Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 18:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ત્યાંથી નાઇલ નદીમાં સરકટની હોડીઓમાં રાજદૂતો આવે છે. હે શીઘ્ર સંદેશકો, તમે પાછા વળો! જેમનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે તેવી કદાવર અને સુંવાળી પ્રજા પાસે, દૂરસુદૂર જેની ધાક છે તેવી પ્રજા પાસે, સમર્થ અને સરસાઈ ભોગવતી પ્રજા પાસે સંદેશો લઈ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જે સમુદ્રવાટે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં એલચીઓને મોકલે છે: વેગવાન સંદેશવાહકો, તમે કદાવર તથા સુંવાળી પ્રજા પાસે, નજીકની તથા દૂરની પ્રજાઓને ડરાવનાર પ્રજા પાસે, જેનો દેશ નદીઓથી વિભક્ત થએલો છે, તે સમર્થ અને કચરી નાખનાર પ્રજા પાસે જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તમે જે સમુદ્રને માર્ગે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં રાજદૂતો મોકલે છે. ઝડપી સંદેશવાહકો, તમે ઊંચી તથા સુંવાળી પ્રજા પાસે, દૂરની તથા નજીકના ડરનાર લોકો, મજબૂત અને વિજયી પ્રજા પાસે, જેના દેશ નદીઓથી વિભાજિત થયેલા છે, તેની પાસે જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે દેશ નીલનદીને માર્ગે પાણી પર સરકટનાં વહાણોમાં એલચીઓ મોકલે છે: વેગવાન કાસદો, તમે એ લોકો પાસે જાઓ, જે કદાવર અને સુંવાળી ચામડીવાળાં છે, જેનાથી દૂરનાં અને નજીકના સૌ ડરે છે, જે બળવાન અને પરાક્રમી છે, જેના દેશની ભૂમિને અનેક નદીઓ સીંચે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 18:2
14 Iomraidhean Croise  

ઝેરા નામના કૂશીએ દસ લાખ સૈનિકો અને ત્રણસો રથોના સૈન્ય સાથે યહૂદિયા પર આક્રમણ કર્યું અને છેક મારેશા સુધી આવી પહોંચ્યો.


તેથી ઇઝરાયલનું સૈન્ય તમારા હાથમાંથી છટકી ગયું છે. કૂશીઓ અને લૂબીઓનાં સૈન્યો રથો અને ઘોડેસવારો સહિત ઘણાં મોટાં નહોતાં? પણ તમે ત્યારે પ્રભુ પર આધાર રાખ્યો હતો, તેથી તેમણે તમને તેમના પર વિજય અપાવ્યો હતો.


પાણીમાં સરક્તી બરુની હલકી હોડીઓની જેમ, અને શિકાર પર તરાપ મારતા ગરૂડની જેમ તેઓ વેગે ચાલ્યા જાય છે.


પણ પછી તેને વધારે સમય સંતાડી રાખવાનું અશકાય હોવાથી તેણે તેને માટે નેતરની ટોપલી લઈને તેને ચીકણી રાળ અને ડામરથી લીંપી લીધી. પછી છોકરાને તેમાં મૂકીને તેને નદીકાંઠાના બરુઓ મધ્યે મૂકી આવી.


તે દિવસે જેમનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે એવા દેશની કદાવર અને સુંવાળી પ્રજા, દૂરદૂરના લોકો પર ધાક બેસાડનારી પ્રજા, સમર્થ અને સરસાઈ ભોગવતી પ્રજા સર્વસમર્થ પ્રભુને માટે અર્પણો લઈને આવશે. જ્યાં સર્વસમર્થ પ્રભુને નામે ભજન થાય છે તે સિયોન પર્વત પર તેઓ આવશે.


યર્મિયાએ કહ્યું, “‘હે અદોમના લોકો, મને પ્રભુ તરફથી એક સંદેશ મળ્યો છે. બધા દેશમાં રાજદૂત મોકલીને તમારા પર આક્રમણ કરવા લશ્કરને સાબદું રાખવાનું ફરમાવ્યું છે.


એ દિવસ આવશે અને ઇજિપ્ત નાશ પામ્યું હશે ત્યારે હું દરિયાઈ માર્ગે વહાણોમાં સંદેશકોને કૂશ મોકલીશ અને ત્યાં નિશ્ર્વિંત્ રીતે જીવતા કૂશીઓને સાવધ કરી દઈશ અને તેઓ ભયભીત થઈ જશે. એ દિવસ હવે આવી જ રહ્યો છે.”


ઓબાદ્યાનું સંદર્શન જે પ્રભુ પરમેશ્વરે તેને અદોમ વિષે પ્રગટ કર્યું તે. પ્રભુ તરફથી અમને સંદેશ મળ્યો છે; તેમણે સર્વ વિદેશીઓ પાસે મોકલેલો રાજદૂત આમ કહે છે: “ઊઠો, આપણે અદોમ સામે યુદ્ધ કરવા જઈએ.”


તેઓ સર્વત્ર ભય અને આતંક ફેલાવે છે. પોતે જ માને તે જ કાયદો એવા તે છે. તેઓ પોતે જ પોતાની પ્રતિષ્ઠા વધારે છે.”


જુઓ, તમને મેં સાપ અને વીંછુઓ પર ચાલવાનો તેમ જ શત્રુની બધી સત્તા પર અધિકાર આપ્યો છે, અને તમને કોઈ કંઈ નુક્સાન કરી શકશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan