Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 17:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પ્રભુએ કહ્યું, “એ દિવસે ઇઝરાયલના વૈભવનો અંત આવશે અને તેની સમૃદ્ધિ ઓસરી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તે દિવસે યાકૂબની જાહોજલાલી કમી થશે; અને તેના શરીરની પુષ્ટતા ઘટી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 “તે દિવસે યાકૂબની વૈભવમાં કમી થશે અને તેના શરીરની પુષ્ટતા ઘટી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “તે દિવસે ઇસ્રાએલમાંથી યાકૂબની જાહોજલાલી જતી રહેશે અને ગરીબી આવી પડશે અને તેની સમૃદ્ધિ ઓસરી જશે,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 17:4
15 Iomraidhean Croise  

તેમના પછી બીજી સાત કદરૂપી અને દુબળી ગાયો નદીમાંથી બહાર આવી અને પેલી બીજી ગાયો પાસે નદી કિનારે ઊભી રહી.


આશ્શૂરના સમ્રાટ શાલ્મનેશેરે તેની વિરુદ્ધ યુદ્ધ કર્યું; હોશિયા શાલ્મનેશેરને તાબે થઈ ગયો, અને તેને દર વર્ષે ખંડણી આપવા લાગ્યો.


ઘેરાના ત્રીજે વર્ષે એટલે, હોશિયાના અમલના નવમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટે સમરૂન જીતી લીધું. તે ઇઝરાયલીઓને કેદ કરી આશ્શૂર લઈ ગયો અને કેટલાકને હાલા નગરમાં, કેટલાકને હાબાર નદી પાસેના ગઝાન જિલ્લામાં અને કેટલાકને મિડિયાનાં નગરમાં વસાવ્યા.


એ માટે સર્વસમર્થ પ્રભુ તેના ખડતલ યોદ્ધાઓ નિર્બળ થઈ જાય તેવો રોગ મોકલશે. તે તેમના શરીરમાં ભભૂક્તી આગની જેમ બળ્યા કરશે.


ઈશ્વર તમને સજા ફરમાવશે ત્યારે તમે શું કરશો? તે તમારા પર દૂર દેશથી આફત લાવશે ત્યારે તમે શું કરશો? તમે મદદ માટે કોની પાસે દોડી જશો? તમારી ધનદોલત ક્યાં મૂકી જશો?


તમે કાં તો લડાઈમાં માર્યા જશો કાં તો નતમસ્તકે કેદી તરીકે પકડી જવાશો. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


એફ્રાઈમમાંથી કિલ્લેબંદીવાળા નગરનો લોપ થશે અને દમાસ્ક્સ પોતાની રાજદ્વારી સત્તા ગુમાવશે. ઇઝરાયલીઓના વૈભવની જેવી બૂરી હાલત થઈ તેવી જ અરામીઓની પણ થશે. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું.”


આખી દુનિયાની બધી પ્રજાઓની હાલત ઓલિવવૃક્ષ પરથી તેનાં ફળ ઝૂડી લેવાય અને દ્રાક્ષની લણણીની મોસમમાં દ્રાક્ષો ઉતારી લીધા પછી બાકીની દ્રાક્ષો વીણી લેવામાં આવે તેના જેવી થશે.


દુનિયાના દૂરદૂરના દેશોમાંથી આપણે ગીતો સાંભળીશું. “ન્યાયી ઈશ્વરનો મહિમા હો!” પણ મેં કહ્યું કે, “મારે માટે કોઈ આશા નથી. હું ક્ષીણ થતો જઉં છું!” દગાખોર દગો કરે છે, તેઓ કપટથી દગો કર્યે જાય છે.


મનાશ્શાના લોક એફ્રાઈમના અને એફ્રાઈમના લોક મનાશ્શાના ભક્ષ થઈ પડયા છે. તેઓ સાથે મળીને યહૂદિયાને ખાઈ જવા હુમલો કરે છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી પણ સજા કરવાને ઉગામેલો છે.


ઇઝરાયલ વિરુદ્ધ એટલે યાકોબના વંશજો વિરુદ્ધ પ્રભુએ પોતાનો ચુકાદો જાહેર કર્યો છે.


“તેથી હું પ્રભુ પરમેશ્વર તમને કહું છું કે હવે હું પોતે હૃષ્ટપુષ્ટ અને દૂબળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ.


વળી પ્રભુ કહે છે: “સિંહનાં મોંમાંથી ભરવાડ ભક્ષ થયેલા ઘેટાના બે પગ અને કાનનો ટુકડો પડાવી લે તેમ અત્યારે સમરૂનમાં વૈભવી પલંગોમાં એશઆરામ કરતા ઇઝરાયલી લોકોમાંથી થોડાનો જ બચાવ થશે.”


પ્રભુ તેમને ગભરાવી મૂકશે. તે પૃથ્વીના દેવોને નષ્ટ કરશે, અને ત્યારે તો સર્વ પ્રજાઓ પોતપોતાના દેશમાં પ્રભુની ભક્તિ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan