Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 25:6 - પવિત્ર બાઇબલ C.L.

6 સર્વસમર્થ પ્રભુ દુનિયાની બધી પ્રજાઓ માટે સિયોન પર્વત પર મિજબાની તૈયાર કરશે. તેમાં સર્વશ્રેષ્ઠ વાનગીઓ, અત્યુત્તમ માંસાહાર અને સર્વોત્તમ દ્રાક્ષાસવ પીરસવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આ પર્વત પર સૈન્યોના યહોવાહ સર્વ લોકો માટે મેદવાળી વાનગીની ઉજવણી કરાવશે, ઉત્તમ દ્રાક્ષારસની, કુમળા માંસની મિજબાની આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 સૈન્યોનો દેવ યહોવા સિયોન પર્વત પર બધા લોકો માટે મિષ્ટાનની અને ઉત્તમ પીણાની ઉજાણી તૈયાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 25:6
30 Iomraidhean Croise  

તેઓ તમારા ઘરની વિપુલતાથી ધરાશે, અને તમારા આહ્લાદક ઝરણાંમાંથી પીને તૃપ્ત થશે.


જાણે કે ભવ્ય ભોજનથી મારો પ્રાણ તૃપ્ત થયો હોય તેમ આનંદભર્યા હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ ગાશે.


તેને બદલે તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને પસંદ કર્યો.


તારા હોઠોથી મને ચુંબન પર ચુંબન દે; કારણ કે તારી પ્રીત દ્રાક્ષાસવ કરતાં ય ચઢિયાતી છે.


મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે.


હે મારી પ્રિયા, મારી નવોઢા, હું મારી વાડીમાં આવ્યો છું. હું મારાં બોળ અને ગુગળ ભેગાં કરી રહ્યો છું. હું મારા મધપૂડામાંથી મધ આરોગું છું. હું મારો દ્રાક્ષાસવ અને મારું મધ પી રહ્યો છું. હે પ્રેમીઓ, પ્રેમમાં મસ્ત થઈ જાઓ ત્યાં સુધી ખાઓ અને પીઓ.


જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો.


પ્રભુ પોતાના હાથ પ્રસારી સિયોન પર્વતનું રક્ષણ કરશે. પણ મોઆબના લોકોને તો તે જેમ ઘાસ ઉકરડામાં ખૂંદાય છે તેમ ખૂંદશે.


“હું તમને મારા પવિત્ર પર્વત સિયોનમાં લાવીશ. મારા પ્રાર્થનાના ઘરમાં તમને આનંદ પમાડીશ અને મારી વેદી પર તમારાં બલિદાનોનો સ્વીકાર કરીશ.કારણ, મારું મંદિર સર્વ પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.”


મોઆબ દેશે આરંભથી જ સલામતી ભોગવી છે. તે તો ઠરવા મૂકેલા દ્રાક્ષાસવ જેવો છે; જેને એક પાત્રમાંથી બીજામાં રેડવામાં આવ્યો નથી (એટલે કે, તેના લોકો કદી દેશનિકાલ કરાયા નથી.) તેથી તે દ્રાક્ષાસવનો, સ્વાદ જળવાયો છે, અને તેની સુગંધ બદલાઈ નથી.


તેને સત્તા, માન અને અધિકાર આપવામાં આવ્યાં, જેથી સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓના લોક તેની સેવા કરે. તેની સત્તા સર્વકાળ ટકશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.


મારા પવિત્ર શહેર યરુશાલેમમાં હું પાછો ફરીશ અને ત્યાં જ વસીશ. તે તો વિશ્વાસુ નગર તરીકે ગણાશે અને સર્વસમર્થ પ્રભુનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


હું તમને કહું છું: મારા પિતાના રાજમાં હું નવો દ્રાક્ષારસ ન પીઉં, ત્યાં સુધી હું દ્રાક્ષારસ પીનાર નથી.


ઘણા પૂર્વ અને પશ્ચિમમાંથી ઈશ્વરના રાજ્યમાં આવીને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબની સાથે જમવા બેસશે.


તેમણે તેમને કહ્યું, “આખી દુનિયામાં જાઓ, અને સમસ્ત માનવજાતને શુભસંદેશનો પ્રચાર કરો.


મારા રાજમાં તમે મારી સાથે ખાશો અને પીશો અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરવા માટે રાજ્યાસન પર બેસશો.


વળી, જૂનો દારૂ પીધા પછી કોઈ નવો માગતો નથી. તે કહેશે, ‘જૂનો જ સારો છે.”


એને બદલે, તમે સિયોન પર્વત પાસે અને જીવંત ઈશ્વરના નગરમાં, એટલે કે સ્વર્ગીય યરુશાલેમ જ્યાં લાખો દૂતો છે ત્યાં તમે આવ્યા છો.


પછી દૂતે મને કહ્યું, “આ વાત લખી લે: જેમને હલવાનના લગ્નમાં આમંત્રણ મળ્યું છે, તેમને ધન્ય છે.” વળી, તેણે મને કહ્યું, “આ ઈશ્વરનાં સત્ય કથનો છે.”


Lean sinn:

Sanasan


Sanasan