Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 હે ઈશ્વર, તમે તમારા લોકને, યાકોબના વંશજોને તજી દીધા છે. પલિસ્તીઓ તથા પૂર્વમાંથી આવેલા લોકોમાંથી ધંતરમંતર કરનારા તેમની વચમાં મોટી સંખ્યામાં વસે છે. તેમણે પરદેશીઓ સાથે હાથ મિલાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 [હે પ્રભુ,] તમે તમારા લોકોને, એટલે યાકૂબનાં સંતાનોને તજી દીધાં છે; કારણ કે તેઓ પૂર્વ [તરફના દેશો] ના રીતરિવાજોમાં મશગૂલ, અને પલિસ્તીઓની જેમ ધંતરમંતર કરનારા થયા છે, તેઓ પારકાનાં સંતાન સાથે મિત્રાચારી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે તમે તમારા લોકોને, એટલે યાકૂબના સંતાનોને તજી દીધા છે, કારણ કે તેઓ પૂર્વ તરફના દેશોના રિવાજોથી ભરપૂર અને પલિસ્તીઓની જેમ શકુન જોનારા થયા છે અને તેઓ વિદેશીઓનાં સંતાનો સાથે હાથ મિલાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હે યાકૂબના કુળો, તમે તમારા લોકોને છોડી દીધા છે. તેઓ પૂર્વ દેશોના અને પલિસ્તીના ધંતરમંતર કામણટૂમણ ને વહેમોમાં તથા વિદેશીઓના રસ્તા અને રીતરિવાજોને અનુસરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 2:6
31 Iomraidhean Croise  

ઇઝરાયલનો રાજા અહાઝયા સમરૂનમાંના તેના મહેલના ઉપલા માળના ઝરુખામાંથી ગબડી પડયો અને તે ગંભીર રીતે ઘવાયો. તેથી પોતે સાજો થશે કે નહિ તે જાણવા માટે તેણે કેટલાક સંદેશકોને પલિસ્તી નગર એક્રોનના દેવ બઆલ- ઝબૂલને પૂછવા મોકલ્યા.


પ્રભુએ સર્વ ઇઝરાયલીઓનો ત્યાગ કર્યો અને તેમને શિક્ષા કરી તેમને તેમના ક્રૂર શત્રુઓના હાથમાં સોંપી દીધા અને અંતે તેમણે તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા.


પ્રભુને વફાદાર નહિ હોવાને લીધે શાઉલ મરણ પામ્યો. પ્રભુની આજ્ઞાનો અનાદર કરીને તેણે મૃતાત્માને સાધીને માર્ગદર્શન આપનારની સલાહ લેવાનો પ્રયાસ કર્યો;


એટલે તે આસા રાજાને મળવા ગયો. તેણે કહ્યું, “હે રાજા આસા અને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ લોકો, મારું સાંભળો! તમે જ્યાં સુધી પ્રભુના પક્ષમાં છો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તમે તેમને શોધશો, તો તે તમને મળશે. પણ જો તમે વિમુખ થશો, તો તે તમારો ત્યાગ કરશે.


પછી ઈશ્વરના આત્માએ યહોયાદા યજ્ઞકારના પુત્ર ઝખાર્યાનો કબજો લીધો. પછી તેણે લોકો સમક્ષ ઊભા રહીને તેમને કહ્યું: “પ્રભુ ઈશ્વર પૂછે છે કે મારી આજ્ઞાઓ ઉથાપીને તમે શા માટે પોતા પર આપત્તિ વહોરી લો છો? તમે પ્રભુનો ત્યાગ કર્યો છે માટે તેમણે પણ તમારો ત્યાગ કર્યો છે!”


એ દિવસે મને એ પણ ખબર પડી કે ઘણા યહૂદી પુરુષોએ આશ્દોદ, આમ્મોન અને મોઆબની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં.


પરંતુ તેમણે તો તેઓ સાથે આંતરલગ્નો કર્યાં, અને તેમના રિવાજો અપનાવ્યા.


“જો કોઈ સ્ત્રી જાદુક્રિયા કરતી હોય તો તેને મારી નાખવી.


વળી, તમારા પુત્રો ત્યાંની પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરશે અને તે સ્ત્રીઓ તેમને તેમના દેવોની પૂજા કરવા પ્રેરશે અને એ રીતે તેઓ તમને બેવફા બનાવી દેશે.


મારા પુત્ર, શું તું તારા પડોશીનો જામીન થયો છે? કે શું કોઈ અજાણ્યા માટે લેખિત બાંયધરી આપી છે?


“હે પલિસ્તીઓ, તમને મારનાર લાઠી તૂટી ગઈ છે, પણ તેથી તમારે કંઈ હરખાવાની જરૂર નથી. એક સાપમાંથી બીજો ઝેરી સાપ પેદા થાય છે; એનું બચ્ચું ઊડણ સાપ બને છે.


લોકો તમને કહેશે કે, “જોશીઓ અને બડબડ કરનારા ભૂવાઓનો સંપર્ક સાધો. લોકોએ પોતાના દેવને ન પૂછવું જોઈએ? તેમણે જીવતાં માણસો માટે મરેલાંઓને પૂછવું જોઈએ?”


પ્રભુ આ પ્રમાણે કહે છે: બીજી પ્રજાઓના રીતરિવાજો શીખશો નહિ, બીજા દેશોમાં લોકો ભલે ભયભીત થાય, પણ તમે આકાશમાંના અસામાન્ય દેખાવોથી ગભરાશો નહિ.


પ્રભુ કહે છે, “મેં મારો દેશ ઇઝરાયલ છોડી દીધો છે, મારા વારસા સમી પ્રજાનો ત્યાગ કર્યો છે, અને મારી પ્રાણપ્રિય પ્રજાને તેના શત્રુઓના હાથમાં સોંપી દીધી છે.


તમે શા માટે અમને લાંબા સમયથી ત્યજી દીધા છે? શું તમે અમને ફરી કદી નહિ સંભારો?


“મૃતાત્માઓ સાથે વાતચીત કરીને સલાહ આપનારા ભૂવાઓ પાસે જવું નહિ. જો તેમ કરશો તો તમે વિધિગત રીતે અશુદ્ધ ગણાશો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


“જો કોઈ મૃતાત્માઓ સાથે વાતચીત કરી સલાહ આપનાર ભૂવા પાસે જાય તો હું તેની વિરુદ્ધ થઈશ અને મારા લોક મધ્યેથી હું તેનો બહિષ્કાર કરીશ.


તમારા દેશનાં શહેરોનો હું નાશ કરીશ અને તમારા કિલ્લાઓને તોડી પાડીશ.


તમારા હાથે બાંધેલાં જાદુઈ માદળિયાં હું તોડી નાખીશ અને જોશ જોનારને હું રહેવા દઈશ નહિ.


સંહારના એ દિવસે રાજપુરુષો, રાજકુમારો અને વિદેશી રીતરિવાજોનું અનુકરણ કરનારા સૌનો હું નાશ કરીશ.


બલામે પોતાને પ્રભુ તરફથી મળેલી વાણી કહી સંભળાવી. “મોઆબનો રાજા બાલાક મને અરામથી, પૂર્વની પર્વતમાળામાંથી બોલાવી લાવ્યો છે. તેણે કહ્યું, ‘આવ, અને યાકોબના વંશજોને શાપ દે; આવ, અને ઇઝરાયલીઓને ધૂત્કાર.’


એ ખરું છે. અવિશ્વાસને લીધે તેમને તોડી નાખવામાં આવ્યા અને વિશ્વાસને લીધે તું એ સ્થાને ટકી રહ્યો છે; છતાં અભિમાન ન કર, પણ ભય રાખ.


તે પછી પલિસ્તીઓએ યજ્ઞકારો અને જ્યોતિષીને બોલાવીને પૂછયું, “પ્રભુની કરારપેટીનું આપણે શું કરીશું? તેને તેના મૂળ સ્થાને પાછી મોકલવી હોય, તો આપણે એને શી રીતે મોકલીએ?”


Lean sinn:

Sanasan


Sanasan