Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 27:10 - પવિત્ર બાઇબલ C.L.

10 કિલ્લાવાળું શહેર ઉજ્જડ બન્યું છે. તે તજાયેલા વસવાટ સમું અને નિર્જન રણ જેવું બન્યું છે. ત્યાં વાછરડાઓ ચરે છે અને આરામ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે મોરચાબંધ નગર ઉજજડ, અરણ્ય સમાન છોડી દીધેલું તથા ત્યાગ કરેલું છે; ત્યાં વાછરડું ચરશે, ત્યાં તે બેસશે, ને તેની ડાળીઓ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કેમ કે મોરચાબંધ નગર ઉજ્જડ, રહેઠાણ અરણ્ય સમાન થયેલું અને ત્યાગ કરેલું રહેશે. ત્યાં વાછરડું ચરશે, ત્યાં તે બેસશે અને તેની ડાળીઓ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેનાં કોટવાળાં નગરો ઉજ્જડ અને ખાલી પડી રહેશે. તેના ઘરોનો ત્યાગ કરીને વેરાન બનાવી દેવામાં આવશે. તેની શેરીઓમાં ઘાસ ઊગી નીકળશે, ત્યાં વાછરડાં ચરશે, ત્યાં બેસશે, ને ડાળખાં-પાંદડાં ખાશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 27:10
24 Iomraidhean Croise  

સિરિયાનાં શહેરો કાયમને માટે છોડી દેવાયેલાં રહેશે. ત્યાં ઘેટાંબકરાંનાં ટોળાં નિરાંતે બેસશે અને કોઈ તેમને બીવડાવનાર હશે નહિ.


એ દિવસે તેમનાં કિલ્લાવાળાં નગરોની હાલત ઇઝરાયલીઓ આવ્યા ત્યારે હિત્તીઓ અને અમોરીઓએ ત્યજી દીધેલાં નગરોનાં જેવી થઈ જશે - બધું વેરાન થઈ જશે!


નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે અને લોકો સલામતીને માટે બંધ બારણે ઘરમાં ભરાઈ રહે છે.


તમે નગરને પથ્થરોનો ઢગલો બનાવી દીધું છે અને કિલ્લેબંધીવાળા નગરને ખંડિયેર કરી દીધું છે. અમારા દુશ્મનોએ બાંધેલા ગઢ હવે નગર તરીકે રહ્યા નથી; તે ફરી ક્યારેય બંધાનાર નથી.


(જો કે કરા પડવાથી વન પાયમાલ થશે અને નગર જમીનદોસ્ત થઈ જશે.) તમે કેવા સુખી થશો!


રણપ્રદેશ અને સૂકી ભૂમિ હર્ષિત થશે, અને પડતર જમીન પ્રફુલ્લિત થઈને ગુલાબની જેમ ખીલી ઊઠશે.


ત્યારે તું તારા મનમાં કહીશ, “આ બધાં બાળકોને કોણે જન્મ આપ્યો? મને તો સંતાનવિયોગ થયેલો અને બીજાં સંતાનની તો આશા નહોતી! મને તો દેશનિકાલમાં ઘસડી જવામાં આવી હતી અને તજી દેવામાં આવી હતી. તો એમને કોણે ઉછેર્યાં? હું તો એકલીઅટૂલી હતી, તો પછી આ બધાં આવ્યાં ક્યાંથી?”


તમારાં પવિત્ર શહેરો રણ જેવાં બની ગયાં છે. સિયોન પણ વેરાન છે; યરુશાલેમ ઉજ્જડ બન્યું છે.


“તે સમયે પ્રત્યેક માણસ પાસે એક વાછરડી અને બે ઘેટી હશે.


જે બધી ટેકરીઓ ઉપર કોદાળીથી ખોદકામ થતું હતું ત્યાં કાંટા અને ઝાંખરાની બીકથી કોઈ કહેતાં કોઈ જશે નહિ. તે ઢોરઢાંક અને ઘેટાંબકરાંની ચરવાની જગ્યા થઈ જશે.”


“યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મોરેસેથનો મીખા નામે સંદેશવાહક પ્રભુનો સંદેશ પ્રગટ કરતો હતો. તેણે યહૂદિયાના સર્વ લોકોને આમ કહ્યું હતું, ‘સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; સિયોન નગરને ખેતરની માફક ખેડવામાં આવશે. યરુશાલેમમાં ખંડેરના ઢગલા થઇ જશે, અને મંદિરનો પર્વત જંગલ બની જશે.”


તો હું પવિત્રસ્થાન શિલોહ જેવી આ મંદિરની દુર્દશા કરીશ અને પૃથ્વીની બધી પ્રજાઓની દષ્ટિમાં આ નગરને શાપિત કરીશ.”


ત્યાં બેબિલોનના રાજાએ તેમને મારપીટ કરીને મારી નંખાવ્યા. આ પ્રમાણે યહૂદિયાના લોકો બંદી થઈને બેબિલોનમાં દેશનિકાલ કરાયા.


પવિત્ર પર્વોના દિવસોમાં ભજનને માટે મંદિરમાં કોઈ આવતું નથી. તેથી સિયોનના સૂના માર્ગો શોક કરે છે. સિયોનની ગાનારી યુવતીઓ દુ:ખથી કણસે છે અને તેના યજ્ઞકારો નિસાસા નાખે છે. શહેરના દરવાજા સૂના પડયા છે.


કારણ, સિયોન પર્વત નિર્જન અને વેરાન થયો છે; તેનાં ખંડિયેરોમાં જંગલી શિયાળો ભટકે છે.


તેથી, હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ પરમેશ્વરનો સંદેશ સાંભળો. હે પહાડો અને ડુંગરો, નાળાં અને ખીણો, ખંડેર બનેલાં સ્થળો અને બીજી પ્રજાઓએ લૂંટી લીધેલાં અને તેમની હાંસીનો ભોગ બનેલાં નગરો, તમે મારું કહેવું સાંભળો.


એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે.


Lean sinn:

Sanasan


Sanasan