Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 26:17 - પવિત્ર બાઇબલ C.L.

17 હે પ્રભુ, જેમ ગર્ભવતી સ્ત્રી પ્રસવવેદનાથી કષ્ટાઈને બૂમો પાડે છે, તેમ અમે પણ તમારી આગળ પોકારનારા થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય પાસે આવે, ત્યારે કષ્ટાઈને વેદનામાં બૂમ પાડે છે; તે પ્રમાણે, હે યહોવા, અમે તમારી દષ્ટિ સમક્ષ હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય પાસે આવે, ત્યારે પ્રસૂતિની વેદનામાં ચીસો પાડે છે; તે પ્રમાણે, હે પ્રભુ અમે તમારી સંમુખ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 હે યહોવા, કોઇ ગર્ભવતી સ્ત્રીનો પ્રસવકાળ આવ્યો હોય, ત્યારે પ્રસુતિની વેદનામાં ચીસો પાડે છે; તેવી પીડા તમારી સંમુખ અમને થતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 26:17
11 Iomraidhean Croise  

પછી ઈશ્વરે સ્ત્રીને કહ્યું, “હું તારું ગર્ભધારણનું દુ:ખ વધારીશ અને બાળકને જન્મ આપવામાં તને ભારે વેદના થશે. છતાંય તું તારા પતિની ઝંખના સેવ્યા કરીશ અને તે તારા પર અધિકાર ચલાવશે.”


તેઓ ભયથી ધ્રૂજી ઊઠયા; અને પ્રસૂતાની વેદના જેવી પીડામાં ઝડપાયા.


તેમનામાં ગભરાટ ફેલાઈ જશે. તેઓ દર્દ અને વેદનામાં સપડાઈ જશે; તેથી તેઓ જાણે કે પ્રસૂતાની જેમ કષ્ટાશે. તેઓ એકબીજાની સામે ભયભીત આંખે તાકી રહેશે અને તેમના ચહેરા ભડકે બળશે.


એ દર્શન જોઈને મારી કમર કળતરથી તૂટે છે. પ્રસૂતાની વેદના જેવું કષ્ટ મને ઘેરી વળ્યું છે.


તેમણે યશાયાને હિઝકિયા તરફથી આ સંદેશો કહી સંભળાવ્યો, “આજનો દિવસ તો સંકટનો, શિક્ષાનો અને નામોશીનો દિવસ છે. સ્ત્રીને પ્રસૂતિ થવાની તૈયારી હોય, પણ તેનામાં જણવાનું જોર ન હોય એવી આપણી દશા થઈ છે.


જરા તપાસ કરી જૂઓ! શું કોઈ પુરુષ કદી બાળકને જન્મ આપી શકે? તો પછી હું દરેક પુરુષને પ્રસૂતાની જેમ પીડાઈને પોતાનું પેટ દાબતો કેમ જોઉં છું? વળી, બધાનાં મુખ કેમ ફિક્કાં પડી ગયાં છે?


કોઈ પ્રસૂતા પોતાના પ્રથમ બાળકને પ્રસવ આપતી વખતે કષ્ટાઈને ચીસો પાડતી હોય એવી યરુશાલેમ નગરની ચીસોનો સાદ મને સંભળાય છે. તે હાંફે છે, અને પોતાના હાથ પ્રસારીને કહે છે, “હાય, હાય, મારું આવી બન્યું છે, મારી હત્યા કરનારા આવી પહોંચ્યા છે.”


યરુશાલેમના લોકો કહે છે, “અમે એ સમાચાર સાંભળ્યા છે, અમે ગભરાઈ ગયા છીએ, અને અમે પ્રસૂતિની વેદના જેવી પીડામાં પટક્યા છીએ.


પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે; કારણ, દુ:ખ સહન કરવાનો સમય આવી લાગ્યો છે; પણ બાળકના જન્મ પછી તે દુ:ખ ભૂલી જાય છે; કારણ, એક બાળક દુનિયામાં જન્મ્યું તેનો તેને આનંદ હોય છે.


જ્યારે લોકો “શાંતિ છે; શાંતિ છે” એમ કહેતા હશે, ત્યારે જેમ પ્રસૂતિની વેદના અચાનક ઊપડે છે તેમ તેમના પર એકાએક વિનાશ આવી પડશે અને બચાવનો કોઈ ઉપાય રહેશે નહિ.


તેને થોડા સમયમાં જ પ્રસૂતિ થવાની હતી, અને પ્રસૂતિની પીડાને લીધે તે બૂમો પાડતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan