Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 28:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ઈશ્વર તો તમને કહે છે કે, “આ વિશ્રામસ્થાન છે. હે થાકેલાઓ, તેમાં આવીને આરામ કરો.” પણ તમે તેમનું ય સાંભળવા ઈન્કાર કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેમણે તેઓને કહ્યું હતું, “આ વિશ્રામ છે, થાકેલાઓને વિશ્રામ આપો; આ તાજગી છે;” પણ તેઓએ સાંભળવા ચાહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પાછલા દિવસોમાં તેમણે તેઓને કહ્યું હતું, “આ વિશ્રામ છે, થાકેલાઓને વિશ્રામ આપો; અને આ તાજગી છે,” પણ તેઓએ સંભાળવા ચાહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેણે તેઓને કહ્યું હતું કે, “અહીં વિશ્રામ છે. થાક્યા હોય તે વિશ્રામ કરે. અહીં શાંતિ છે,” પણ તેમણે કાને ન ધર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 28:12
14 Iomraidhean Croise  

આસાએ તેના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, માત્ર તમે જ બળવાન સામે નિર્બળને સહાય કરનાર છો. તેથી હે યાહવે, અમારા ઈશ્વર, હવે અમારી સહાય કરો. કારણ, અમે તમારા પર આધાર રાખીએ છીએ, અને અમે તમારે નામે આ મોટા સૈન્ય સામે લડવા આવ્યા છીએ. પ્રભુ, તમે અમારા ઈશ્વર છો; તમારી સામે કોઈ પ્રબળ થઈ શકે નહિ.”


તે દિવસે યિશાઈનું મૂળ પ્રજાઓ માટે સંકેતની વજા બની રહેશે. તેઓ તેની પાસે એકત્ર થશે અને તેના નિવાસસ્થાનનું ગૌરવ વધશે.


જો તમે તેને કોઈ અભણ પાસે વાંચવા લઈ જાઓ તો તે કહેશે, ‘મને વાંચતાં આવડતું નથી!’


ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ લોકોને કહે છે, “પાછા ફરો અને સ્વસ્થ રહો તો તમે સલામત રહેશો. શાંત રહો અને વિશ્વાસ રાખો તો તમને સામર્થ્ય પ્રાપ્ત થશે.” પણ તમે તેમ કરવા ઈન્કાર કર્યો છે.


ન્યાયનીતિને પરિણામે કલ્યાણ અને તેની અસરથી કાયમી નિરાંત અને સહીસલામતી પ્રવર્તશે.


ઈશ્વરના લોક શાંતિદાયક નિવાસોમાં, સલામત આવાસોમાં અને સ્વસ્થ આરામસ્થાનોમાં રહેશે.


“તેં અમને હમણાં યાહવેને નામે જે સંદેશ આપ્યો છે તે અમે માનવાના નથી. એને બદલે, અમે લીધેલી માનતાઓ અમે ચુસ્તપણે પાળીશું. અમે ‘આકાશની રાણી’ નામે અમારી દેવીને ધૂપ ચડાવીશું અને તેની આગળ દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડીશું.


પ્રભુએ પોતાના લોકને કહ્યું: “રસ્તાની ચોકડીમાં જઈ ઊભા રહો અને જુઓ; પ્રાચીન માર્ગો વિષે પૂછપરછ કરો, અને સાચો માર્ગ શોધી કાઢીને તે પર ચાલો, એટલે તમને નિરાંત વળશે. પણ તેમણે કહ્યું, ‘અમે એમ કરવાના નથી.’


“પણ મારા લોકોએ અકડાઈ કરી સાંભળ્યું નહિ. તેમણે તેમનાં મન બંધ કરી દીધાં.


એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો.


તેથી સાવધ રહો, અને બોલનારની વાણી સાંભળવાનો ઇનકાર ન કરો. દુનિયા પર દૈવી સંદેશો આપનારનું સાંભળવાનો ઇનકાર કરનારાઓ બચી શક્યા નહિ, તો પછી સ્વર્ગમાંથી ચેતવનાર તરફ આપણે પીઠ ફેરવીએ તો કેવી રીતે બચી શકીશું?


Lean sinn:

Sanasan


Sanasan