Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 2:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 માણસની ગર્વિષ્ઠ દષ્ટિ નીચી કરવામાં આવશે, ને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 માણસની ગર્વિષ્ઠ દૃષ્ટિ નીચી કરવામાં આવશે અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને તે દિવસે એકલા યહોવાહ જ શ્રેષ્ઠ મનાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તે દિવસે માણસના ગર્વને નીચો નમાવવામાં આવશે. અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે અને ફકત યહોવાનો જ મહિમા કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 2:11
61 Iomraidhean Croise  

નમ્રજનોને તમે બચાવો છો, પણ તમે અભિમાનીઓને ધ્યાનમાં રાખીને નીચા પાડો છો.


તમે પીડિતોનો ઉદ્ધાર કરો છો. પરંતુ ગર્વિષ્ઠ આંખોને નમાવો છો!


હે પ્રભુ, તમે મારો દીપક પ્રગટાવો છો; તમે મારા અંધકારને પ્રકાશમાં પલટી નાખો છો.


તેઓ તો ઠોકર ખાઈને પતન પામશે, પરંતુ આપણે તો ઊઠીને ઊભા થઈશું.


ઈશ્વર કહે છે, “શાંત થાઓ અને કબૂલ કરો કે, હું ઈશ્વર છું; હું રાષ્ટ્રોમાં સર્વોપરિ અને પૃથ્વીમાં સર્વસત્તાધીશ છું.”


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


હે વિશ્વના ન્યાયાધીશ ઊઠો, અને અહંકારીઓને યોગ્ય સજા કરો.


પ્રભુ મનના બધા પ્રકારના અહંકારને ધિક્કારે છે, સાચે જ અહંકારીઓ શિક્ષા પામ્યા વિના રહેશે નહિ.


એવા લોકો પણ હોય છે જેમની આંખોમાં ઘમંડ હોય છે, અને જેઓ સૌને તુચ્છકારની નજરે જુએ છે.


પણ પ્રભુ કહે છે, “સિયોન પર્વત પર અને યરુશાલેમમાં મારું કાર્ય પૂરું થયા પછી હું આશ્શૂરના રાજાને તેના મનના ઘમંડ માટે અને તેની આંખની મગરૂબી માટે સજા કરીશ.”


તે દિવસે તમે ગાશો: “હે પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, પણ હવે તમારો રોષ શમી ગયો છે અને તમે મને દિલાસો આપો છો.


એ દિવસે લોકો ગાશે: યાહવેનો આભાર માનો! તેમને નામે મદદ માટે પોકાર કરો! પ્રજાઓ આગળ તેમનાં કાર્યો જણાવો! તેમનું નામ શ્રેષ્ઠ છે તેની તેમને જાણ કરો!


પ્રભુ કહે છે, “હું દુનિયાને તેની દુષ્ટતાની અને દુષ્ટોને તેમનાં પાપની સજા કરીશ. હું ઉદ્ધતોના અભિમાનનો અંત લાવીશ અને પ્રત્યેક અભિમાની અને ઘાતકીને સજા કરીશ.


પણ તને તો મૃત્યુલોક શેઓલમાં, અઘોર ઊંડાણમાં ધકેલી દેવામાં આવ્યો છે.


માનવી અભિમાન ઉતારાશે; માનવી અહંકારનો નાશ થશે. તે દિવસે મૂર્તિઓનો સંપૂર્ણ વિનાશ થશે અને એકમાત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


તેના બધા વૈભવનો ગર્વ ઉતારવા અને દુનિયામાં માનવંતા મનાતા તેના વેપારીઓને હલકા પાડવા સર્વસમર્થ પ્રભુએ એવું નિર્માણ કર્યું છે.


એ સમયે પ્રભુ આકાશી સત્તાધારીઓને અને પૃથ્વીના રાજાઓને શિક્ષા કરશે.


એ સમયે સૌ કોઈ કહેશે, “જેમને વિષે આપણે આશા સેવેલી કે તે આપણો ઉદ્ધાર કરશે એ આ જ આપણા ઈશ્વર છે. આપણે તેમના પર આશા સેવેલી તે આ જ પ્રભુ છે. તેમણે આપણો ઉદ્ધાર કર્યો છે માટે આપણે આનંદોત્સવ કરીએ.”


તે દિવસે યહૂદિયાના પ્રદેશમાં લોકો નીચેનું ગીત ગાશે: “અમારું શહેર મજબૂત છે! ઈશ્વરે તેના કોટ અને કિલ્લા અમારું રક્ષણ કરવા બાંયા છે.


તે સમયે સર્વસમર્થ પ્રભુ ઇઝરાયલના બચી ગયેલાઓ માટે મહિમાવંત મુગટ અને સુંદર ફૂલોનો તાજ બનશે.


એ સમયે બહેરા લોકો વંચાતા પુસ્તકની વાતો સાંભળશે અને આંધળાની આંખો ધૂંધળાપણું અને અંધકારમાં થઈને જોશે.


છતાં પ્રભુ તમારા પર દયા કરવાને આતુર છે અને તમારા પર કરુણા દાખવવા તત્પર છે. કારણ, તે ન્યાયી ઈશ્વર છે અને જેઓ તેમની અપેક્ષા સેવે છે તેવા સૌને ધન્ય છે.


તમે જમીનમાં બીજની વાવણી કરશો ત્યારે પ્રભુ તેને ઉગાડવા માટે વરસાદ વરસાવશે અને જમીનમાંથી પૌષ્ટિક અને મબલક પાક પેદા થશે. તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરિયાણમાં ચરશે.


તેં કોની નિંદા કરી છે અને કોનું અપમાન કર્યું છે? તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે? કોની સામે તેં મગરૂરીથી જોયું છે? અલબત્ત, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધ જ!


તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, “અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારાં પોતાનાં વસ્ત્રો પહેરીશું પણ તું અમારો પતિ થા અને અમારું કુંવારા રહી જવાનું મહેણું દૂર કર.”


તે રાજવીઓને વિસાત વિનાના બનાવી દે છે અને દુનિયાના શાસકોને શૂન્યવત્ કરી નાખે છે.


આવનાર દિવસોમાં તમે મારા લોક મારું નામ જાણશો. વળી, હું ઈશ્વર છું અને મેં તમારી સાથે અગાઉથી વાત કરી છે એવું તમે સ્વીકારશો.”


શું મારી પસંદ કરેલી પ્રજા રંગબેરંગી પક્ષી જેવી છે કે શિકારી પક્ષીઓ તેની આસપાસ ઊડયા કરે છે? જાઓ, સર્વ માંસાહારી પશુઓને એકઠાં કરો, કે તેઓ તેની મિજબાની ઉડાવે!


પણ જો ખરેખર કોઈએ ગર્વ કરવો જ હોય તો મને ઓળખવા માટે તેની પાસે સમજ છે, એ જ વાતનો ગર્વ કરવો; કારણ, હું પ્રભુ તેમના પર અવિચળ પ્રેમ દર્શાવું છું, અને પૃથ્વી પર ન્યાય અને નીતિ જાળવું છું, અને એમનાથી જ હું પ્રસન્‍ન થાઉં છું. આ તો હું પ્રભુ પોતે બોલું છું.”


“એ માટે, હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કરીને ગોગને આ પ્રમાણે કહે. પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “જ્યારે મારા ઇઝરાયલી લોકો શાંતિ અને સલામતીમાં રહેતા હશે ત્યારે તું તેમના પર આક્રમણ કરીશ.


મારા પ્રકોપમાં અને ક્રોધાવેશમાં હું જાહેર કરું છું કે તે દિવસે ઇઝરાયલમાં ભયંકર ભૂકંપ થશે.


પ્રભુએ કહ્યું: “એ બધું બનશે તે દિવસે હું ગોગને ઇઝરાયલ દેશમાં મૃતસમુદ્રને પૂર્વે આવેલ હામોન-ગોગની ખીણ કબ્રસ્તાન તરીકે આપીશ. ત્યાં ગોગ અને તેનું આખું લશ્કર દફનાવાશે, લોકો એ ખીણને ‘હામોન-ગોગ’ની એટલે, ગોગના સૈન્યની ખીણ તરીકે ઓળખશે.


તે દિવસથી ઇઝરાયલીઓ જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું.


રાજાએ કહ્યું, “સાત વર્ષ પૂરાં થયાં ત્યારે મેં આકાશ તરફ જોયું. એટલે મારી સમજશક્તિ પાછી આવી. મેં સદાકાળ જીવનાર સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી અને તેમને માન તથા મહિમા આપ્યાં. “તે સદાકાળ રાજ કરે છે, અને તેમનું રાજ્ય કાયમ ટકે છે.


પછી તે મને ‘ઇશી’ (અર્થાત્ મારા સ્વામી) કહીને બોલાવશે અને ‘મારા બઆલ’ એમ કહીને મને ક્યારેય સંબોધશે નહિ.


“તે સમયે હું જંગલી જનાવરો, પક્ષીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓ સાથે કરાર કરીશ, એટલે તેઓ મારા લોકને કંઈ ઈજા પહોંચાડશે નહિ. હું ધનુષ્ય, તલવાર કે યુદ્ધનાં એવાં બધાં જ શસ્ત્રો નષ્ટ કરીશ અને મારા લોકને સલામતીમાં રાખીશ.


તે સમયે હું મારા લોક યિઝ્રએલની પ્રાર્થનાઓ સાંભળીશ. પૃથ્વી પર વરસાદ વરસાવીશ એટલે ભૂમિ અનાજ, આસવ માટે દ્રાક્ષો અને તેલ માટે ઓલિવફળ નીપજાવશે.


તે સમયે પર્વતો દ્રાક્ષવાડીઓથી છવાઈ જશે અને પ્રત્યેક ટેકરી પર ઢોરઢાંક હશે, સમગ્ર યહૂદિયા માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ હશે. પ્રભુના મંદિરમાંથી એક ઝરણું વહેતું થશે અને અખાયા ખીણને પાણી પાશે.


પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે ખંડિયેર થયેલા ઘર જેવા દાવિદના રાજ્યની હું પુન:સ્થાપના કરીશ. હું તેની દીવાલોને સમારીને તેની મરામત કરીશ. હું તેને ફરીથી બાંધીશ અને તે પ્રાચીન સમયમાં જેવું હતું તેવું બનાવીશ.


“હું અદોમને સજા કરીશ તે દિવસે તેના શાણા માણસોનો નાશ કરીશ; એસાવના પર્વત પરના એ શાણાઓનું શાણપણ નષ્ટ કરીશ.


તે માટે પ્રભુ કહે છે, “હું તમારી પાયમાલી કરી દેવાની યોજના કરી રહ્યો છું અને તમે તેની ભીંસમાંથી છટકી શકશો નહિ; કારણ, તમે સંકટના સમયમાં સપડાયા હશો. પછી તમે આમ મગરૂરીથી ફરશો નહિ.


પ્રભુ કહે છે, “એવો સમય આવે છે જ્યારે હું અપંગોને, એટલે જેમને મેં દેશનિકાલીમાંથી હાંકી કાઢી દુ:ખી કર્યા છે તેમને ભેગા કરીશ.


પ્રભુ કહે છે, “તે સમયે હું તમારા ઘોડાઓનો સંહાર કરીશ અને તમારા રથોનો નાશ કરીશ.


તે સમયે તમે, મારા લોકોએ મારી વિરુદ્ધ કરેલા બંડને લીધે તમારે શરમાવું નહિ પડે. હું ઘમંડી અને ઉદ્ધત માણસોને દૂર કરીશ અને તમે મારા પવિત્ર પર્વત પર ક્યારેય મારી વિરુદ્ધ બંડ કરશો નહિ.


એવો સમય આવે છે જ્યારે તેઓ યરુશાલેમને કહેશે, “હે સિયોન નગરી, ગભરાઈશ નહિ, તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ!


એ દિવસ આવશે ત્યારે જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંનું જોખમથી રક્ષણ કરે છે, તેમ પ્રભુ પોતાના લોકોને બચાવશે. પ્રભુના પ્રદેશમાં તેઓ મુગટમાંના હીરાઓની જેમ પ્રકાશશે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.


ઈસુએ કહ્યું, “હું તમને કહું છું કે પેલો ફરોશી નહિ, પણ આ કર ઉઘરાવનાર ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીને પોતાને ઘેર પાછો ગયો. કારણ, જે કોઈ પોતાને માટે ઊંચું સ્થાન શોધે છે, તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને માટે નીચું સ્થાન સ્વીકારે છે, તેને ઊંચો કરવામાં આવશે.”


“જો કોઈ ગર્વ કરે, તો તેણે પ્રભુના કાર્ય વિષે ગર્વ કરવો.”


ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


જયારે સર્વ લોકની પાસેથી મહિમા અને સર્વ વિશ્વાસીઓ પાસેથી માન મેળવવાને ઈસુ આવશે તે દિવસે આમ બનશે. અમે તમને જણાવેલા સંદેશા પર તમે વિશ્વાસ કર્યો હોવાથી તમે પણ તેમનામાં હશો.


તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.”


Lean sinn:

Sanasan


Sanasan