Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 27:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પણ જો તેઓ મારું શરણું સ્વીકારે તો તેમણે મારી સાથે સમાધાન કરવું રહ્યું; હા, તેમણે સમાધાન કરવું જ પડે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 નહિ તો તેણે મારો આશરો લેવો, તેણે મારી સાથે સમાધાન કરવું.; હા, તેણે મારી સાથે સમાધાન કરવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓએ મારા રક્ષણમાં આવવું અને મારી સાથે સમાધાન કરવું; હા, તેઓએ મારી સાથે સમાધાન કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પરંતુ જો મારી દ્રાક્ષવાડીને મારું સંરક્ષણ જોઇતું હોય તો તેને મારી સાથે સમાધાન કરવા દો, હા, તેને મારી સાથે સમાધાન કરવા દો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 27:5
22 Iomraidhean Croise  

તેથી યોબ, તું ઈશ્વર સાથે સમાધાન કર અને શાંતિ સ્થાપ; તેમ કરવાથી જ તારું ભલું થશે.


ઈશ્વર મારા ઉદ્ધારક છે. હું તેમના પર વિશ્વાસ રાખીશ અને બીશ નહિ. યાહ મારું સામર્થ્ય અને સ્તોત્ર છે. તે મારા ઉદ્ધારક બન્યા છે.”


તમે ગરીબોના આશ્રય, દીનદુખિયાના આધાર, તોફાન સામે ઓથો અને તડકામાં છાયા સમા છો.


હે પ્રભુ, તમે જ અમારું કલ્યાણ કરો છો; અમારી સર્વ સફળતા તમારા કાર્યનું પરિણામ છે.


મારા સેવક સિવાય બીજો કોણ આંધળો છે? મારા સંદેશક સિવાય બીજો કોણ બહેરો છે? પ્રભુને સમર્પિત સેવક જેવો બીજો કોણ આંધળો હોય?


તેઓ કહેશે, ‘પ્રભુ તરફથી વિજય અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે, પણ જે કોઈ તેમની વિરુદ્ધ પડયા છે તેમણે તેમની સમક્ષ શરમાવું પડશે.


એ પ્રમાણે વર્તનાર અને એને વળગી રહેનાર, સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેનું પાલન કરનાર અને દુરાચારથી પોતાને દૂર રાખનાર માણસને હું આશિષ આપીશ.”


હું નજીક કે દૂરના સૌ કોઈને શાંતિ આપીશ. હું લોકને સાજા કરીશ.


છતાં કોઈ તમારે નામે વિનંતી કરતો નથી કે તમને ગ્રહણ કરવા જાગ્રત થતો નથી. તમે અમારાથી તમારું મુખ સંતાડયું છે અને અમને અમારા પાપાચારની પકડમાં છોડી દીધા છે.


“ઓ યરુશાલેમ, યરુશાલેમ! સંદેશવાહકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે એકઠાં કરે તેમ તારા લોકને એકઠા કરવાની મેં કેટલી બધી વાર ઝંખના સેવી છે; પણ તેં તે ઇચ્છયું નથી.


જો તે સમર્થ ન હોય, તો પેલો રાજા હજુ તો ઘણો દૂર છે એવામાં શાંતિની શરતોની માગણી માટે તેની પાસે તે એલચીઓ નહિ મોકલે?”


“શાંતિ મેળવવા માટે શાની જરૂર છે એ તેં આજે જાણ્યું હોત તો કેવું સારું થાત! પણ હવે તું તે જોઈ શકતું નથી.


તેથી વચન તથા શપથ એ બે બાબતો એવી છે કે તે કદી બદલાઈ શકે નહિ. તેમજ તેના સંબંધી ઈશ્વર જૂઠું બોલી શક્તા નથી. તેથી તેની સાથે સલામતી મેળવનાર એવા આપણને આપણી સમક્ષ મૂકવામાં આવેલી આશાને દૃઢતાથી વળગી રહેવા માટે ઘણું પ્રોત્સાહન મળે છે.


ગિબ્યોનના લોકોએ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆને સંદેશો મોકલ્યો: “તમારા દાસોનો તમે ત્યાગ કરશો નહિ; પણ અહીં તાત્કાલિક અમારી મદદે આવો. કારણ, પહાડીપ્રદેશના સર્વ અમોરી રાજાઓ અમારી વિરુદ્ધ એક થઈ અમારા પર ચડી આવ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan