Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 2:9 - પવિત્ર બાઇબલ C.L.

9 સૌને નમાવવામાં આવશે અને સૌની નામોશી થશે. હે પ્રભુ, તમે તેમને માફ કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 દરિદ્રી પ્રણામ કરે છે, અને ધનવાન પણ નમે છે. એથી જ તમે તેઓને માફ કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે લોકો ઘૂંટણે પડશે અને દરેક વ્યક્તિને નીચા નમાવવામાં આવશે. તેથી તેમનો સ્વીકાર કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 સૌ કોઇને નીચા પાડવામાં આવશે. સૌને નીચા નમાવવામાં આવશે. તું એમને માફ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 2:9
16 Iomraidhean Croise  

તમે તેમના દુરાચારની ક્ષમા આપશો નહિ અને તેમનાં પાપ ભૂલી જશો નહિ. કારણ, તેમણે અમ બાંધનારાઓનું અમારી સામે જ અપમાન કર્યું છે.”


સામાન્યજનો અને ખાનદાન લોકો, ધનિકો અને નિર્ધનો, તમે સૌ ધ્યાન દો.


હે સેનાધિપતિ પ્રભુ, તમે તો ઇઝરાયલના ઈશ્વર છો. જાગો અને સર્વ વિધર્મી રાષ્ટ્રોને સજા કરો; ભૂંડાઈ આચરનાર કોઈ પણ દેશદ્રોહી પ્રત્યે દયા દર્શાવશો નહિ.(સેલાહ)


સાચે જ સામાન્ય જનો વ્યર્થ છે અને ખાનદાન લોકો મિથ્યા છે, તેમને સૌને ત્રાજવામાં સાથે તોલવામાં આવે તો ય તેમનું પલ્લું ઊંચું થશે; કારણ, તેઓ તો શ્વાસ કરતાં યે હલકા છે.


તેઓ ડાળીઓ પરનાં બધાં પાંદડાં તોડી ખાય છે. ડાળીઓ સુકાઈ જતાં તેમને ભાગી નાખવામાં આવી છે. સ્ત્રીઓ તેમને એકઠી કરીને બળતણને માટે વાપરે છે. સાચે જ આ લોકો કશું સમજતા નથી. તેથી તેમના સર્જનહાર ઈશ્વર તેમના પર દયા કે સહાનુભૂતિ દાખવશે નહિ.


દરેક માણસ નીચો નમાવાશે, બલ્કે, સમસ્ત માનવજાતને નમાવવામાં આવશે, સર્વ ઉદ્ધત આંખો નીચી નમાવાશે.


પણ સર્વસમર્થ પ્રભુ તેમનાં ન્યાયકૃત્યો દ્વારા પોતાની મહત્તા પ્રગટ કરશે અને પવિત્ર ઈશ્વર યથાર્થ ન્યાય કરીને પોતાની પવિત્રતાનું પ્રમાણ આપશે.


તું ઓલિવતેલ અને જાતજાતનાં અત્તરો લઈને મોલેખ પાસે પહોંચી ગઈ. ઉપાસના કરવા માટેના દેવોની શોધમાં તેં તારા રાજદૂતોને દૂર દૂર અરે, છેક મૃત્યુલોક શેઓલ સુધી મોકલ્યા.


પણ હે પ્રભુ, મને મારી નાખવાનું તેમનું કાવતરું તમે બરાબર જાણો છો; માટે તેમના અપરાધોની ક્ષમા કરશો નહિ, અથવા તમારી નજર આગળથી તેમનાં પાપ ભૂંસી નાખશો નહિ. તમારી સમક્ષ તેમને ઊંધા પછાડો, અને તમે ક્રોધમાં હો ત્યારે જ તેમને સજા કરો!”


પણ પવિત્ર આત્મા વિરુદ્ધ જે કોઈ ભૂંડી વાત બોલશે તેને કદી માફ કરવામાં આવશે નહિ;


કારણ, બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડયા છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે.


નમ્રતાનો દેખાવ કરીને સ્વેચ્છાપૂર્વક વર્તનાર અને દૂતોની ભક્તિ પર ભાર મૂકનાર કોઈ માણસ તમારામાં ધુસણખોરી કરીને તમને ઈનામ માટે અયોગ્ય ન ઠરાવે. તેને જેનું દર્શન થયું નથી એવી બાબતો વિશે તે પોતાના દુન્યવી મનથી વ્યર્થ ફૂલાશ મારે છે,


જો કે, આવેશી ભક્તિ, દંભી નમ્રતા અને શારીરિક કષ્ટ પ્રેરનાર નિયમોમાં જ્ઞાનનો આભાસ તો થાય છે; પણ શારીરિક વાસનાઓને અંકુશમાં રાખવા તે કોઈ રીતે ઉપયોગી નથી.


યહોશુઆએ લોકોને કહ્યું, “પણ તમે કદાચ પ્રભુની સેવા નહિ કરી શકો. તે તો પવિત્ર ઈશ્વર છે અને તમારાં પાપની ક્ષમા નહિ આપે; કારણ, તે પોતાના કોઈ પ્રતિસ્પર્ધીને સાંખી લેતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan