Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 2:22 - પવિત્ર બાઇબલ C.L.

22 હવે મર્ત્ય માનવીનો ભરોસો ન કરશો. એની શી વિસાત છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તમે માણસની આશા છોડો કે, જેનો શ્વાસ તેનાં નસકોરાંમાં જ છે; તે શી ગણતરીમાં છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 માણસનો ભરોસો છોડી દો, કેમ કે તેના શ્વાસ તેના નસકોરામાં છે; તે શી ગણતરીમાં છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 હવે માણસને ભરોસે રહેશો નહિ, કારણ એની શી વિસાત છે? જેનો શ્વાસ તેના નસકોરાંમાં જ છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 2:22
14 Iomraidhean Croise  

પ્રભુ પરમેશ્વરે ભૂમિની માટીમાંથી માણસ બનાવ્યો. તેમણે તેનાં નસકોરાંમાં જીવનદાયક શ્વાસ ફૂંક્યો એટલે માણસ જીવંત પ્રાણી બન્યો.


શ્વાસોશ્વાસ લેતા પૃથ્વી પરના સર્વ સજીવો મૃત્યુ પામ્યા.


જ્યાં સુધી મારા જીવમાં જીવ છે અને મારી નાસિકામાં ઈશ્વરદત્ત શ્વાસ ફૂંક્તો હશે,


હું નેતાઓ પર ભરોસો રાખીશ નહિ, તેમજ માનવજાત પર પણ નહિ; કારણ, તેમની પાસે ઉદ્ધાર નથી.


સાચે જ સામાન્ય જનો વ્યર્થ છે અને ખાનદાન લોકો મિથ્યા છે, તેમને સૌને ત્રાજવામાં સાથે તોલવામાં આવે તો ય તેમનું પલ્લું ઊંચું થશે; કારણ, તેઓ તો શ્વાસ કરતાં યે હલકા છે.


ત્યારે હું વિચારું છું કે, માણસ તે કોણ કે તમે તેનું સ્મરણ કરો છો? અને માનવપુત્ર તે કોણ કે તમે તેની દરકાર રાખો છો?


પ્રભુની નજરમાં દેશો ડોલમાંના ટીપાં જેવાં તથા ત્રાજવે ચોંટેલી ધૂળ જેવા છે અને ટાપુઓ તો રજકણ જેવા હલકા છે.


તેમની આગળ દેશો વિસાત વિનાના છે. તે તેમને નહિવત્ ગણે છે.


પ્રભુ કહે છે, “હું તમને હૈયાધારણ આપું છું તો પછી મર્ત્ય માનવથી, ઘાસ જેવા નાશપાત્ર માણસોથી શા માટે બીઓ છો?


પ્રભુ કહે છે, “પ્રભુથી વિમુખ થઈને મર્ત્ય માણસ પર ભરોસો રાખનાર અને મનુષ્યના બળ પર જ આધાર રાખનાર શાપિત થશે.


એવું સર્વસમર્થ પ્રભુને બતાવવાનો શો અર્થ છે? અમે જોઈએ છીએ તેમ ગર્વિષ્ઠો જ સુખાનંદમાં હોય છે. માત્ર દુષ્ટોની જ આબાદી થાય છે, પોતાનાં દુષ્કૃત્યોથી તેઓ ઈશ્વરની ધીરજની ક્સોટી કરે છે, અને છતાં તેઓ છટકી જાય છે!”


આવતીકાલે તમારા જીવનનું શું થશે તે તમે જાણો છો? તમે તો ધૂમ્મસ જેવા છો. જે થોડીવાર સુધી દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan