Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 18:1 - પવિત્ર બાઇબલ C.L.

1 કૂશની નદીઓની પેલે પારના પ્રદેશમાં પાંખોનો ફફડાટ સંભળાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અરે, કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાલા દેશ!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાળા દેશને અફસોસ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 અરે! કૂશની નદીઓને પેલે પાર, પાંખોના ફફડાટ વાળા દેશનું દુર્ભાગ્ય!

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 18:1
18 Iomraidhean Croise  

આશ્શૂરીઓને ખબર મળી કે કૂશના રાજા તિર્હાકાની સરદારી હેઠળ ઇજિપ્તીઓનું સૈન્ય તેમના પર ચઢી આવે છે. એ સાંભળીને આશ્શૂરના સમ્રાટે યહૂદિયાના રાજા હિઝકિયા પર એક પત્ર મોકલ્યો.


હે ઈશ્વર, તમારો પ્રેમ કેવો અમૂલ્ય છે. તમારી પાંખોની છાયામાં મનુષ્યો આશ્રય લે છે.


હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તમારે શરણે આવ્યો છે; આ વિનાશક આંધી પસાર ન થઈ જાય, ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં શરણ લઈશ.


હું સર્વકાળ તમારા મંડપમાં વાસ કરીશ; તમારી પાંખોની છાયામાં હું શરણ લઈશ. (સેલાહ)


કેમ કે તમે સદા મારા મદદગાર બન્યા છો, અને તમારી પાંખોની છાયામાં હું હર્ષભેર ગાઉં છું.


પક્ષી પોતાનાં બચ્ચાંને પીંછાથી ઢાંકે તેમ તે તેને ઢાંકશે અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે. તેમનું વિશ્વાસુપણું ઢાલ અને બખ્તર સમાન રક્ષણ આપશે.


ઇજિપ્તની મદદ માટે દોડી જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ ઇજિપ્તના ઘોડાઓ પર આધાર રાખે છે અને તેમના પુષ્કળ રથો અને સમર્થ ઘોડેસ્વારો પર ભરોસો રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પ્રભુ તરફ મીટ માંડતા નથી, કે તેમની મદદ માગતા નથી.


આશ્શૂરના રાજાને સમાચાર મળ્યા કે કુશનો રાજા તિર્હાકા તેમની વિરુદ્ધ યુદ્ધ કરવા ચડી આવ્યો છે. એ સાંભળીને તેણે યહૂદિયાના રાજા હિઝકિયાને આવું કહેવા સંદેશકો મોકલ્યા:


પ્રભુ ઇઝરાયલને આ પ્રમાણે કહે છે, “ઇજિપ્તની પેદાશ અને કુશનો વ્યાપારી માલ તારાં થશે; સબાઇમના કદાવર લોકો તારા ગુલામ બનશે. તેઓ બેડીએ જકડાઈને તારી પાછળ પાછળ ચાલશે. તેઓ તને પગે પડીને કબૂલ કરશે, ‘ઈશ્વર તારી સાથે છે. માત્ર એ જ ઈશ્વર છે; બીજો કોઈ નથી.’ ” હે ઈશ્વર, ઇઝરાયલના મુક્તિદાતા, તમે સાચે જ ગૂઢ છો.


એ દિવસ આવશે અને ઇજિપ્ત નાશ પામ્યું હશે ત્યારે હું દરિયાઈ માર્ગે વહાણોમાં સંદેશકોને કૂશ મોકલીશ અને ત્યાં નિશ્ર્વિંત્ રીતે જીવતા કૂશીઓને સાવધ કરી દઈશ અને તેઓ ભયભીત થઈ જશે. એ દિવસ હવે આવી જ રહ્યો છે.”


પ્રભુ કુશી લોકોનો પણ તલવારથી સંહાર કરશે.


છેક કુશ દેશમાંથી મારા વિખેરાઈ ગયેલા લોકો આવીને મને અર્પણો ચઢાવશે.


ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ.


તારા એ કાર્ય માટે પ્રભુ તને આશિષ આપો. જેમની પાંખોની છાયા તળે તું આશ્રય લેવા આવી છે તે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તને તેનો ભરીપૂરીને બદલો આપો.”


Lean sinn:

Sanasan


Sanasan