Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 25:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તે મોઆબના કિલ્લાઓની ઊંચી ઊંચી દીવાલો તોડી પાડશે અને તેમને જમીનદોસ્ત કરી ધૂળમાં મેળવી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખશે, તેને નીચી પાડીને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખીને તેને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યહોવા મોઆબના કિલ્લાઓની ઊંચી ભીતોને તોડી પાડશે. ભોંયભેગી કરી દેશે, ને ધૂળમાં મેળવી દેશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 25:12
14 Iomraidhean Croise  

હું બેબિલોનને ક્દવવાળી જગ્યામાં ફેરવી નાખીશ અને ત્યાં ધુવડો વાસો કરશે. હું બેબિલોનને વિનાશની સાવરણીથી વાળી નાખીશ. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું.”


મોઆબ વિષેનો આ સંદેશ છે: એક જ રાતમાં મોઆબનાં આર અને કીર નગરોનો નાશ કરવામાં આવ્યો છે અને મોઆબ દેશમાં સન્‍નાટો છવાઈ ગયો છે.


કિલ્લાના ઊંચા મિનારા અને દીવાલોને તે તોડી પાડશે.


તમે નગરને પથ્થરોનો ઢગલો બનાવી દીધું છે અને કિલ્લેબંધીવાળા નગરને ખંડિયેર કરી દીધું છે. અમારા દુશ્મનોએ બાંધેલા ગઢ હવે નગર તરીકે રહ્યા નથી; તે ફરી ક્યારેય બંધાનાર નથી.


તેમણે આલીશાન મકાનોમાં રહેનારાઓને નીચે પાડયા છે. તે તેમના ભવ્ય નગરને પાડી નાખે છે અને તેને ભોંયભેગું કરી ધૂળમાં મેળવી દે છે.


મોઆબ વિષે, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: નબોના લોકોની કેવી દુર્દશા! કારણ, તે ઉજ્જડ થયું છે. કિર્યાથાઇમ લજ્જિત થયું છે; કારણ, તેને જીતી લેવામાં આવ્યું છે. તેના મજબૂત કિલ્લાને તોડી પાડવામાં આવ્યો છે, અને તેના લોકો અપમાનિત કરાયા છે.


વળી, સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; “બેબિલોન નગરના વિશાળ કોટને તોડીને જમીનદોસ્ત કરવામાં આવશે, અને તેના બુલંદ દરવાજાઓને બાળીને ભસ્મ કરવામાં આવશે. આમ, પ્રજાઓએ એના બાંધકામમાં કરેલો સખત પરિશ્રમ વ્યર્થ જશે અને લોકોએ ઉઠાવેલી જહેમત અગ્નિમાં ખાક થઈ જશે.”


અને તું કહેજે, ‘આ જ પ્રમાણે બેબિલોનના હાલ થશે, તે ડૂબી જશે અને ફરી કદી ઉપર આવશે નહિ.’ કારણ, પ્રભુ તેના પર વિનાશ લાવવાના છે.” અહીં યર્મિયાના સંદેશા પૂરા થાય છે.


પ્રભુએ યહૂદિયાનાં બધાં ગામોનો નિર્દયપણે નાશ કર્યો છે, અને દેશના સંરક્ષક કિલ્લાઓ તોડી પાડયા છે. તેમણે રાજા અને તેમના અધિકારીઓને બદનામ કર્યા છે.


તારા સૌંદર્યને લીધે તું ગર્વિષ્ઠ બન્યો અને તારી કીર્તિને લીધે તારી બુદ્ધિ ભ્રષ્ટ બની હતી. પરિણામે, મેં તને જમીનદોસ્ત કર્યો અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.


વિશ્વાસને લીધે જ ઇઝરાયલીઓએ યરીખો શહેરની દીવાલની આજુબાજુ સાત દિવસ સુધી કૂચ કરી, અને તેથી તે દીવાલો તૂટી પડી.


પછી એક સમર્થ દૂતે ઘંટીના પડ જેવો મોટો પથ્થર ઉપાડયો અને તેને દરિયામાં નાખતાં તે બોલ્યો, “આ જ રીતે મહાનગરી બેબિલોનને ખૂબ જોરથી ફેંકી દેવામાં આવશે અને તે ફરી કદી દેખાશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan