી પીડામાં પટક્યા છીએ.


મારી સામે ઉગ્ર જંગ ખેલવાને તમે મારા શત્રુઓને મારી આસપાસ પર્વની ભીડની જેમ એકઠા કર્યા છે અને તમારા કોપને દિવસે કોઈ છટકી શક્તો નથી. જેમને મેં ઉછેર્યાં એવાં મારાં પ્રિય બાળકોનો તેમણે સંહાર કર્યો છે.


એ જ સંદર્શનની આખર છે. હું દાનિયેલ મારા મનમાં ઘણો જ ગભરાઈ ગયો તથા ઉદાસ થઈ ગયો, પણ આ બધી વાતો મેં મનમાં રાખી.


હું હતાશ થઈ ગયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. તે પછી હું ઊઠીને રાજાએ સોંપેલું કામ કરવા લાગ્યો, પણ દર્શનથી હું વિમાસણમાં પડી ગયો હતો અને હું તેને સમજી શકયો નહિ.


એ બધું સાંભળીને હું ધ્રૂજી ઊઠું છું. મારા હોઠ ભયથી થરથરે છે. મારા શરીરના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે અને મારા પગ લથડાય છે. અમારા પર આક્રમણ કરનારાઓને ઈશ્વર શિક્ષા કરે તે સમયની હું ધીરજપૂર્વક વાટ જોઈશ.


પ્રભુએ તેને કહ્યું, “ઇઝરાયલી લોકો મધ્યે હું એવું ભયાનક કાર્ય કરવાનો છું કે તે વિષે સાંભળનાર થરથરી જશે.


Lean sinn:

Sanasan


Sanasan