Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 22:14 - પવિત્ર બાઇબલ C.L.

14 સર્વસમર્થ પ્રભુએ પોતે મને કહ્યું છે, “આ લોકોના જીવતાં તો એમની દુષ્ટતાનું પ્રાયશ્ર્વિત થઈ શકે તેમ નથી. હું સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મારા કાનોમાં સૈન્યોના [ઈશ્વર] યહોવાએ કહ્યું, “ખરેખર, આ અન્યાયનું પ્રાયાશ્ચિત તમારા મરણ સુધી થશે નહિ; મેં પ્રભુ સૈન્યોના [ઈશ્વર] યહોવાએ એમ કહ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 મારા કાનોમાં સૈન્યોના યહોવાહે કહ્યું: “ખરેખર, આ અન્યાય તમને માફ કરવામાં આવશે નહિ, તમે મૃત્યુ પામો ત્યારે પણ નહિ,” પ્રભુ, સૈન્યોના યહોવાહે કહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 સૈન્યોના દેવ યહોવાએ મને દર્શન આપીને વચન આપી કહ્યું “તેમના જીવનકાળ દરમ્યાન તે તેમની દુષ્ટતા ને માફ નહિ કરે.” આ સૈન્યોના દેવ યહોવાના વચનો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 22:14
17 Iomraidhean Croise  

શાઉલની દીકરી મીખાલ જીવનભર નિ:સંતાન રહી.


પ્રભુ કહે છે, “હું દુનિયાને તેની દુષ્ટતાની અને દુષ્ટોને તેમનાં પાપની સજા કરીશ. હું ઉદ્ધતોના અભિમાનનો અંત લાવીશ અને પ્રત્યેક અભિમાની અને ઘાતકીને સજા કરીશ.


પૃથ્વીના લોકને તેમના પાપની સજા કરવાને પ્રભુ તેમના આકાશી નિવાસમાંથી આવશે. પૃથ્વી પર થયેલી છૂપી હત્યાઓ પ્રગટ કરાશે અને હવે પછી પૃથ્વી મારી નંખાયેલાઓને સંતાડશે નહિ.


એ અપરાધને કારણે તમારી હાલત મોટી તિરાડવાળી અચાનક તૂટી પડતી ઊંચી દીવાલ જેવી થશે.


તેમ છતાં પ્રભુ જ્ઞાની છે અને તેથી પોતે ઉચ્ચારેલી ધમકી પ્રમાણે તે દુષ્ટોનાં સંતાનો પર તેમ જ ભૂંડાઈ આચરનારાઓ પર આફત ઉતારે છે. તે શિક્ષા કર્યા વિના રહેતા નથી.


સર્વસમર્થ પ્રભુએ મને જણાવ્યું છે: “આ બધાં મોટાં ઘર ઉજ્જડ બની જશે અને સુંદર હવેલીઓ નિર્જન બની જશે.


ધાવણું બાળક થોડા જ દિવસ જીવીને મૃત્યુ પામે અથવા વૃદ્ધ માણસ પાકટ વયનું પૂરું આયુષ્ય જીવવા ન પામે એવું ત્યાં બનશે નહિ. કારણ, કોઈ માણસ સો વર્ષની ઉંમરે મરી જાય તો તે જુવાનવયે મરણ પામ્યો ગણાશે અને સો વર્ષની ઉંમર સુધી પહોંચી નહિ શકનાર પાપી શાપિત કહેવાશે.


યરુશાલેમ, તારાં લંપટ કૃત્યોથી તું ભ્રષ્ટ બની છે. મેં તને શુદ્ધ કરવાની કોશિષ કરી પણ તું શુદ્ધ થઈ નહિ; એટલે તારા ઉપર હું મારો પૂરેપૂરો પ્રકોપ નહિ ઉતારું ત્યાં સુધી તું તારી મલિનતાથી ફરી શુદ્ધ બનવાની નથી.


સાચે જ, પોતાના સેવકો સંદેશવાહકો સમક્ષ પોતાની રહસ્યમય યોજના પ્રગટ કર્યા વગર પ્રભુ પરમેશ્વર કંઈ જ કરતા નથી.


પ્રભુએ ઇઝરાયલના ગૌરવના સમ ખાધા છે, “હું તેમનાં કોઈ દુષ્કર્મો વીસરી જઈશ નહિ.


પણ તેણે તેમને રોકયા નહિ. તેથી મેં એલીના કુટુંબ વિરુદ્ધ શપથ લીધા છે કે કોઈપણ જાતના યજ્ઞથી કે અર્પણથી એમનાં પાપનું પ્રાયશ્ર્વિત કરી શકાશે નહિ.”


હવે શાઉલ આવી પહોંચ્યો તેના એક દિવસ અગાઉ પ્રભુએ શમુએલને કહ્યું હતું,


Lean sinn:

Sanasan


Sanasan