Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 24:23 - પવિત્ર બાઇબલ C.L.

23 ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડશે અને સૂર્ય પ્રકાશશે નહિ. કારણ, સર્વસમર્થ પ્રભુ રાજા બનશે. તે યરુશાલેમમાં સિયોન પર્વત પરથી રાજ કરશે અને લોકોના આગેવાનો તેમનું ગૌરવ જોશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ત્યારે ચંદ્રને લાજ લાગશે, ને સૂર્ય શરમાશે; કેમકે સૈન્યોના [ઈશ્વર] યહોવા સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે, અને તેના વડીલોની આગળ [પ્રભુનું] ગૌરવ દેખાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ત્યારે ચંદ્રને લાજ લાગશે અને સૂર્ય કલંકિત થશે કેમ કે સૈન્યોના યહોવાહ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે અને તેના વડીલોની આગળ ગૌરવ બતાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 સૈન્યોનો દેવ યહોવા યરૂશાલેમમાં સિયોન પર્વત પર રાજા થશે અને લોકોના આગેવાનો સમક્ષ તેનો મહિમા ઝળહળી ઊઠશે. એટલે ચંદ્ર શરમનો માર્યો મોં સંતાડશે, સૂર્ય લજવાઇને ઝાંખો થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 24:23
36 Iomraidhean Croise  

પ્રભુ રાજ કરે છે; પૃથ્વીના લોકો હરખાઓ! દૂર દૂરના ટાપુઓના લોકો પણ આનંદ કરો.


મિર્યામે તેમની સાથે આ ગીત ગાયું: “પ્રભુની આગળ ગાયન ગાઓ; કારણ, તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.”


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપશે નહિ. સૂર્ય તો ઊગશે ત્યારે જ અંધકારમય હશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ.


ચંદ્રનો પ્રકાશ સૂર્યના જેટલો થશે અને સૂર્યનો પ્રકાશ સાત દિવસના પ્રકાશ જેટલો મોટો થશે. પ્રભુ પોતાના લોકના ઘા પર પાટો બાંધશે અને તેમને પડેલા જખમ સાજા કરશે તે સમયે એવું થશે.


તારી આંખો રાજાને તેના વૈભવમાં જોશે; તેઓ દૂરદૂર સુધી વિસ્તરેલા તેના દેશને જોશે.


એ વહાણોનાં દોરડાં એવાં તો ઢીલાં થઈ જશે કે તેઓ ડોલક્ઠીને જકડી રાખી શકશે નહિ અને સઢ પ્રસારી શકશે નહિ. (પ્રભુ આપણા ન્યાયાધીશ અને નિયમદાતા છે; તે આપણા રાજા અને ઉદ્ધારક છે.) તેથી આપણે લૂંટ વહેંચી લઈશું. લૂંટ એટલી અઢળક હશે કે લંગડાને પણ તેનો ભાગ મળશે.


વધામણીની વાત લઈ આવી રહેલા સંદેશકના પગ પર્વતો પર કેવા સુંદર લાગે છે! તે તો શાંતિની જાહેરાત કરે છે, શુભસંદેશ લાવે છે, ઉદ્ધાર પ્રગટ કરે છે અને સિયોનને કહે છે, ‘તારા ઈશ્વર રાજ કરે છે!’


હે યરુશાલેમ, ઊઠ, પ્રકાશિત થા કારણ, તારા પર પ્રકાશ પડયો છે. તારા પર પ્રભુના મહિમાનો ઉદય થયો છે.


હવે પછી તને પ્રકાશ આપવા દિવસે સૂર્યની કે રાત્રે ચંદ્રની જરૂર પડશે નહિ; કારણ, હું પ્રભુ તારો કાયમનો પ્રકાશ બની રહીશ. હું તારો ઈશ્વર તારું ગૌરવ બની રહીશ.


તારા દુ:ખના દહાડા પૂરા થાય છે. કારણ, હું પ્રભુ તારે માટે કદી અસ્ત નહિ થનાર સૂર્ય અને કદી નહિ ઘટનાર ચંદ્રની જેમ સતત પ્રકાશરૂપ બની રહીશ.


શહેરની આસપાસની દીવાલની લંબાઈ નવ હજાર મીટર છે. હવેથી શહેરનું નામ “યાહવે - શામ્માહ” એટલે ‘પ્રભુ અહીં છે’ રાખવામાં આવશે.


પણ સર્વોચ્ચ ઈશ્વરના લોકો રાજ્યાધિકાર મેળવશે અને તે રાજ્ય સર્વકાળ ટકી રહેશે.


પૃથ્વીનાં બધાં રાજ્યોની સત્તા અને મહત્તા સર્વોચ્ચ ઈશ્વરના લોકોને આપવામાં આવશે. તેમનો રાજ્યાધિકાર કાયમ રહેશે અને પૃથ્વીનાં બધાં રાજ્યો તેમને તાબે રહીને તેમની સેવા કરશે.”


પ્રભુનો એ મહાન અને ભયંકર દિવસ આવ્યા પહેલાં સૂર્ય અંધરાઈ જશે અને ચંદ્ર રક્ત સમાન લાલ બની જશે.


સૂર્ય અને ચંદ્ર અંધકારમય થઈ જશે અને તારાઓ પ્રકાશશે નહિ.


યરુશાલેમના વિજયવંત લોકો અદોમ પર હુમલો કરીને તેના પર શાસન ચલાવશે અને પ્રભુનું પોતાનું રાજ્ય થશે.”


તેઓ અપંગ થઈ ગયા છે અને ઘરથી બહુ દૂર છે, પણ હું તેમની સાથે નવેસરથી શરૂઆત કરીશ અને તેઓ એક મહાન પ્રજા બનશે. પછી સિયોન પર્વત પરથી હું તેમના પર સદાસર્વદા રાજ કરીશ.”


એ દિવસ આવે ત્યારે ઠંડી કે હિમ નહિ હોય. અંધકાર પણ નહિ હોય. સતત દિવસનો પ્રકાશ હશે, અને રાત્રિના સમયે પણ એ પ્રકાશ રહેશે. એવું ક્યારે બનશે એ તો માત્ર પ્રભુ જ જાણે છે.


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


આ દિવસોની વિપત્તિઓ પછી તરત જ સૂર્ય પોતાનું તેજ ગુમાવશે અને ચંદ્ર પ્રકાશશે નહિ. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશનાં નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે.


તમારું રાજ આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.


અમારી કપરી ક્સોટી થવા દેશો નહિ, પણ અમને શેતાનથી બચાવો. [કારણ, રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારાં છે, આમીન.]


એને બદલે, તમે સિયોન પર્વત પાસે અને જીવંત ઈશ્વરના નગરમાં, એટલે કે સ્વર્ગીય યરુશાલેમ જ્યાં લાખો દૂતો છે ત્યાં તમે આવ્યા છો.


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


પછી મેં જોયું તો હલવાન સિયોન પર્વત પર ઊભું હતું. તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર લોકો હતા, જેમના કપાળે હલવાનનું નામ અને ઈશ્વરપિતાનું નામ લખવામાં આવ્યાં હતાં.


ચોવીસ વડીલો અને ચાર જીવંત પ્રાણીઓએ શિર નમાવીને રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વરનું ભજન કર્યું અને કહ્યું, “આમીન, હાલ્લેલુયા!”


એ પછી મોટા જનસમુદાયના કોલાહલ જેવો, અને પ્રચંડ ધોધના ગડગડાટ જેવો અને મેઘના કડાકા જેવો અવાજ મેં સાંભળ્યો. તેઓ પોકારતા હતા. “હાલ્લેલુયા! આપણા ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ, રાજ કરે છે.


નગરને સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. કારણ, ઈશ્વરનું ગૌરવ તેના પર પ્રકાશે છે અને હલવાન તે નગરનો દીવો છે.


હવે પછી રાત પડશે નહિ, અને તેમને દીવાના કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ. કારણ, ઈશ્વર પ્રભુ પોતે જ તેમનો પ્રકાશ છે અને તેઓ રાજાઓ તરીકે સદાસર્વકાળ રાજ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan