Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 18:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તે જ પ્રમાણે તેમના સૈનિકોનાં શબ શિકારી પક્ષીઓ અને હિંસક પ્રાણીઓને ખાવાને પર્વતો પર પડયાં હશે. તેઓ ઉનાળામાં પક્ષીઓનો અને શિયાળામાં પ્રાણીઓનો ખોરાક થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પર્વતોનાં જંગલી પક્ષીઓને માટે ને પૃથ્વીનાં પશુઓને માટે તેઓ તમામ મૂકી દેવામાં આવશે; અને જંગલી પક્ષી તે ઉપર ઉનાળો કાઢશે, ને પૃથ્વીનાં સર્વ પશુઓ તે ઉપર શિયાળો કાઢશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પર્વતોનાં પક્ષીઓને માટે અને પૃથ્વીનાં પ્રાણીઓને માટે તેઓ સર્વને મૂકી દેવામાં આવશે. પક્ષીઓ તેઓના ઉપર ઉનાળો કરશે અને પૃથ્વીનાં સર્વ પ્રાણીઓ તેઓના ઉપર શિયાળો કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેમ એ લોકોને કાપી નાખીને પર્વત પર શિકારી પંખીઓને માટે, જંગલી પશુઓને માટે મૂકી દેવામાં આવશે; અને જંગલી પક્ષી તે પર ઉનાળો કાઢશે. અને જગતનાં સર્વ પશુઓ તે ઉપર શિયાળો કાઢશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 18:6
12 Iomraidhean Croise  

નકામી ડાળીની જેમ તારા શબને તિરસ્કારપૂર્વક સડવાને ફેંકી દેવાયું. યુદ્ધમાં તલવારનો ભોગ બનેલા સૈનિકોનાં ખૂંદાયેલાં અને પછી પથરાળ ખાડામાં નાખવામાં આવેલાં શબ સાથે તારું શબ છે.


તૂરને વનવગડાનાં પ્રાણીઓનું રહેઠાણ બનાવી દેનાર તો આશ્શૂરીઓ નહિ, પણ બેબિલોનીઓ હતા. ઘેરા માટે માટીના ટેકરા બનાવી તૂરની કિલ્લેબંદીને તોડી નાખનાર અને શહેરને ખંડિયેર બનાવી દેનાર તો બેબિલોનીઓ હતા.


હું પૂર્વમાંથી તરાપ મારતા શિકારી બાજને એટલે, દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર માણસને બોલાવું છું. હું તે બોલ્યો છું, અને તે જ હું પાર પાડીશ.”


હે વનવગડાનાં સર્વ પશુઓ, તમે આગેવાનોને ફાડી ખાવાને આવો.


મેં તેમને માટે ચાર બાબતો નક્કી કરી છે: સંહારને માટે તલવાર, શબ તાણી જવા કૂતરાં, અને તેમનો ભક્ષ કરવા અને નાશ કરવા ગીધડાં અને જંગલી પશુઓ.


“તેઓ જીવલેણ રોગથી મૃત્યુ પામશે. તેમને માટે કોઈ શોક કરશે નહિ કે તેમનું દફન થશે નહિ, પણ તેમનાં શબ જમીન પર ખાતરની જેમ પથરાયાં હશે. તેઓ યુદ્ધથી અને દુકાળથી મરશે અને તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ બનશે.”


આ મૃતદેહો ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થઈ પડશે; અને તેમને હાંકી કાઢનાર કોઈ હશે નહિ!


આકાશનાં પંખીઓ આવીને એ તૂટેલાં વૃક્ષ પર બેસશે અને પશુઓ તેની શાખાઓ પર ચાલશે.


Lean sinn:

Sanasan


Sanasan