Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 17:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ઇઝરાયલની દશા કાપણી કરનારે ઊભા પાકને લણી લીધો હોય તેવા ખેતર જેવી અને કણસલાં વીણી લીધાં હોય તેવા રફાઈમની ખીણમાંના કોઈ ખેતર જેવી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કાપણી કરનાર ઊગેલા સાંઠાને એકત્ર કરી હાથથી કણસલાં ભાંગે છે, તે પ્રમાણે થશે; રફાઈમના નીચાણ [ના પ્રદેશ] માં કોઈ કણસલાં વીણી લે છે તે પ્રમાણે થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કાપણી કરનાર ઊગેલા સાંઠાને એકત્ર કરી હાથથી કણસલા ભાંગે છે, તે પ્રમાણે થશે; રફાઈમના નીચાણના પ્રદેશમાં કોઈ કણસલાં વીણી લે છે તે પ્રમાણે થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “એ લણીને અનાજ ભેગું કરી લીધેલાં ખાલી ખેતર જેવું, થઇ જશે. તે રફાઇમની ખીણમાંના અનાજના ડૂંડા લણી લીધેલા કોઇ ખેતર જેવું થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 17:5
13 Iomraidhean Croise  

પલિસ્તીઓએ રફાઈમની ખીણનો કબજો લીધો.


પછી પલિસ્તીઓ રફાઈમની ખીણમાં ફરીથી ગયા અને તેનો કબજો લીધો.


તેથી જ્યારે ઘાસ કપાય અને તેને સ્થાને કુમળું ઘાસ ફૂટી નીકળે અને ટેકરીઓના ઢોળાવ પરનો ઘાસચારો એકઠો કરી લેવામાં આવે,


જોકે એક જ દિવસમાં તેને ફણગો ફૂટે અને તેની વૃદ્ધિ થાય તોપણ રોગ અને અસાય દર્દના દિવસમાં એની કંઈ ફસલ ઉપલબ્ધ થશે નહિ.


હાલ તો બેબિલોનના રહેવાસીઓ ખળામાંના અનાજની જેમ ખૂંદાય છે. પણ થોડીવાર પછી તેમને ત્યાંથી ઉપણીને ઉડાડી દેવામાં આવશે. હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું.


મને આવું બોલવાનું કહેવામાં આવ્યું છે કે આ તો પ્રભુની વાણી છે: “ખેતરમાં વેરાયેલા ખાતરની જેમ મૃતદેહો રઝળે છે, અને કાપણી કરનારાઓની પાછળ રહી ગયેલા પૂળાઓની જેમ તેમને કોઈ ઉપાડતું નથી.”


અને હે યહૂદિયાના લોકો, તમારા કાર્ય માટે તમારી સજાનો દિવસ મેં નક્કી કર્યો છે.


તેઓ તો નર્યા દુષ્ટ છે, તેમને કાપણી સમયના ધાન્યની જેમ લણી લો. ભરેલા દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષાસવ વહેવા લાગે ત્યાં સુધી જેમ દ્રાક્ષોને ખૂંદવામાં આવે છે તેમ તેમને કચડી નાખો.


કાપણી આવે ત્યાં સુધી ઘઉં અને જંગલી ઘાસને સાથે સાથે વધવા દો. કાપણી વખતે હું લણનારા નોકરોને કહીશ: સૌપ્રથમ તમે જંગલી ઘાસના છોડને કાપી નાખો અને અગ્નિમાં બાળી નાખવા તેના ભારા બાંધો અને ત્યાર પછી ઘઉંને એકઠા કરી મારા કોઠારમાં ભરો.


ત્યાંથી તે જ્યાં યબૂસીઓનું શહેર યરુશાલેમ આવેલું છે ત્યાં પર્વતની દક્ષિણ બાજુએ હિન્‍નોમની ખીણમાં થઈને પસાર થઈ. તે સીમા હિન્‍નોમની ખીણની પશ્ર્વિમ તરફ આવેલા પર્વતની ટોચે બહાર નીકળીને રફાઈઓની ખીણના ઉત્તર છેડા સુધી પહોંચી.


ત્યાંથી તે હિન્‍નોમની ખીણ સામે આવેલા પર્વતની તળેટી સુધી રફાઈમની ખીણના ઉત્તર છેડા સુધી પહોંચી. પછી તે સરહદ દક્ષિણ તરફ હિન્‍નોમની ખીણમાં થઈને યબૂસી-કરાડની દક્ષિણે એન-રોગેલ સુધી ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan