Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 24:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પૃથ્વી તદ્દન ઉજ્જડ અને સફાચટ થઈ જશે. પ્રભુ પોતે એ બોલ્યા છે અને તે જ પ્રમાણે થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પૃથ્વી ખાલી કરાશે જ કરાશે, ને લૂંટાશે જ લૂંટાશે; કેમ કે યહોવા એ વચન બોલ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પૃથ્વી સંપૂર્ણ ખાલી કરાશે અને તદ્દન ઉજ્જડ કરાશે, કેમ કે યહોવાહ આ વચન બોલ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 સમગ્ર પૃથ્વી બિલકુલ ઉજ્જડ અને વેરાન થઇ જશે, તેને લૂંટી લેવામાં આવશે, કારણ કે આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 24:3
16 Iomraidhean Croise  

અને એમ પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા ભાખેલું ભવિષ્ય પૂરું થયું: “દેશ માટે પાળવામાં નહિ આવેલ સાબ્બાથોની સરભર કરવા માટે દેશ સિત્તેર વર્ષ ઉજ્જડ રહીને તેટલો વિશ્રામ ભોગવશે.”


કેદારના ધર્નુધારીઓ અને યોદ્ધાઓમાંથી બહુ થોડા બચશે.” હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ એ બોલ્યો છું.


સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે કે, “એ સમયે મજબૂત સ્થાનમાં જડેલો ખીલો નીકળી પડશે અને તેના પર લટકાવેલો બધો ભાર નીચે પડીને નષ્ટ થઈ જશે.” આ તો પ્રભુનાં વચન છે.


જુઓ, પ્રભુ પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ બનાવે છે. તે તેને ઉથલાવીને તેના લોકોને વેરવિખેર કરી નાખે છે.


જેવી યજ્ઞકારની તેવી જ લોકોની, જેવી ગુલામની તેવી જ માલિકની, જેવી દાસીની તેવી જ શેઠાણીની, જેવી વેચનારની તેવી જ ખરીદનારની, જેવી લેણદારની તેવી જ દેણદારની, જેવી શ્રીમંતની તેવી જ ગરીબની, સૌની એ જ હાલત થશે.


પૃથ્વી સુકાઈ જાય છે અને ચીમળાઈ જાય છે; આખી દુનિયા ઝૂરીઝૂરીને નિર્બળ થઈ જાય છે. પૃથ્વીની સાથે સાથે આકાશ પણ ક્ષીણ થઈ જાય છે.


પણ તેમના લોક તો ખુવાર થયા છે અને લૂંટાયા છે. તેઓ ખાડામાં ફસાયા છે અને કેદખાનામાં પૂરાયા છે. તેઓ શિકાર થઈ પડયા છે અને તેમની વહારે આવનાર કોઈ નથી. તેઓ લૂંટરૂપ થઈ પડયા છે, અને ‘તેમને છોડી દો’ એવું કહેનાર કોઈ નથી.


હું તેને ઉજ્જડ કરી નાખીશ. હું તેની કાપકૂપ કરીશ નહિ કે તેની જમીન ખેડીશ નહિ. તેમાં કાંટાઝાંખરા ઊગી નીકળશે અને વાદળો તેના પર વરસે નહિ એવી હું તેમને આજ્ઞા કરીશ.


મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.


હે લોકો, કાન દઈને સાંભળો, અભિમાન કરશો નહિ, કેમ કે પ્રભુ બોલી રહ્યા છે.


તેથી, હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ પરમેશ્વરનો સંદેશ સાંભળો. હે પહાડો અને ડુંગરો, નાળાં અને ખીણો, ખંડેર બનેલાં સ્થળો અને બીજી પ્રજાઓએ લૂંટી લીધેલાં અને તેમની હાંસીનો ભોગ બનેલાં નગરો, તમે મારું કહેવું સાંભળો.


એ સમયે લોકો તમારી પાયમાલીની વાતોને ઉદાહરણ તરીકે વાપરશે અને તમારા પર જે વીત્યું છે તેનાં વિલાપગીત ગાશે: “અમે બિલકુલ પાયમાલ થઈ ગયા! પ્રભુએ અમારી ભૂમિ લઈ લીધી છે અને તે તેમણે બંડખોરોને વહેંચી આપી છે.”


પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે.


પ્રભુએ પોતાના રોષમાં અને કોપમાં સદોમ, ગમોરા, આદમા અને સબોઈમનો વિનાશ કર્યો તેમના જેવી જ દશા તમારા દેશની થશે. એટલે કે, તેમાં ગંધક અને મીઠું જવાથી અને સૂકો ભઠ્ઠ થઈ જવાથી ત્યાં કંઈ વવાશે નહિ કે કંઈ ઊગશે નહિ. અરે, ત્યાં ઘાસ કે નકામા છોડ પણ ઊગશે નહિ.


પ્રભુએ ભારે ક્રોધાવેશમાં અને તેમના ઉગ્ર રોષમાં તેમને તેમના દેશમાંથી ઉખેડી નાખ્યા અને વિદેશમાં ધકેલી દીધા અને આજે પણ તેઓ ત્યાં જ છે.”


Lean sinn:

Sanasan


Sanasan