Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 19:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તેઓ ઇજિપ્તમાં સર્વસમર્થ પ્રભુનાં સાક્ષી અને સંકેત બની રહેશે. ત્યાંના લોકો જુલમગારોના ત્રાસને લીધે પ્રભુને પોકારશે. તો તે તેમને માટે ઉદ્ધારક અને સંરક્ષક મોકલી તેમનો બચાવ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તે મિસર દેશમાં સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે ચિહ્નરૂપ તથા સાક્ષ્યરૂપ થશે; તેઓ જુલમગારોને લીધે યહોવાને પોકારશે, અને તે તેઓને માટે તારક તથા રક્ષક મોકલશે તે તેઓને છોડાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તે મિસર દેશમાં સૈન્યોના યહોવાહને માટે ચિહ્નરૂપ તથા સાક્ષીરૂપ થશે. જયારે તેઓ જુલમ કરનારાઓને લીધે યહોવાહને પોકારશે, ત્યારે તે તેઓને માટે ઉધ્ધારક તથા તારનાર મોકલશે અને તે તેઓને છોડાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 એ મિસર દેશમાં સૈન્યોનો દેવ યહોવાની એંધાણી અને સાક્ષીરૂપ બની રહેશે. તેઓ જ્યારે જુલમગારના અન્યાયથી ત્રાસીને યહોવાને ધા નાખશે ત્યારે તેમને એક તારક તથા રક્ષક મોકલશે તે તેઓને છોડાવશે,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 19:20
23 Iomraidhean Croise  

સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


ઘણાં વરસો પછી ઇજિપ્તનો રાજા મૃત્યુ પામ્યો. ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા અને મદદને માટે વિલાપ કરતા હતા.


પછી પ્રભુએ કહ્યું, “મેં ઇજિપ્તમાંના મારા લોકની દુર્દશા જોઈ છે. તેમના મુકાદમોના જુલમથી છૂટવાનો તેમનો પોકાર મેં સાંભળ્યો છે.


હું ઇજિપ્તીઓને જુલમી રાજાના હાથમાં સોંપી દઈશ અને તે તેમના પર નિર્દયપણે શાસન ચલાવશે. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું.


આશ્શૂરનો રાજા આ બન્‍ને દેશોમાંથી બંદીવાનોને નગ્નાવસ્થામાં લઈ જશે. યુવાનો અને વૃદ્ધોને ઇજિપ્ત શરમાઈ જાય એ રીતે નગ્ન શરીરે અને ઉઘાડે પગે લઈ જવાશે.


પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.


ફક્ત હું જ પ્રભુ છું; મારા સિવાય કોઈ ઉદ્ધારક નથી.


કારણ, હું પ્રભુ તારો ઈશ્વર છું. હું ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર, તારો ઉદ્ધારક છું. તારા મુક્તિમૂલ્ય તરીકે મેં ઇજિપ્ત આપ્યું છે અને તારે બદલે મેં કૂશ તથા સબા આપ્યાં છે.


હવે અહીં બેબિલોનના સંબંધમાં પણ એવું જ બન્યું છે. કારણ, મારા લોકને વિનામૂલ્યે બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે અને તેમના ઉપરી અમલદારો તેમની ઠેકડી ઉડાવે છે. મારું નામ આખો દિવસ સતત નિંદાય છે.


કાંટાને બદલે દેવદાર અને જંગલી ગુલાબને બદલે મેંદી ઊગી નીકળશે.તે મારી પ્રભુની યાદગીરી અર્થે નાબૂદ ન થઈ જાય એવી સદાકાળની નિશાની બની રહેશે.”


માતા બાળકને સ્તનપાન કરાવે તેમ પ્રજાઓ અને રાજાઓ તારું પાલનપોષણ કરશે ત્યારે તને ખબર પડશે કે મેં પ્રભુએ તારો ઉદ્ધાર કર્યો છે અને હું, ઇઝરાયલનો સમર્થ ઈશ્વર, તારો મુક્તિદાતા છું.


પ્રભુએ કહ્યું, “સાચે જ તેઓ મારા લોક છે; મને છેતરે એવા પુત્રો નથી.” આમ, તે તેમના ઉદ્ધારક બન્યા.


આજે દાવિદના નગરમાં તમારા ઉદ્ધારક ખ્રિસ્ત પ્રભુનો જન્મ થયો છે. તમે આ નિશાની પરથી તે જાણી શકશો:


આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ થશે તે ધન્ય દિવસની આશાની રાહ આપણે જોઈ રહ્યા છીએ.


તમારા ખેતરોમાંના મજૂરોને હજી સુધી તમે વેતન આપ્યું નથી. તેમની ફરિયાદો સાંભળો! તમારા ખેતમજૂરોની બૂમ સર્વસમર્થ ઈશ્વર પ્રભુને કાને પહોંચી છે.


રૂબેન અને ગાદના વંશજોએ કહ્યું, “આ વેદી આપણ સૌને માટે પ્રભુ જ ઈશ્વર છે તેની સાક્ષીરૂપ છે.” તેથી તેમણે તેનું નામ ‘સાક્ષી’ પાડયું.”


Lean sinn:

Sanasan


Sanasan