Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 16:8 - પવિત્ર બાઇબલ C.L.

8 કારણ, હેશ્બોનનાં ખેતરો અને સિબ્માની દ્રાક્ષવાડીઓ ખેદાનમેદાન થઈ જશે. આ દ્રાક્ષવાડીઓના શ્રેષ્ઠ દારૂથી વિદેશી રાજ્યર્ક્તાઓ મસ્ત થતા હતા. એ સમયે એનો દ્રાક્ષવેલો યાઝેર સુધી, પૂર્વના રણપ્રદેશ સુધી અને પશ્ર્વિમમાં મૃતસરોવરને પેલે પાર પહોંચતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કેમ કે હેશ્બોનનાં ખેતરો કસ વગરનાં થઈ ગયાં છે, સિબ્માના દ્રાક્ષાવેલાની ઉત્તમ કલમો વિદેશીઓના અધિપતિઓએ તોડી નાખી છે; તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં તેઓ ફેલાવો પામતી; તેની ડાળી પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કેમ કે હેશ્બોનનાં ખેતરો અને સિબ્માહની દ્રાક્ષવાડીઓ કસ વગરની થઈ ગઈ છે. દેશના અધિપતિઓએ ઉત્તમ દ્રાક્ષાને પગ તળે ખૂંદી નાખી છે, તેઓ યાઝેર સુધી પહોંચતી, અરણ્યમાં ફેલાવો પામતી. તેની ડાળીઓ વિદેશમાં પસરી જતી, તેઓ સમુદ્રને પાર જતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 કારણ, હેશ્બોનમાં ખેતરો કસ વગરનાં થઇ ગયા છે. સિબ્માહની દ્રાક્ષની વાડીઓ ખેદાનમેદાન થઇ ગઇ છે. એક સમય એવો હતો જ્યારે એ દ્રાક્ષની વાડીઓ બાલ-ગોયિમ અને યાઝેર સુધી પહોંચતી હતી. અને ત્યાંથી ઠેઠ રણ સુધી ફેલાતી હતી; અને પશ્ચિમમાં એની શાખાઓ સમુદ્રની સામે પાર સુધી પહોંચતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 16:8
13 Iomraidhean Croise  

ગિલ્બોઆના પર્વતો, તમારા પર વરસાદ કે ઝાકળ ન પડો. કારણ, તમારા રક્ષક્ષેત્ર પર લોહી રેડાયું છે. ત્યાં શૂરવીરોની ઢાલો ધૂળમાં રગદોળાઈને ઝાંખી પડી છે, શાઉલની ઢાલ પણ હવે તેલથી ચમક્તી નથી.


પણ આશ્શૂરના રાજાનો ઈરાદો તો કંઈક જુદો જ છે. તેના મનની ધારણા અલગ જ છે. તેનો ઈરાદો તો ઘણી પ્રજાઓનું નિકંદન કાઢી નાખવાનો છે.


હેશ્બોન અને એલઆલેના લોકો વિલાપ કરે છે અને તેમનો સાદ છેક યાહાસ સુધી સંભળાય છે. મોઆબના સશસ્ત્ર સૈનિકો પણ ધ્રૂજી ઊઠયા છે અને તેમની હિંમત ભાંગી પડી છે.


તેથી હું સિબ્માના દ્રાક્ષવેલા માટે તેમજ યાઝેરના દ્રાક્ષવેલા માટે રુદન કરીશ. હું હેશ્બોન અને એલઆલેના માટે આંસુ સારું છું. કારણ ત્યાંના લોકો માટે પાકેલી દ્રાક્ષો વીણતી વખતે અને ફસલની કાપણી કરતી વખતે થતો આનંદ વિલાઈ ગયો છે.


નવો દ્રાક્ષાસવ સુકાઈ જાય છે અને દ્રાક્ષવેલો ચીમળાઈ જાય છે. તેથી મજા માણનારાઓ નિસાસા નાખે છે.


યાઝેરના લોકો કરતાં હું સિબ્માના લોકો માટે વધુ રુદન કરીશ. હે સિબ્મા નગર, તું તો દ્રાક્ષાવેલા જેવું છે અને તારી ડાળીઓ મૃત સરોવરને પેલે પાર યાઝેર સુધી પહોંચી હતી. પણ હવે તારા ઉનાળાનાં ફળોનો અને દ્રાક્ષના પાકનો નાશ કરવામાં આવ્યો છે.


ત્યાર પછી મોશેએ યાઝેર નગર પર કેવી રીતે આક્રમણ કરવું તેની તપાસ કરવા જાસૂસો મોકલ્યા. ઇઝરાયલીઓએ આસપાસનાં ગામો સહિત તે નગરનો કબજો લીધો અને ત્યાં વસતા અમોરીઓને હાંકી કાઢયા.


“ઇઝરાયલીઓએ પ્રભુની મદદથી કબજે કરેલો અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રા, હેશ્બોન, એલઆલેહ, સબામ તથા નબો અને બેઓન નગરોનો પ્રદેશ ઢોરઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે અને તમારા આ સેવકોની પાસે પુષ્કળ ઢોર છે.


આટ્રોથ-શોફાન, યાઝેર, યોગ્બાહ,


નબો, બઆલ-મેઓન (આ નામ બદલવામાં આવ્યું હતું.) અને સિબ્મા ફરીથી બાંધ્યાં અને તેમણે પુન: બાંધેલાં નગરોને નવાં નામ આપ્યાં.


કિર્યાથાઈમ, સિબ્બા, અને ખીણપ્રદેશના પર્વત પરનું સેરેથ શાહાર,


તેમના પ્રદેશમાં યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, રાબ્બાની સામે આવેલ છેક અરોએર સુધીનો આમ્મોનના અર્ધા દેશનો સમાવેશ થતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan