યશાયા 19:17 - પવિત્ર બાઇબલ C.L.17 ઇજિપ્ત પર યહૂદિયાની ધાક બેસી જશે અને સેનાધિપતિ પ્રભુએ ઇજિપ્તનું જે ભાવિ નક્કી કર્યું છે તેને લીધે યહૂદિયાના સ્મરણમાત્રથી ઇજિપ્તીઓ થથરી જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 યહૂદિયાનો દેશ મિસરને બિહામણો લાગશે. સૈન્યોના [ઈશ્વર] યહોવાએ તેની વિરુદ્ધ જે ઠરાવ કર્યો છે તેને લીધે [યહૂદિયાના] નામના સ્મરણથી તેઓ ધ્રૂઝશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 યહૂદિયાનો દેશ મિસરને માટે આશ્ચર્યનું કારણ બનશે. યહોવાહે તેની વિરુદ્ધ કરેલી યોજનાને કારણે, જયારે પણ કોઈ તેમને તેની યાદ અપાવશે, તેઓ ડરી જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 યહૂદાનો દેશ મિસરને બિહામણો લાગશે. સૈન્યોના દેવ યહોવાએ મિસરના જે હાલ કરવા ધાર્યા છે તેને લીધે યહૂદાનું નામ સાંભળતાં વેંત મિસરીઓ થથરી જશે. Faic an caibideil |
બીજા બધાં જેમને મેં પ્યાલો પીવડાવ્યો તેની યાદી નીચે મુજબ છે: ઇજિપ્તનો રાજા ફેરો, તેના અધિકારીઓ, તેના ઉમરાવો અને ઇજિપ્તના બધા લોકો અને ત્યાં વસતા પરદેશીઓની મિશ્ર જાતિઓ; ઉસ દેશના બધા રાજાઓ, પલિસ્તી પ્રદેશના એટલે આશ્કલોન, ગાઝા, એક્રોન તથા આશ્દોદના બાકી રહેલા રાજાઓ; અદોમ, મોઆબ તથા આમ્મોન; તૂર, સિદોનના બધા રાજાઓ તથા ભૂમધ્ય સમુદ્રના ટાપુઓના રાજાઓ: દેદાન, તેમા અને બૂઝ તથા લમણાના વાળ મુંડનાર, અરબસ્તાનના બધા રાજાઓ અને તેમાં વસતી મિશ્ર પ્રજાઓના રાજાઓ; ઝિમ્રી એલામ અને માદીઓના બધા રાજાઓ; ઉત્તરના, દૂરના કે નજીકના એટલે કે ટૂંકમાં પૃથ્વીના બધા દેશોના રાજાઓ. છેલ્લે શેશાખનો રાજા પણ તે પ્યાલો પીશે.