Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 22:25 - પવિત્ર બાઇબલ C.L.

25 સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે કે, “એ સમયે મજબૂત સ્થાનમાં જડેલો ખીલો નીકળી પડશે અને તેના પર લટકાવેલો બધો ભાર નીચે પડીને નષ્ટ થઈ જશે.” આ તો પ્રભુનાં વચન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 સૈન્યોના ઈશ્વર યહોવાનું એવું વચન છે કે, તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; તે કપાઈ જઈને નીચે પડશે, ને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે; કેમ કે યહોવા એવું બોલ્યા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 સૈન્યોના યહોવાહનું એવું વચન છે કે, “તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; અને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે” કેમ કે આ યહોવાહ એવું બોલ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “સૈન્યોના દેવ યહોવાનું એવું વચન છે કે,એક દિવસ તેને સ્થાને મજબૂત રીતે ખોડેલો ખીલો ઊખડી જશે. અને તેના ઉપર લટકતો બધો ભાર ભોંયભેગો થશે અને તેના ટૂકડે ટૂકડા થઇ જશે.” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 22:25
15 Iomraidhean Croise  

હું નેતાઓ પર ભરોસો રાખીશ નહિ, તેમજ માનવજાત પર પણ નહિ; કારણ, તેમની પાસે ઉદ્ધાર નથી.


તેથી ઈશ્વર તને સદાને માટે કચડી નાખશે તે તારા તંબૂમાંથી તને પકડીને ખેંચી કાઢશે. તે તને જીવતાઓની ભૂમિ પરથી ઉખેડી નાખશે. (સેલાહ)


હું તેને ખીલાની માફક મજબૂત સ્થાનમાં જડી દઈશ અને તે તેના પિતાના સમસ્ત કુટુંબને માટે ગૌરવરૂપ બનશે.


પણ તેનાં કુટુંબીજનો અને આશ્રિતો ખીલે લટકાવેલાં પ્યાલાં અને પવાલીઓથી માંડીને નાનાં મોટાં સર્વ વાસણોની જેમ તેને માટે બોજારૂપ થઈ પડશે.”


હું પૂર્વમાંથી તરાપ મારતા શિકારી બાજને એટલે, દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર માણસને બોલાવું છું. હું તે બોલ્યો છું, અને તે જ હું પાર પાડીશ.”


હું જ એ બોલ્યો છું; હા, મેં તેને બોલાવ્યો છે. હું તેને લઈ આવીશ અને તે તેનું કાર્ય સિદ્ધ કરશે.


એને લીધે પૃથ્વી વિલાપ કરશે અને આકાશ અંધકારમય બની જશે. પ્રભુ બોલ્યા છે અને તે પોતાનું મન બદલશે નહિ. પ્રભુએ નિર્ણય કર્યો છે અને તે તેમાંથી ફરશે નહિ.


“એ રીતે મારો કોપ અને રોષ પૂરો થશે અને ત્યારે જ મને નિરાંત વળશે. મારો કોપ શમશે ત્યારે તેમને ખબર પડશે કે હું પ્રભુ મારા આવેશમાં બોલ્યો છું.


હું જ્યારે કોપમાં અને ક્રોધમાં તને ધાકધમકીથી સજા કરીશ ત્યારે આસપાસની પ્રજાઓ ભયથી કાંપશે; અને તેઓ તને મહેણાં મારશે, તું તેમને માટે ચેતવણીરૂપ બની જશે અને તેઓ તને જોઈને આશ્ર્વર્ય પામશે.


હું તારા ઉપર દુકાળ અને હિંસક પશુઓ મોકલીશ, તેઓ તારાં સંતાનોને ખાઈ જશે. હું તારો સંહાર કરવા તારા પર રોગચાળો, હિંસા અને યુદ્ધ મોકલીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે.


Lean sinn:

Sanasan


Sanasan