Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 19:11 - પવિત્ર બાઇબલ C.L.

11 સોઆન નગરના અધિકારીઓ મૂર્ખ છે! ઇજિપ્તના ફેરોના જ્ઞાની સલાહકારોની સલાહ મૂર્ખતાભરેલી છે. પોતે જ્ઞાનીઓ અને પ્રાચીનકાળના રાજાઓના વંશજો છે એવું ફેરો આગળ કહેવાની હિમ્મત તેઓ કેમ કરે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 સોઆનના સરદાર કેવળ મૂર્ખ છે; ફારુનના સૌથી જ્ઞાની મંત્રીઓની સલાહ બુદ્ધિહીન છે; તમે ફારુન આગળ કેમ કહો છો, “હું જ્ઞાનીઓનો પુત્ર, પ્રાચીન કાળના રાજાઓનો પુત્ર છું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 સોઆનના રાજકુમારો તદ્દન મૂર્ખ છે. ફારુનના સૌથી જ્ઞાની સલાહકારોની સલાહ અર્થહીન થઈ છે. તમે ફારુન આગળ કેવી રીતે કહી શકો કે, “હું જ્ઞાનીઓનો પુત્ર, પ્રાચીનકાળના રાજાઓનો પુત્ર છું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 સોઆનના રાજકર્તાઓ બિલકુલ મૂર્ખ છે, ફારુનના ડાહ્યા ગણાતા મંત્રીઓ પણ અક્કલ વગરની સલાહ આપે છે. તેઓ ફારુન આગળ એવું કેવી રીતે કહી શકે કે, “અમે પ્રાચીન કાળના જ્ઞાની પુરુષોના અને રાજાઓના વંશજ છીએ?”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 19:11
31 Iomraidhean Croise  

પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં શલોમોન વિશેષ જ્ઞાની હતો.


આમ હીરામે શલોમોનને ગંધતરું અને દેવદારનાં જોઈતાં બધાં લાકડાં પૂરાં પાડ્યાં.


કુશળ રાજનીતિજ્ઞોને તે ઉઘાડે પગે દોરી જાય છે અને ન્યાયાધીશોને મૂર્ખ પુરવાર કરે છે.


પ્રભુ વિધર્મી રાષ્ટ્રોના ઇરાદાને નિષ્ફળ કરે છે, અને તે પ્રજાઓની યોજનાઓને નિરર્થક બનાવે છે.


ત્યારે હું તો મૂર્ખ અને અજ્ઞાન હતો, અને તમારા પ્રત્યે પશુ સમાન જડ હતો.


ઇજિપ્ત દેશના સોઆનનાં મેદાનોમાં, તેમના પૂર્વજોની આંખો સામે ઈશ્વરે અદ્‍ભુત ચમત્કારો કર્યા હતા.


ઈશ્વરે તો ઇજિપ્તના સોઆનના મેદાનમાં અજાયબ કાર્યો અને અદ્‍ભુત ચમત્કારો કર્યાં હતાં.


જડ માણસ તે જાણી શક્તો નથી, અને નાદાન તે સમજી શક્તો નથી.


લોકોએ તેમના ઢગલા કર્યા અને આખો ઇજિપ્ત દેશ ગંધાઈ ઊઠયો.


એ દેડકાં તારા ઉપર, તારી પ્રજા ઉપર અને તારા અમલદારો ઉપર ચડી આવશે.”


સાચે જ હું મનુષ્ય નથી પણ પશુવત્ છું, અને મારામાં મનુષ્યની સમજ નથી.


સોઆનના અધિકારીઓ અને નોફના આગેવાનો મૂર્ખ છે. ઇજિપ્તના ઉચ્ચ આગેવાનોએ જ તે દેશને ગેરમાર્ગે દોર્યો છે.


હું ઇજિપ્તીઓને હતાશ કરી દઈશ અને તેમની યોજનાઓને નિષ્ફળ બનાવી દઈશ. તેઓ મૂર્તિઓની, મૃતાત્માઓની, ભૂવાઓની અને ધંતરમંતર કરનારાઓની સલાહ પૂછશે.


તેથી હું આ લોકો મધ્યે અવનવાં અદ્‍ભુત કાર્યો કરીને તેમને આશ્ર્વર્યમાં પાડી દઈશ. તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને તેમના બુદ્ધિમાનોની હોશિયારી ચાલી જશે.”


યહૂદિયાના અમલદારો ઇજિપ્તના શહેર સોઆનમાં અને તેમના રાજદૂતો હાનેસ શહેરમાં પહોંચી ગયા છે.


હું જૂઠા ભવિષ્યવેત્તાઓએ આપેલા સંકેતો ખોટા ઠરાવું છું અને જોશ જોનારાઓને બેવકૂફ બનાવું છું. હું જ્ઞાનીઓનાં જ્ઞાનને ઊંધા વાળું છું અને તેમની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું.


એ જોઈને માનવીઓ અવાકા બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઈ જાય છે, કારણ કે, પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે.


મેં કહ્યું, “અમારા રાજર્ક્તાઓ તો મૂર્ખ પાલકો છે. તેમણે પ્રભુની સલાહ શોધી નથી. તેથી તેઓ નિષ્ફળ ગયા છે, અને તેમના સર્વ લોકો વેરવિખેર થયા છે.


ઇજિપ્તના રાજા ફેરોને નવું ઉપનામ આપો: ‘બડાઈખોર’; તેણે આવેલી તક ગુમાવી દીધી છે.


અદોમ વિષે સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું તેમના પ્રદેશમાં કોઈની પાસે જ્ઞાન રહ્યું નથી? શું તેમનું જ્ઞાન અદશ્ય થયું છે?


જ્ઞાનીજનો શરમાઈ ગયા છે. મૂંઝવણમાં પડી ગયા અને ફસાઈ ગયા છે. તેમણે તો મારા સંદેશની અવગણના કરી છે; પછી તેમની પાસે જ્ઞાન ક્યાંથી હોય?


તારા સૌંદર્યને લીધે તું ગર્વિષ્ઠ બન્યો અને તારી કીર્તિને લીધે તારી બુદ્ધિ ભ્રષ્ટ બની હતી. પરિણામે, મેં તને જમીનદોસ્ત કર્યો અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.


હું પાથ્રોસને ઉજ્જડ કરીશ, અને ઉત્તરના સોઆન નગરને આગ લગાડીશ. નો નગરનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ.


વિપત્તિ પર વિપત્તિ આવી પડશે અને અફવા પર અફવા ચાલશે. તેઓ સંદેશવાહક પાસેથી સંદર્શન શોધશે; પરંતુ યજ્ઞકારો પાસેથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો અને વડીલો પાસેથી સલાહશક્તિનો લોપ થશે.


તારાં મિત્ર રાજ્યોએ તને ઠગ્યો છે. તારા પોતાના જ દેશમાંથી તેમણે તને હાંકી કાઢયો છે. જેઓ તારી સાથે સુલેહશાંતિમાં હતા તેમણે જ તને જીતી લીધો છે. તારી સાથે ખાણીપીણી લેનારાઓએ જ તને જાળમાં ફસાવ્યો છે. તારે વિષે તેઓ કહે છે: ‘તેની બધી ચાલાકી ક્યાં ચાલી ગઈ?’


“હું અદોમને સજા કરીશ તે દિવસે તેના શાણા માણસોનો નાશ કરીશ; એસાવના પર્વત પરના એ શાણાઓનું શાણપણ નષ્ટ કરીશ.


તેઓ નેગેબમાં થઈને હેબ્રોન પહોંચ્યા. ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજો અહિમાન, શેશાય તથા તાલ્માયનાં કુટુંબો રહેતાં હતાં. (ઇજિપ્તમાં સોઆન બંધાયું તેનાં સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.)


તેને ઇજિપ્તના લોકોનું સર્વ જ્ઞાન શીખવવામાં આવ્યું. તે વક્તૃત્વ તથા કાર્યમાં સમર્થ થયો.


Lean sinn:

Sanasan


Sanasan