Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 21:4 - પવિત્ર બાઇબલ C.L.

4 મારું મન આઘાત પામ્યું છે અને હું ભયથી ધ્રૂજી ઊઠયો છું. મેં સંયાના સારા સમયની અપેક્ષા રાખેલી, પણ એ ય મારે માટે ભયંકર થઈ પડી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મારું હ્રદય વ્યાકુળ થયું છે, ભયથી હું ત્રાસ પામ્યો છું; સાંજનો આનંદનો વખત મારે માટે તો ધ્રુજારીનો વખત થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મારું હૃદય વ્યાકુળ થયું છે; ભયથી હું ત્રાસ પામ્યો છું; જે રાત હું ઇચ્છતો હતો તે મારા માટે ધ્રૂજારીમાં ફેરવાઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મારા મગજને ચક્કર આવે છે, હું ભયથી ધ્રૂજુ છું, જે સંધ્યાને હું ઝંખતો હતો તે જ મને ભયથી થથરાવી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 21:4
19 Iomraidhean Croise  

ત્યારે અદોનિયાના મહેમાનો ગભરાયા અને સૌ ઊઠીને પોતપોતાને રસ્તે પડ્યા.


વળી હામાને કહ્યું, “અરે, એ તો ઠીક, પણ એસ્તેર રાણીએ રાજાની સાથે માત્ર મને એકલાને જ મિજબાનીમાં બોલાવ્યો હતો અને આવતી કાલે પણ ફરી ત્યાં ભોજનનું આમંત્રણ છે.


હું ત્રાસથી ધ્રૂજી ઊઠયો છું, અને મહાઆંતકથી ઘેરાઈ ગયો છું.


મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખો હોત તો કેવું સારું! તો તો હું ઊડી જઈને વિશ્રાંતિ પામત!


મારી આંતરડી ઉકળી ઊઠી છે, તે કકળી ઊઠી છે. મારા હૃદયમાં ભારે વેદના છે. મારું હૈયું વલોવાઈ રહ્યું છે, અને મને જરાય જંપ નથી. હે મારા જીવ, તેં રણશિંગડાનો નાદ-યુદ્ધનો પોકાર સાંભળ્યો છે.


તેઓ ઉગ્ર થશે ત્યારે હું મિજબાનીમાં તેમને પીણાં પીવડાવીશ, હું તેમને ચકચૂર અને મસ્ત બનાવીશ અને ત્યાર પછી તેઓ કાયમી ઊંઘમાં પોઢી જશે અને ફરી કદી ઊઠશે નહિ.


હું તેના શાસકોને, જ્ઞાનીઓને, રાજ્યપાલોને, અધિકારીઓને તથા સૈનિકોને પીવડાવીને ચકચૂર બનાવીશ. તેઓ ચિરનિદ્રામાં પોઢી જશે અને ફરી કદી જાગશે નહિ.” આ તો રાજાની, હા, જેમનું નામ સેનાધિપતિ યાહવે છે તે ઈશ્વરની વાણી છે.


એક રાત્રે બેલ્શાસ્સાર રાજાએ પોતાના હજાર ઉમરાવોને ભોજન સમારંભમાં આમંત્રણ આપ્યું, અને તેમણે સાથે મળીને દ્રાક્ષાસવ પીધો.


તે જ રાત્રે બેબિલોનનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.


એકાએક માણસના હાથનો પંજો દેખાયો અને તેણે દીપવૃક્ષની પાસેની રાજમહેલની દીવાલ પર જવલંત પ્રકાશમાં લખવા માંડયું. રાજાએ લેખ લખતા હાથનો પંજો જોયો.


ભેગાં કરેલાં ઝાંખરા અને ખૂંપરાની જેમ તેમને બાળી નાખવામાં આવશે.


તમારા મનમાં ગભરાટ હશે અને તમારી સમક્ષ ભયંકર દૃશ્યો હશે; તેથી સવારે તમે કહેશો, ‘હે ઈશ્વર, ક્યારે સાંજ પડે!’ અને સાંજે તમે કહેશો, ‘હે ઈશ્વર, ક્યારે સવાર થશે!’


જેમ ગરૂડ માળાને હચમચાવી નાખે છે અને પછી પડતાં બચ્ચાંની ઉપર ઊડયા કરે છે અને છેવટે પોતાની પાંખો પ્રસારીને તેમને ઝીલી લે છે, તેમ પ્રભુએ તેમને ઊંચકી લીધા.


Lean sinn:

Sanasan


Sanasan