Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 17:13 - પવિત્ર બાઇબલ C.L.

13 જો કે લોકો સાગરની જેમ ગર્જે તોપણ ઈશ્વર તેમને ધમકાવે એટલે તેઓ પર્વત પર પવનથી ઊડી જતા ફોતરાની જેમ અને વંટોળિયા આગળ ધૂળની ઘૂમરીની જેમ પાછા હટી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 લોકો દરિયાનાં મોજાંના ઘોંઘાટની જેમ ઘુઘવાટો કરશે. તે તેઓને ધમકાવશે, ને તેઓ દૂર નાસી જશે. વાયુની સામે પર્વત પર ફોતરાંની જેમ, ને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 લોકો પ્રચંડ પાણીના પ્રવાહના ઘુઘવાટની જેમ ઘોંઘાટ કરશે, પણ ઈશ્વર તેઓને ઠપકો આપશે, તેઓ દૂર નાસી જશે અને પવનની સામે પર્વત પર ફોતરાંની જેમ અને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 લોકો સાગરનાં મોજાંના ઘુઘવાટની જેમ ઘુઘવાટા કરે છે. પણ દેવ તેઓને ઠપકો આપશે, ને તેઓ ભાગી જશે, જાણે પર્વત ઉપર પવનથી ઊડી જતી ધૂળ; જાણે વંટોળિયા આગળ ઘુમરાતી ધૂળ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 17:13
33 Iomraidhean Croise  

શું તેઓ પવનમાં ઘસડાઈ જતા તણખલા સમાન, અને વંટોળમાં ઊડી જતા ફોતરા જેવા નથી?


મેં તેને આજ્ઞા આપી, ‘તું અહીં સુધી જ આવી શકે, એથી આગળ નહિ; તારાં પ્રચંડ મોજાં અહીં જ અટકી જવાં જોઈએ.’


પરંતુ દુષ્ટો એવા હોતા નથી; તેઓ તો પવનથી ઊડી જતાં ફોતરાં સમાન છે.


તેઓ પવનમાં ઊડી જતા તણખલા જેવા થાઓ, અને પ્રભુનો દૂત તેમને હાંકી કાઢો.


તમે સમુદ્રની ગર્જના અને તેમનાં મોજાંઓનો ધુઘવાટ શાંત પાડો છો, તમે પ્રજાઓનાં હુલ્લડ સમાવો છો.


પૃથ્વીની સીમાઓ સુધી વસનારા લોકો તમારાં અદ્‍ભુત કાર્યોથી ડરે છે. તમે ઉદયાચલથી અસ્તાચલ સુધીના દેશોને હર્ષનાદ કરાવો છો.


તમે વિદેશી પ્રજાઓને ધમકાવી છે, અને દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેમનું નામનિશાન સદાને માટે ભૂંસી નાખ્યું છે.


હું મારા ઇઝરાયલ દેશમાં આશ્શૂરીઓને કચડી નાખીશ અને મારા પર્વતો પર તેમને ખૂંદી નાખીશ. હું મારા લોકને આશ્શૂરની ઝૂંસરીમાંથી અને તેમના ખભા પરના તેમના બોજથી મુક્ત કરીશ.


લોકો ક્તલ કરનાર તલવારથી, વીંધી નાખનાર તીરથી અને યુદ્ધની ભીંસને કારણે ભાગી આવ્યા છે.”


તે તને દડાની જેમ લપેટી લપેટીને વિશાળ દેશમાં ફેંકી દેશે. ત્યાં તું તારા ભવ્ય રથોની પડખે જ મરી જઈશ અને તું તારા માલિકના કુટુંબને કલંક લગાડીશ.


તે દિવસે પ્રભુ પોતાની તીક્ષ્ણ, મોટી અને મજબૂત તરવારથી સરકણા અને ગૂંચળું વળી જતા સાપ લિવયાથાનને સજા કરશે અને સમુદ્રમાં રહેતા રાક્ષસી અજગરનો સંહાર કરશે.


હે યરુશાલેમ, તારા પર આક્રમણ કરનારા પરદેશીઓનાં ધાડાં બારીક ધૂળની જેમ અને ઘાતકી લશ્કરો ફોતરાંની જેમ ઊડી જશે. ત્યારે એકાએક ક્ષણભરમાં


તેમનો શ્વાસ ગળા સુધી પહોંચતા ધસમસતા પ્રવાહ જેવો છે. તે પ્રજાઓને વિનાશની ચાળણીમાં ચાળે છે અને લોકો ભ્રમણામાં પડી જાય તેવી લગામ તેમના જડબાંમાં ઘાલે છે.


પ્રભુએ દરેકને તેનો ભાગ નક્કી કરી આપ્યો છે; તેમણે પોતાને હાથે દોરીથી માપીને જમીનના ભાગ પાડી આપ્યા છે. તેઓ હરહંમેશા એ દેશનું વતન ભોગવશે અને તેમાં તેઓ વંશાનુવંશ વાસો કરશે.


પ્રભુની નજરમાં દેશો ડોલમાંના ટીપાં જેવાં તથા ત્રાજવે ચોંટેલી ધૂળ જેવા છે અને ટાપુઓ તો રજકણ જેવા હલકા છે.


હજી તો તે હમણા જ રોપાયા છે, હમણા જ વવાયા છે; હજી તો તેમનાં મૂળ જમીનમાં બાઝયાં ન બાઝયાં ત્યાં તો પ્રભુ તેમના પર સપાટો લગાવે છે. એટલે તેઓ ચિમળાઈ જાય છે અને તોફાનમાં તરણાની જેમ ઊડી જાય છે.


તારા પર રોષે ભરાયેલ સૌને અપમાનિત થઈને શરમાવું પડશે. તારા વિરોધીઓ નેસ્તનાબૂદ થઈ જશે.


તે માટે હું પ્રભુ આશ્શૂરના રાજાને તેના શસ્ત્રસજ્જિત સૈન્ય સાથે યહૂદિયા પર ચડાઈ કરવા લઈ આવીશ. તેઓ યુફ્રેટિસ નદીના વિશાળ અને ધસમસતા પ્રવાહની જેમ ચડી આવશે.


તરત જ લોખંડ, માટી, તાંબુ, ચાંદી અને સોનું ભાંગીને ભૂકો થઈ ગયાં અને ઉનાળામાં ખળાની ધૂળ જેવા બની ગયાં. પવનથી એ બધું એવું ઊડી ગયું કે એનું નામનિશાન રહ્યું નહિ. પણ પેલો પથ્થર મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.


તેથી તેઓ પ્રભાતના ધૂમ્મસની જેમ અને સવારના ઝાકળની જેમ જલદીથી ઊડી જશે. તેઓ અનાજના ખળામાંથી ઊડી જતા ભૂસા જેવા અથવા ધૂમાડિયામાંથી નીકળતા ધૂમાડા જેવા થશે.


Lean sinn:

Sanasan


Sanasan