Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 19:23 - પવિત્ર બાઇબલ C.L.

23 એ સમયે ઇજિપ્ત અને આશ્શૂર વચ્ચે રાજમાર્ગ થશે. એ બન્‍ને દેશના લોકો એકબીજાના દેશમાં આવજા કરશે અને તેઓ સાથે મળીને પ્રભુની ઉપાસના કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તે દિવસે મિસરથી આશૂર સુધી સડક થશે, ને આશૂરીઓ મિસરમાં ને મિસરીઓ આશૂરમાં જશે; અને મિસરીઓ આશૂરીઓ સાથે [યહોવાની] ઉપાસના કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તે દિવસે મિસરથી આશ્શૂર સુધી સડક થશે, અને આશ્શૂરીઓ મિસરમાં આવશે, તથા મિસરીઓ આશ્શૂરમાં જશે; અને મિસરીઓ આશ્શૂરીઓ સાથે આરાધના કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તે દિવસે મિસરથી આશ્શૂર સુધી ધોરી માર્ગ હશે અને આશ્શૂરના લોકો મિસર અને મિસરના લોકો આશ્શૂર આવશે અને મિસરના અને આશ્શૂરના લોકો ભેગા ઉપાસના કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 19:23
15 Iomraidhean Croise  

“મને જાણનારાઓમાં હું ઇજિપ્ત અને બેબિલોનની નોંધ લઈશ; પલિસ્તી દેશ, તૂર અને કૂશનો પણ તેમાં સમાવેશ કરીશ; તેઓ કહેશે, ‘આનો જન્મ ત્યાં થયો હતો.”


એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તેમને માટે હતો તેવો ધોરીમાર્ગ ઇઝરાયલ પ્રજાના આશ્શૂરમાં બાકી રહેલા લોકો માટે પણ થશે.


એ દિવસે ઇજિપ્ત અને આશ્શૂર સાથે ત્રીજું ઇઝરાયલ પણ જોડાશે અને આ ત્રણેય દેશો દુનિયા માટે આશિષરૂપ બની રહેશે.


એ પ્રજાઓના લોકો કહેશે, “ચાલો, આપણે પ્રભુના પર્વત પર, યાકોબના ઈશ્વરના મંદિરમાં ચડી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, અને આપણે તેમના માર્ગમાં ચાલીશું, કારણ, પ્રભુના નિયમનું શિક્ષણ સિયોનમાંથી ફેલાશે, અને યરુશાલેમમાંથી પ્રભુ લોકોને સંદેશ પાઠવશે.”


તે દિવસે આશ્શૂરમાં સપડાયેલા અને ઇજિપ્તમાં દેશવટો પામેલા બધા ઇઝરાયલીઓને પાછા બોલાવવા રણશિંગડું વગાડવામાં આવશે. તેઓ પાછા આવશે અને યરુશાલેમમાં પવિત્ર પર્વત પર પ્રભુનું ભજન કરશે.


મારા લોકની મુસાફરી અર્થે હું પર્વતો મધ્યે સપાટ રસ્તો બનાવી દઈશ અને પ્રત્યેક માર્ગને પૂરીને સરખો કરીશ.


જેના પ્રત્યે માણસોને ધિક્ક ાર છે અને પ્રજાઓને નફરત છે અને જે રાજર્ક્તાઓનો દાસ છે તેને માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અને ઉદ્ધારક કહે છે: “રાજાઓ ઊભા થઈને તને માન આપશે અને રાજદરબારીઓ તને જોઈને તારી આગળ નમન કરશે.” પ્રભુ પોતાનું વચન પાળવામાં અડગ છે અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે પોતાના એ સેવકને પસંદ કર્યો છે તેને લીધે એવું બનશે.


ઓ યરુશાલેમના લોકો, દરવાજામાં થઈને જાઓ, નગરના પ્રવેશદ્વારમાં થઈને બહાર જાઓ. પાછા ફરી રહેલા તમારા લોકને માટે રસ્તો તૈયાર કરો. ધોરીમાર્ગ તૈયાર કરો; એમાંથી પથ્થરો વીણી કાઢો. લોકોને સંકેત આપવાને વજા ફરકાવો.


પ્રત્યેક ચાંદ્ર માસના પ્રથમ દિવસે અને પ્રત્યેક સાબ્બાથને દિવસે સર્વ પ્રજાઓના લોક મારી સમક્ષ આવીને નમીને પ્રણામ કરશે.”


તે દિવસે તમારા લોકો આશ્શૂરથી અને ઇજિપ્તનાં નગરોમાંથી અરે, ઇજિપ્ત અને યુફ્રેટિસ નદી વચ્ચેના સમગ્ર પ્રદેશમાંથી સમુદ્રથી સમુદ્ર અને પર્વતથી તે પર્વત વચ્ચેના પ્રદેશમાંથી પાછા ફરશે.


Lean sinn:

Sanasan


Sanasan