Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 19:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પ્રભુએ તેમને મૂંઝવણભરી સલાહ આપવાનો આત્મા આપ્યો છે. તેથી જેમ શરાબી પોતાની જ ઊલટીમાં લથડિયાં ખાય તેમ ઇજિપ્ત તેનાં સર્વ કાર્યોમાં ભૂલથાપ ખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 યહોવાએ તેમાં આડાઈનો આત્મા ભેળવ્યો છે; અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં સર્વ કામોમાં ભમાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યહોવાહે તેમાં આડાઈનો આત્મા ભેળવ્યો છે; અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં સર્વ કામોમાં ભમાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યહોવાએ તેમની બુદ્ધિને ભમાવી છે, અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં તમામ કામોમાં ખોટે રસ્તે ચડાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 19:14
20 Iomraidhean Croise  

મિખાયાએ કહ્યું, “આમ, તમારા આ સંદેશવાહકો જૂઠું બોલે એવું પ્રભુએ કહ્યું છે; અલબત્ત, તેમણે તો તમારા પર આપત્તિ ઉતારવાનો નિર્ણય જાહેર કર્યો છે.”


તેમની પાસે શક્તિ અને સૂઝ છે. ઠગનાર અને ઠગાનાર બન્‍ને તેમના અંકુશમાં છે.


તેઓ પ્રકાશ વગર અંધકારમાં ફાંફાં મારે છે, અને પીધેલાની જેમ લથડિયાં ખાય છે.


માણસ પોતાની જ્ઞાનયુક્ત વાણીથી પ્રશંસા પામે છે, પણ ગૂંચવાડો પેદા કરનાર તિરસ્કાર પામે છે.


પ્રભુ કહે છે, “હું ઇજિપ્તમાં આંતરવિગ્રહ ચલાવીશ. ભાઈ ભાઈની સામે, પડોશી પડોશીની સામે, નગર નગરની સામે અને રાજ્ય રાજ્યની સામે લડશે.


પૃથ્વી દારૂડિયાની જેમ લથડિયાં ખાશે અને ઝૂંપડીની પેઠે ઝોલાં ખાશે. પોતાના પાપના ભારને કારણે પૃથ્વીનું પતન થશે અને ફરી કદી ઊઠવા પામશે નહિ.


તેથી હું આ લોકો મધ્યે અવનવાં અદ્‍ભુત કાર્યો કરીને તેમને આશ્ર્વર્યમાં પાડી દઈશ. તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને તેમના બુદ્ધિમાનોની હોશિયારી ચાલી જશે.”


વ્યાજખોરો મારા લોક પર જુલમ ગુજારે છે અને ધીરધાર કરનારા તેમને છેતરે છે. હે મારા લોકો, તમારા આગેવાનોએ તમને ગેરમાર્ગે દોર્યા છે, તેથી તમારે કયે માર્ગે જવું તે તમે જાણતા નથી.


આ લોકોના આગેવાનોએ તેમને ગેરમાર્ગે દોર્યા છે અને એમ તેમને ભટકાવી દીધા છે.


પછી પ્રભુએ મને કહ્યું, “તું તેમને આમ કહે: ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું તમારા પર યુદ્ધ મોકલું છું; તેથી તમે ચકચૂર બનો ત્યાં સુધી પીઓ, અને પછી વમન કરો! પછી એવા પડો કે ફરીથી ઊભા ન થઈ શકો!


પ્રભુએ કહ્યું, “મોઆબને પીવડાવીને ચકચૂર બનાવો, કારણ, તેણે મારી સામે પડકાર ફેંકયો છે; પણ મોઆબ પોતાની જ ઊલટીમાં આળોટશે અને લોકો તેની મશ્કરી કરશે.


ઈસુએ જવાબ આપ્યો, ઓ અવિશ્વાસી અને આડા લોકો, ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું ચલાવી લેવું?


આ કારણને લીધે જ ઈશ્વર તેમને ગૂંચવણમાં પડવા દે છે, જેથી તેઓ જુઠ્ઠી વાત માની લે.


પછી ઈશ્વરે અબિમેલેખ અને શખેમના માણસો વચ્ચે વેર કરાવનાર દુષ્ટાત્મા મોકલ્યો, એટલે તેમણે અબિમેલેખ સામે બંડ પોકાર્યું.


Lean sinn:

Sanasan


Sanasan