Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 19:19 - પવિત્ર બાઇબલ C.L.

19 એ સમયે ઇજિપ્તના મધ્ય ભાગમાં પ્રભુને સમર્પિત એવી વેદી હશે અને ઇજિપ્તની સરહદ પર પ્રભુના સ્મરણાર્થે શિલાસ્તંભ સ્થપાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તે દિનસે મિસર દેશમાં યહોવાને માટે વેદી થશે, ને તેની સીમ ઉપર યહોવાના સ્મરણને માટે સ્તંભ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તે દિવસે મિસર દેશની મધ્યમાં યહોવાહને માટે વેદી થશે અને તેની સરહદ ઉપર યહોવાહને માટે એક સ્તંભ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તે દિવસે મિસર દેશમાં યહોવાની એક યજ્ઞવેદી હશે અને મિસરની સરહદે યહોવાના એક સ્તંભ હશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 19:19
19 Iomraidhean Croise  

પ્રભુએ અબ્રામને દર્શન દઈને કહ્યું, “હું તારા વંશજોને આ જ દેશ આપવાનો છું.” તેને દર્શન આપનાર પ્રભુને માટે તેણે ત્યાં એક વેદી બાંધી.


પછી યાકોબ વહેલી સવારે ઊઠયો અને તેણે જે પથ્થર માથા નીચે મૂક્યો હતો તે લઈને સ્તંભ તરીકે ઊભો કર્યો અને તેના પર તેલ રેડયું.


ઇજીપ્તના રાજદૂતો નજરાણામાં જાંબલી રાજદ્વારી કાપડ લાવશે; કૂશ દેશના લોકો તરત જ પોતાના હાથમાં ભેટો લઈને આવશે.


મોશેએ પ્રભુની સર્વ આજ્ઞાઓ લખી લીધી. બીજે દિવસે વહેલી સવારે તેણે પર્વતની તળેટીમાં વેદી બનાવી. તેણે ત્યાં પ્રત્યેક કુળ માટે એક એમ ઇઝરાયલનાં બાર કુળો માટે બાર પથ્થરો ઊભા કર્યા.


“હું તમને મારા પવિત્ર પર્વત સિયોનમાં લાવીશ. મારા પ્રાર્થનાના ઘરમાં તમને આનંદ પમાડીશ અને મારી વેદી પર તમારાં બલિદાનોનો સ્વીકાર કરીશ.કારણ, મારું મંદિર સર્વ પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.”


કેદાર અને નબાયોથનાં બધાં ઘેટાં તારી પાસે બલિદાન માટે લાવવામાં આવશે અને પ્રભુને પ્રસન્‍ન કરવાને તેમનું વેદી પર અર્પણ ચડાવવામાં આવશે. અને પ્રભુ પોતાના ભવ્ય મંદિરને શોભાયમાન કરશે.


પ્રત્યેક ચાંદ્ર માસના પ્રથમ દિવસે અને પ્રત્યેક સાબ્બાથને દિવસે સર્વ પ્રજાઓના લોક મારી સમક્ષ આવીને નમીને પ્રણામ કરશે.”


યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યુફ્રેટિસ નદીને કિનારે આવેલા ર્ક્કમીશ નગર પાસે ઇજિપ્તના રાજા ફેરો નકોના લશ્કરનો યુદ્ધમાં પરાજય કર્યો તે વિશેનો સંદેશ:


અમારો દેશનિકાલ થયાના દસમા વર્ષના દસમા મહિનાના બારમે દિવસે પ્રભુએ મારી સાથે બોલતાં મને આમ કહ્યું:


વળી પ્રભુનો સંદેશ મને મળ્યો:


અમારો દેશનિકાલ થયાના અગિયારમા વર્ષના ત્રીજા માસના પ્રથમ દિવસે મને પ્રભુનો આવો સંદેશ મળ્યો:


અમારા દેશનિકાલ થયાના બારમા વર્ષના બારમા માસના પ્રથમ દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો:


દૂરદૂર વસતા લોકો આવીને પ્રભુનું મંદિર બાંધશે. જ્યારે તે બંધાઈ જાય ત્યારે તમે જાણશો કે પ્રભુએ મને મોકલ્યો છે. તમે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓ સંપૂર્ણપણે પાળશો તો એ બધું પરિપૂર્ણ થશે.


યહૂદી મંડપના યજ્ઞકારોને આપણી વેદી પરથી ખાવાનો કોઈ અધિકાર નથી.


રૂબેન, ગાદ અને પૂર્વ-મનાશ્શાનાં કુળો યર્દનની પાસે ગલીલોથ આવ્યા ત્યારે ત્યાં તેમણે નદીકિનારે એક ગંજાવર વેદી બાંધી.


તેથી અમે એકબીજાને કહ્યું, ‘આપણે આ વેદી બાંધીએ; દહનબલિ કે અર્પણો ચડાવવા નહિ.


પણ અમારા લોકો અને તમારા લોકો વચ્ચે અને હવે પછીના આપણા વંશજો માટે એ સાક્ષીનું પ્રમાણચિહ્ન બની રહે કે મુલાકાતમંડપમાં દહનબલિ, અન્ય બલિદાનો અને સંગતબલિ ચડાવી પ્રભુનું ભજન કરવાનો અમને પણ હક્ક છે.’ અમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી એવું તમારા વંશજો ન કહી શકે માટે અમે એ કર્યું છે.


વળી, અમે વિચાર્યુ કે કદાચ અમને કે અમારા વંશજોને એવું થાય તો અમે આમ કહી શકીએ: ‘દહનબલિ કે અન્ય બલિદાનો ચડાવવાં નહિ, પણ અમારી અને તમારી વચ્ચે સાક્ષીનું પ્રમાણચિહ્ન થવા અમારા પૂર્વજોએ બાંધેલી આ વેદીની રચના જુઓ!’


રૂબેન અને ગાદના વંશજોએ કહ્યું, “આ વેદી આપણ સૌને માટે પ્રભુ જ ઈશ્વર છે તેની સાક્ષીરૂપ છે.” તેથી તેમણે તેનું નામ ‘સાક્ષી’ પાડયું.”


Lean sinn:

Sanasan


Sanasan