Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 16:6 - પવિત્ર બાઇબલ C.L.

6 યહૂદિયાના લોકો જવાબ આપશે, “મોઆબના લોકો કેવા ઘમંડી છે તે અમે સાંભળ્યું છે. તેમનું અભિમાન અને ઉદ્ધતાઈ અમે જાણીએ છીએ, પણ તેમની બડાશ વ્યર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અમે સાંભળ્યું છે કે મોઆબ અતિ ગર્વિષ્ઠ છે; હા, તેના અભિમાન, અહંકાર તથા ક્રોધ વિષે [અમે સાંભળ્યું છે] ; પરંતુ તેની બડાઈ વ્યર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અમે મોઆબના ઘમંડ, તેના અહંકાર, તેની બડાઈ અને તેના ક્રોધ વિષે સાંભળ્યું છે. પણ તેની બડાશો ખાલી બકવાસ જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહૂદાના લોકો કહે છે, અમે મોઆબના ઘમંડ વિષે સાંભળ્યું છે, કેવો ભારે ઘમંડ! તેના અભિમાન, તેના અહંકાર તથા તેની ઉદ્ધતાઇ વિષે અમે સાંભળ્યું છે, પણ તેની બડાશો બધી ખોટી છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 16:6
17 Iomraidhean Croise  

ઘમંડી માણસ ઉદ્ધત હોય છે; તેના પ્રત્યેક વર્તાવમાં અહંકારની છાપ હોય છે.


મોઆબ વિષેનો આ સંદેશ છે: એક જ રાતમાં મોઆબનાં આર અને કીર નગરોનો નાશ કરવામાં આવ્યો છે અને મોઆબ દેશમાં સન્‍નાટો છવાઈ ગયો છે.


તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


પ્રભુ પોતાના હાથ પ્રસારી સિયોન પર્વતનું રક્ષણ કરશે. પણ મોઆબના લોકોને તો તે જેમ ઘાસ ઉકરડામાં ખૂંદાય છે તેમ ખૂંદશે.


જેમ તરવૈયા પોતાના હાથ ફેલાવે છે તેમ મોઆબના લોકો પણ પોતાના હાથ પ્રસારી બચવા પ્રયાસ કરશે. તેમના હાથની ચપળતા હોવા છતાં ઈશ્વર તેમનો ઘમંડ ઉતારી પાડશે.


તમે બડાઈ મારો છો કે અમે તો મરણની સાથે કરાર કર્યો છે અને મૃત્યુલોક શેઓલ સાથે સંધિ કરી છે. વિનાશનો ચાબુક વીંઝાશે ત્યારે તે અમને અડશે નહિ. કારણ, અમે જુઠનો આશ્રય લીધો છે અને અસત્યને અમારો ઓથો બનાવ્યો છે.


મરણ સાથેનો તમારો કરાર તૂટી જશે અને મૃત્યુલોક શેઓલ સાથેની તમારી સંધિ રદ થશે. તમારા પર વિનાશનો ચાબુક વીંઝાશે અને તેના પ્રહારથી તમે પડી જશો.


હું જૂઠા ભવિષ્યવેત્તાઓએ આપેલા સંકેતો ખોટા ઠરાવું છું અને જોશ જોનારાઓને બેવકૂફ બનાવું છું. હું જ્ઞાનીઓનાં જ્ઞાનને ઊંધા વાળું છું અને તેમની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું.


હે મોઆબના લોકો, તમે પોતાને શૂરવીરો અને યુદ્ધમાં ક્સાયેલા સૈનિકો કેમ ગણાવો છો?


પ્રભુએ કહ્યું, “મોઆબને પીવડાવીને ચકચૂર બનાવો, કારણ, તેણે મારી સામે પડકાર ફેંકયો છે; પણ મોઆબ પોતાની જ ઊલટીમાં આળોટશે અને લોકો તેની મશ્કરી કરશે.


મોઆબનો રાષ્ટ્ર તરીકે નાશ કરવામાં આવશે; કારણ, તેમણે મારી એટલે પ્રભુની સામે પડકાર ફેંકયો હતો.


તેના સંદેશવાહકોને માથે તલવાર ઝઝૂમે છે; તેઓ લવારો કરે છે! તેના સૈનિકોને માથે તલવાર ઝઝૂમે છે; તેઓ આતંક પામે છે!


પ્રભુ કહે છે: “મોઆબના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે અદોમના રાજાનાં હાડકાંય બાળીને ભસ્મીભૂત કરી નાખ્યાં.


તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.”


Lean sinn:

Sanasan


Sanasan