Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 17:9 - પવિત્ર બાઇબલ C.L.

9 એ દિવસે તેમનાં કિલ્લાવાળાં નગરોની હાલત ઇઝરાયલીઓ આવ્યા ત્યારે હિત્તીઓ અને અમોરીઓએ ત્યજી દીધેલાં નગરોનાં જેવી થઈ જશે - બધું વેરાન થઈ જશે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે દિવસે તેનાં મોરચાબંધ નગરો વનમાંની તથા પર્વતના શિખર પરની જે જગાઓ તેઓએ ઇઝરાયલીઓની બીકથી તજી દીધી હતી તેઓના જેવાં થશે; તે ઉજજડ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે દિવસે તેઓનાં કિલ્લેબંદીવાળાં નગરો વનમાંની તથા પર્વતના શિખર પરની જે જગાઓ તેઓએ ઇઝરાયલીઓની બીકથી તજી દીધી હતી તે ઉજ્જડ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તે દિવસે તેમનાં કિલ્લેબંદીવાળાં શહેરો, ઇસ્રાએલીઓ આવતાં હિવ્વીઓ અને અમોરીઓએ તજી દીધેલાં સ્થાનો જેવાં થઇ ગયાં હતાં તેવા થઇ જશે; બધું વેરાન થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 17:9
16 Iomraidhean Croise  

હે ઇઝરાયલી લોકો, તમે તમારા ઉદ્ધારક ઈશ્વરને વીસરી ગયા છો અને તમારા આશ્રયસ્થાન સમા ખડકનું સ્મરણ કર્યું નથી. એને બદલે, તમે વનદેવતાની પૂજા માટે છોડ વાવો છો. તમે પરદેશી બિયારણ લાવીને વાવો છો.


પોતાને હાથે બનાવેલી વેદીઓ તરફ તેઓ તાકશે નહિ. વળી, પોતાની આંગળીઓથી બનાવેલી અશેરા દેવીની મૂર્તિઓ કે ધૂપવેદીઓ તરફ નિહાળશે નહિ.


કિલ્લાવાળું શહેર ઉજ્જડ બન્યું છે. તે તજાયેલા વસવાટ સમું અને નિર્જન રણ જેવું બન્યું છે. ત્યાં વાછરડાઓ ચરે છે અને આરામ કરે છે.


તેથી તમારા લોક પર લડાઈ આવી પડશે; અને તમારા બધા કિલ્લાઓ તોડી પાડવામાં આવશે. લડાઈમાં શાલ્માન રાજાએ બેથ-આર્બેલ શહેરનો નાશ કર્યો અને માતાઓને બાળકો સાથે પછાડી મારવામાં આવી તે દિવસના જેવું થશે.


ઇસ્હાકના વંશજોનાં ભક્તિનાં ઉચ્ચસ્થાનોનો નાશ થશે અને ઇઝરાયલનાં પવિત્રધામો ખંડિયેર બની જશે. યરોબઆમના રાજવંશનો હું તલવારની ધારે અંત લાવીશ.”


તમારા દેશનાં શહેરોનો હું નાશ કરીશ અને તમારા કિલ્લાઓને તોડી પાડીશ.


તમે ઓમ્રી રાજા અને તેના પુત્ર આહાબના કુટુંબના દુષ્ટ વિધિઓને અનુસર્યા છો. તમે તેમની પ્રણાલિકાઓ ચાલુ રાખી છે અને તેથી હું તમને વેરાન કરીશ. સૌ તમારો તિરસ્કાર કરશે અને તમે મારા લોક હોવાને લીધે તેઓ તમારા પ્રત્યે ઘૃણાજનક વર્તાવ કરશે.”


પરંતુ પૃથ્વી તેમાં વસનાર લોકોની દુષ્ટતાને લીધે વેરાન બની જશે.


Lean sinn:

Sanasan


Sanasan