Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 19:22 - પવિત્ર બાઇબલ C.L.

22 પ્રભુ ઇજિપ્તીઓ પર પ્રહાર કરશે પણ તેમને સાજા કરશે. તેઓ પ્રભુ તરફ પાછા ફરશે અને તે તેમની પ્રાર્થનાઓ સાંભળીને તેમને સાજા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 યહોવા મિસરને મારશે, અને માર્યા પછી તેને સમું કરશે; અને તેઓ યહોવાની તરફ પાછા ફરશે, તે તેમની પ્રાર્થના સ્વીકારશે, અને તેમને સાજા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યહોવાહ મિસરને પીડા આપશે, પીડા આપ્યા પછી તેનો ઉપચાર કરશે. તેઓ યહોવાહની તરફ પાછા ફરશે; તે તેમની પ્રાર્થના સાંભળશે અને તેમને સાજા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 યહોવા મિસર પર ઘા કરશે. અને પછી ઘાને રૂઝવશે, મિસરીઓ યહોવા તરફ વળશે અને તે તેમની અરજ સાંભળી તેમના ઘા રૂઝવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 19:22
21 Iomraidhean Croise  

પાછા જઈને ઈશ્વરના લોકોના શાસક હિઝકિયા રાજાને આ સંદેશ આપવા જણાવ્યું: “મેં પ્રભુએ એટલે તારા પૂર્વજ દાવિદના ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને સાજો કરીશ અને ત્રણ દિવસમાં તો તું મંદિરમાં જશે.


જો તું સર્વસમર્થ પાસે પાછો ફરીશ, તો તું સંસ્થાપિત થશે; તેથી તારા નિવાસમાંથી ભૂંડાઈ દૂર કર.


કારણ, તે ઘાયલ કરે છે, તો પાટો પણ બાંધે છે. તેમના હાથ ઈજા પહોંચાડે તો તે ઘા રૂઝવે પણ છે.


એ દેડકાં તારા ઉપર, તારી પ્રજા ઉપર અને તારા અમલદારો ઉપર ચડી આવશે.”


એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


તે દિવસે આશ્શૂરમાં સપડાયેલા અને ઇજિપ્તમાં દેશવટો પામેલા બધા ઇઝરાયલીઓને પાછા બોલાવવા રણશિંગડું વગાડવામાં આવશે. તેઓ પાછા આવશે અને યરુશાલેમમાં પવિત્ર પર્વત પર પ્રભુનું ભજન કરશે.


ચંદ્રનો પ્રકાશ સૂર્યના જેટલો થશે અને સૂર્યનો પ્રકાશ સાત દિવસના પ્રકાશ જેટલો મોટો થશે. પ્રભુ પોતાના લોકના ઘા પર પાટો બાંધશે અને તેમને પડેલા જખમ સાજા કરશે તે સમયે એવું થશે.


પ્રભુ ઇઝરાયલને આ પ્રમાણે કહે છે, “ઇજિપ્તની પેદાશ અને કુશનો વ્યાપારી માલ તારાં થશે; સબાઇમના કદાવર લોકો તારા ગુલામ બનશે. તેઓ બેડીએ જકડાઈને તારી પાછળ પાછળ ચાલશે. તેઓ તને પગે પડીને કબૂલ કરશે, ‘ઈશ્વર તારી સાથે છે. માત્ર એ જ ઈશ્વર છે; બીજો કોઈ નથી.’ ” હે ઈશ્વર, ઇઝરાયલના મુક્તિદાતા, તમે સાચે જ ગૂઢ છો.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


મેં તેમનું વર્તન જોયું છે, છતાં હું તેમને સાજા કરીશ. હું તેમને દોરવણી આપીશ અને તેમને સાંત્વન આપીશ. હું શોક કરનારાઓના હોઠે સ્તુતિનાં ફળ ઉત્પન્‍ન કરીશ.


ત્યાર પછી તેમણે મને કહ્યું, “આ લોકોનાં મન જડ કર, કાન બહેરા કર અને તેમની આંખોને આંધળી બનાવ, જેથી તેઓ આંખે જુએ નહિ, કાને સાંભળે નહિ કે મનથી સમજે નહિ. કદાચ તેઓ તે પ્રમાણે કરે તો તેઓ મારી તરફ પાછા ફરે અને સાજા થાય.”


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “ચાળીશ વર્ષ પૂરાં થયાં પછી હું અન્ય પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા ઇજિપ્તીઓને પાછા લાવી એકત્ર કરીશ.


હે ઇઝરાયલના લોકો, તમારા પ્રભુ પરમેશ્વર પાસે પાછા આવો. તમારાં પાપોએ ઠોકર ખવડાવીને તમને પાડી નાખ્યા છે.


તેઓ તેમનાં પાપને લીધે પૂરેપૂરું સહન કરે અને મને શોધતા મારી પાસે આવે ત્યાં સુધી હું તેમને તજી દઈશ. કદાચ તેમનાં દુ:ખોમાં તેઓ મને શોધવાનો યત્ન કરે.”


બે દિવસમાં તે આપણામાં ચૈતન્ય લાવશે અને ત્રીજે દિવસે તો ઉઠાવશે.


“હવે સમજો કે હું જ એકમાત્ર ઈશ્વર છું, મારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. હું મારું છું અને હું જીવાડું છું અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ જ નથી.


કોઈપણ શિક્ષા તત્કાળ તો આનંદદાયક લાગતી નથી, બલ્કે દુ:ખદાયક લાગે છે. પણ પાછળથી એવી શિક્ષા દ્વારા કેળવાયેલાઓનાં જીવન ઈશ્વરપરાયણતા અને શાંતિમાં પરિણમે છે.


Lean sinn:

Sanasan


Sanasan