Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 16:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેથી મોઆબના લોકો પોતાના દેશ પર આવી પડેલી આફતને લીધે રુદન કરશે. તેઓ કીરહરેસેથની સૂકી દ્રાક્ષોની પોળીઓ સંભારીને નિસાસા નાખીને રડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તે માટે મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેમાંનો પરેક વિલાપ કરશે; ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે તમે શોક કરશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેઓમાંના દરેક વિલાપ કરશે. ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષવાડીઓને માટે તમે શોક કરશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 આથી, મોઆબીઓએ મોઆબ માટે આક્રંદ કરવું જ રહ્યું, ભારે આફતમાં તેઓ આવી જશે. અને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે શોક કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 16:7
8 Iomraidhean Croise  

ફળદ્રુપ ખેતરમાં થઈને પસાર થતાં પ્રત્યેક ઇઝરાયલી તેમાં પથ્થર ફેંક્તો; એમ છેવટે બધાં ખેતરો પથ્થરોથી છવાઈ ગયાં. તેમણે ઝરા બંધ કરી દીધા અને ફળાઉ વૃક્ષો કાપી નાખ્યાં. છેવટે પાટનગર કિર-હેરેસ બાકી રહ્યું, અને ગોલંદાજોએ તેને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો.


વળી, છેક ઉત્તરના ઇસ્સાખાર, ઝબુલૂન અને નાફતાલીનાં કુળોમાંથી તેમના પડોશીબધુંઓ પણ ગધેડાં, ઊંટો, ખચ્ચર અને બળદો પર લોટ અને ખારેક, અંજીરનાં ચક્તાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલ લાદીને લાવ્યા હતા. કાપીને ખાવા માટે તેઓ પશુ અને ઘેટાં પણ લાવ્યા હતા. કારણ, આખા ઇઝરાયલ દેશમાં આનંદ વ્યાપી રહ્યો હતો.


અને તેમને સૌને ખોરાક આપ્યો. તેણે પ્રત્યેક ઇઝરાયલી પુરુષ અને સ્ત્રીને એકએક રોટલો, શેકેલા માંસનો કટકો અને થોડીક સૂકી દ્રાક્ષો આપ્યાં.


આથી મારી દયવીણા વેદનાથી ઝણઝણી ઊઠી છે. અને કીસ્હરેસને માટે મારો અંતરાત્મા કકળી ઊઠયો છે.


લોકો તમને કહેશે કે, “જોશીઓ અને બડબડ કરનારા ભૂવાઓનો સંપર્ક સાધો. લોકોએ પોતાના દેવને ન પૂછવું જોઈએ? તેમણે જીવતાં માણસો માટે મરેલાંઓને પૂછવું જોઈએ?”


તેઓ જવાબ આપશે, “મોઆબનું પતન થયું છે.” અરે, તે ઉજ્જડ થઈ ગયું છે! તેને માટે હૈયાફાટ રુદન કરો! આર્નોન નદીને કિનારે ઘોષણા કરો, કે મોઆબનો વિનાશ થયો છે.


તેથી હું મોઆબને માટે વિલાપ કરીશ. સમગ્ર મોઆબના લોકો માટે રુદન કરીશ અને કીર - હેરેસના માણસો માટે હું શોક કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan