Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 2:2 - પવિત્ર બાઇબલ C.L.

2 આખરી દિવસોમાં પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતોમાં મુખ્ય બની રહેશે, અને તેને બધા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે. બધી પ્રજાઓ ત્યાં પ્રવાહની જેમ ચાલી આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની જેમ પ્રવેશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 છેલ્લાં દિવસોમાં, યહોવાહના ઘરનો પર્વત બીજા પર્વતો કરતાં ઊંચો સ્થાપન થશે અને તેને શિખરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવેશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 છેલ્લા કાળમાં, યહોવાના મંદિરનો પર્વતના શિખરો પર સ્થાપન થશે. અને બીજા બધા શિખરોથી ઉંચો જશે. દેશવિદેશનાં અસંખ્ય લોકોનો પ્રવાહ ત્યાં પગે ચાલતો આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 2:2
56 Iomraidhean Croise  

પછી યાકોબે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું, “તમે બધા એકત્ર થાઓ એટલે તમારા પર ભવિષ્યમાં શું શું વીતશે તે હું તમને જાહેર કરું:


મને સચોટ ખાતરી છે કે મારો બચાવ કરનાર જીવંત છે; છેવટે પૃથ્વીના પટ પર તે ખડા થશે;


પ્રભુએ આવરદાની અધવચ્ચે મારી શક્તિ ઘટાડી દીધી, તેમણે મારું આયુષ્ય ટૂંકાવ્યું.


માગ, અને હું તને બધાં વિદેશી રાષ્ટ્રો વારસામાં આપીશ, અને સમગ્ર પૃથ્વી તારી થશે.


પૃથ્વીની સર્વ સીમાના લોકો પ્રભુને સંભારીને તેમની તરફ ફરશે; અન્ય સર્વ દેશોની બધી પ્રજાઓ તેમની આરાધના કરશે.


કારણ કે રાજ્ય પ્રભુનું છે; તે જ બધી પ્રજાઓ પર શાસન કરે છે.


તે અત્યંત રમણીય અને ઉન્‍નત છે, અને સમસ્ત પૃથ્વી માટે આનંદકારક છે. સિયોન પર્વત સાફોન પર્વત સમો ઊંચો અને કેન્દ્રસ્થાને છે; તે રાજાધિરાજનું નગર છે.


પ્રચંડ રથોની સાથે, હજારો અને લાખો રથોની સાથે, પ્રભુ સિનાઈ પર્વત પરથી પોતાના પવિત્રસ્થાનમાં જાય છે.


તેની રાજસત્તા એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી અને યુફ્રેટિસ નદીથી તે પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરો.


હે પ્રભુ, તમે સર્વ પ્રજાઓ સર્જી છે; તેઓ તમારી સમક્ષ આવીને પ્રણામ કરશે, અને તમારા નામનો મહિમા ગાશે.


પ્રભુએ બાંધેલ નગરનો પાયો તેમનો પવિત્ર સિયોન પર્વત છે.


યાકોબના વંશજોનાં સર્વ નિવાસસ્થાનો કરતાં પ્રભુને સિયોન નગરના દરવાજાઓ વિશેષ પ્રિય છે.


તે દિવસે યિશાઈનું મૂળ પ્રજાઓ માટે સંકેતની વજા બની રહેશે. તેઓ તેની પાસે એકત્ર થશે અને તેના નિવાસસ્થાનનું ગૌરવ વધશે.


સર્વસમર્થ પ્રભુ દુનિયાની બધી પ્રજાઓ માટે સિયોન પર્વત પર મિજબાની તૈયાર કરશે. તેમાં સર્વશ્રેષ્ઠ વાનગીઓ, અત્યુત્તમ માંસાહાર અને સર્વોત્તમ દ્રાક્ષાસવ પીરસવામાં આવશે.


તે દિવસે આશ્શૂરમાં સપડાયેલા અને ઇજિપ્તમાં દેશવટો પામેલા બધા ઇઝરાયલીઓને પાછા બોલાવવા રણશિંગડું વગાડવામાં આવશે. તેઓ પાછા આવશે અને યરુશાલેમમાં પવિત્ર પર્વત પર પ્રભુનું ભજન કરશે.


પવિત્ર પર્વની રાત્રે ગીત ગાતા હો તેમ તમે આનંદથી ગાશો. વીણાના સંગીત સાથે ઇઝરાયલના ખડક સમા રક્ષક પ્રભુના મંદિરના પર્વતે જતી વેળાએ વાંસળી વગાડતા લોકની જેમ તમારાં હૃદય આનંદથી છલકાશે.


પ્રભુએ કહ્યું, “તોપણ હે મારા સેવક, યાકોબનાં કુળોને સંસ્થાપિત કરવાં અને મેં ઇઝરાયલના બચાવી રાખેલા લોકને પાછા ફેરવવા એ તો તારે માટે કંઈ બહુ મોટું કામ નથી; એથી વિશેષ, હું તો તને બિનયહૂદી પ્રજાઓ માટે પ્રકાશરૂપ કરીશ. જેથી તું પૃથ્વીને છેડેછેડે મારા ઉદ્ધારને પ્રસરાવે.”


તેમને તો હું પુત્રપુત્રીઓ દ્વારા ચાલુ રહેતાં નામ અને સ્મારક કરતાં વધારે સારું નામ અને સારું સ્મારક મારા મંદિરમાં તથા કોટની દીવાલની અંદર શહેરમાં આપીશ.”


“હું તમને મારા પવિત્ર પર્વત સિયોનમાં લાવીશ. મારા પ્રાર્થનાના ઘરમાં તમને આનંદ પમાડીશ અને મારી વેદી પર તમારાં બલિદાનોનો સ્વીકાર કરીશ.કારણ, મારું મંદિર સર્વ પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.”


પ્રજાઓ તારા પ્રકાશ તરફ અને રાજાઓ તારા તેજોદય તરફ ચાલ્યા આવશે.


“પણ તમે જેઓ મારો ત્યાગ કરીને તથા મારા પવિત્ર પર્વત સિયોનને વીસરી જઈને ભાગ્યદેવતા ગાદને નૈવેદ્ય ધરીને તથા નિયતિ દેવતા મેનીને માટે મિશ્ર દ્રાક્ષાસવના પ્યાલા ભરીને તેમની ઉપાસના કરો છો તેમને માટે તો હું આમ કરીશ.


ઇઝરાયલીઓ જેમ પ્રભુના ઘરમાં શુદ્ધ પાત્રોમાં અર્પણો લાવે છે તેમ તેઓ તમારા જાતભાઈઓને પ્રભુને અર્પણ તરીકે ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો તથા ઊંટો પર બેસાડીને યરુશાલેમમાં મારા પવિત્ર પર્વત પર લાવશે.


પ્રત્યેક ચાંદ્ર માસના પ્રથમ દિવસે અને પ્રત્યેક સાબ્બાથને દિવસે સર્વ પ્રજાઓના લોક મારી સમક્ષ આવીને નમીને પ્રણામ કરશે.”


હે પ્રભુ, સંકટ સમયે મારું રક્ષણ કરનાર, મને શક્તિ આપનાર અને મને આશ્રય આપનાર તમે જ છો. પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા પૂર્વજો પાસેથી તો અમને વારસામાં જૂઠા દેવો અને નિર્જીવ અને નકામી મૂર્તિઓ જ મળી છે.


પ્રભુના મનસૂબા પાર ન પડે ત્યાં સુધી પ્રભુનો કોપ શાંત પડશે નહિ. આવનાર દિવસોમાં તમને આ વાત બરાબર સમજાશે:


“યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મોરેસેથનો મીખા નામે સંદેશવાહક પ્રભુનો સંદેશ પ્રગટ કરતો હતો. તેણે યહૂદિયાના સર્વ લોકોને આમ કહ્યું હતું, ‘સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; સિયોન નગરને ખેતરની માફક ખેડવામાં આવશે. યરુશાલેમમાં ખંડેરના ઢગલા થઇ જશે, અને મંદિરનો પર્વત જંગલ બની જશે.”


એ સમયે યરુશાલેમ ‘પ્રભુ યાહવેનું રાજ્યાસન’ કહેવાશે અને સર્વ દેશના લોકો મારે નામે ભક્તિ કરવા યરુશાલેમમાં એકત્ર થશે, ત્યારે તેઓ તેમનાં હઠીલાં અને ભ્રષ્ટ અંત:કરણો પ્રમાણે વર્તશે નહિ.


પ્રભુનો સંકલ્પ પાર પડે નહિ, ત્યાં સુધી પ્રભુનો ઉગ્ર કોપ શમશે નહિ. ભવિષ્યમાં એ તમને સમજાશે.)


તેઓ સિયોનના પર્વત પર જય જયકાર કરતા આવશે. તેઓ પ્રભુની ભલાઈથી કિલ્લોલ કરશે. તેઓ પ્રભુની બધી બક્ષિસો એટલે, અનાજ,દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઘેટાં અને ઢોરઢાંક આનંદથી ભોગવશે. તેમનાં જીવન પૂરેપૂરી રીતે સિંચાયેલી વાડી જેવાં થશે, અને તેઓ ફરીથી ઝૂરશે નહિ.


પરંતુ અંત સમયે હું મોઆબને ફરીથી આબાદ બનાવીશ હું પ્રભુ આ બોલું છું.”


આખરે હું એલામને ફરીથી આબાદ બનાવીશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


બેબિલોનના દેવ બેલને હું સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે હું ઓકાવી દઈશ. બીજી પ્રજાઓ તેની પૂજા કરવા ત્યાં આવશે નહિ.


આખા દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલી લોક પર ચઢી આવશે. હે ગોગ, હું તને પાછલા દિવસોમાં મારા દેશ પર આક્રમણ કરવાને લઈ આવીશ, જેથી તારી મારફતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરું અને તે દ્વારા તેઓ મને ઓળખે.”


અને તે મને દૈવી દર્શનમાં ઇઝરાયલ દેશમાં લઈ ગયા અને મને એક ઊંચા પહાડ પર મૂક્યો. તે પહાડ પર દક્ષિણ તરફ જાણે કોઈ નગર હોય તેમ મકાનોનો સમૂહ દેખાતો હતો.


તારા લોક પર ભવિષ્યમાં શું વીતશે તે સમજાવવા હું આવ્યો છું. આ દર્શન દૂરના ભવિષ્યનું છે.”


પણ આકાશમાં એક ઈશ્વર છે જે રહસ્યો ખોલે છે. ભવિષ્યમાં જે બનવાનું છે તે તેમણે આપને જણાવ્યું છે. તમે નિદ્રાધીન હતા ત્યારે સ્વપ્નમાં તમને જે દર્શન થયેલું તે હવે હું તમને કહીશ.


તરત જ લોખંડ, માટી, તાંબુ, ચાંદી અને સોનું ભાંગીને ભૂકો થઈ ગયાં અને ઉનાળામાં ખળાની ધૂળ જેવા બની ગયાં. પવનથી એ બધું એવું ઊડી ગયું કે એનું નામનિશાન રહ્યું નહિ. પણ પેલો પથ્થર મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.


કોઈના પણ સ્પર્શ વિના પર્વતમાંથી છૂટા પડી ગયેલા પથ્થરે પેલી લોખંડ, તાંબુ, માટી, ચાંદી, અને સોનાની મૂર્તિનો ભાંગીને ભૂક્કો કર્યો તે આપે જોયું હતું. મહાન ઈશ્વરે ભવિષ્યમાં જે બનવાનું છે તે આપ નામદારને બતાવ્યું છે. આપને આવેલું સ્વપ્ન ચોક્કસ અને તેનો અર્થ સાચો છે.”


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


ઉત્તરમાં ગેબાથી માંડીને દક્ષિણમાં રિમ્મોન સુધીનો સમગ્ર પ્રદેશ સપાટ થઈ જશે. યરુશાલેમ આસપાસના સર્વ પ્રદેશ કરતાં ઊંચું કરાશે; શહેરનો વિસ્તાર બિન્યામીનના દરવાજાથી અગાઉ જ્યાં દરવાજો હતો ત્યાં ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી રાજવી દ્રાક્ષકુંડ સુધીનો હશે.


ત્યારે તો યાહવે આખી પૃથ્વી પર રાજા હશે; સૌ કોઈ તેમનું ઈશ્વર તરીકે ભજન કરશે અને એ જ નામે તેમને ઓળખશે.


ઘણી પ્રજાઓ અને મહાસત્તાઓ સર્વસમર્થ પ્રભુનું ભજન કરવા અને આશિષ માટે તેમની પ્રાર્થના કરવા યરુશાલેમ આવશે.


મારા પવિત્ર શહેર યરુશાલેમમાં હું પાછો ફરીશ અને ત્યાં જ વસીશ. તે તો વિશ્વાસુ નગર તરીકે ગણાશે અને સર્વસમર્થ પ્રભુનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


ત્યારે તો સર્વ પ્રજાઓ તમને ધન્ય કહેશે, કારણ તમારો દેશ વસવાલાયક છે.”


બલામે બાલાકને કહ્યું, “હું તો ઘેર મારા લોક મધ્યે પાછો જઉં છું. પણ જતાં પહેલાં આ ઇઝરાયલીઓ ભવિષ્યમાં તારા મોઆબી લોકના કેવા હાલ કરશે તે જાણી લે.”


‘ઈશ્વર કહે છે, હું અંતિમ દિવસોમાં આમ કરીશ: હું મારા આત્માથી બધા માણસોનો અભિષેક કરીશ. તમારા પુત્રો અને પુત્રીઓ ઉપદેશ કરશે. તમારા યુવાનો સંદર્શનો જોશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે.


આ વાતો યાદ રાખ! અંતના સમયમાં મુશ્કેલીના દિવસો આવશે.


પણ આ અંતિમ કાળમાં તે આપણી સાથે પોતાના પુત્ર દ્વારા બોલ્યા છે. તેમના દ્વારા ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું, અને છેવટે તેમને સર્વ વસ્તુઓના વારસદાર તરીકે નીમ્યા છે.


સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે અંતના દિવસોમાં પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા કેટલાક લોકો ઊભા થશે. તેઓ તમારી મજાક ઉડાવશે અને કહેશે,


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


પછી મેં રાજ્યાસનો જોયાં અને જેમને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, તેમને તેમના પર બેઠેલા જોયા. ઈસુએ પ્રગટ કરેલ સત્ય અને ઈશ્વરના સંદેશને લીધે જેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો તેઓ એ હતા. તેમણે પેલા પશુની કે તેની મૂર્તિની પૂજા કરી ન હતી અને તેમના કપાળે કે હાથે પશુની છાપ લીધી ન હતી. તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan