Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 16:2 - પવિત્ર બાઇબલ C.L.

2 માળામાંથી હાંકી કાઢવામાં આવેલા ફફડતા પક્ષીની જેમ મોઆબના લોકો આર્નોનના ઓવારાઓ પર અટવાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 માળા તોડી પાડયાને લીધે ભટકતાં પક્ષી જેવી મોઆબની દીકરી આર્નોનના ઓવારાઓ પર આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 માળા તોડી પાડ્યાને લીધે ભટકતા પક્ષી જેવી મોઆબની સ્ત્રીઓ આર્નોન નદીના કિનારા પર આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પોતાના માળામાંથી હાંકી કઢાયેલા પંખીઓની જેમ મોઆબના લોકો આનોર્ન નદી પાર કરવાના માર્ગે આમતેમ ભટકે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 16:2
14 Iomraidhean Croise  

મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો અને તે ઇઝરાયલના રાજાને પ્રતિ વર્ષે ખંડણી પેટે એક લાખ હલવાન અને એક લાખ ઘેટાંનું ઊન આપતો.


વિનાકારણ દીધેલો શાપ ભટક્તી ચકલી અને આમતેમ ઊડતા અબાબીલ પક્ષીની જેમ કોઈનાય પર ઊતરતો નથી.


પોતાના મુકામથી ભટકી ગયેલો માણસ પોતાનો માળો તજીને ભમનાર પક્ષી જેવો છે.


શિકારીના હાથમાંથી નાસી છૂટેલા હરણની જેમ અને ભરવાડ વિનાનાં ઘેટાંની જેમ પ્રત્યેક જણ પોતાના લોકો પાસે જતો રહેશે; તે પોતાના વતનના દેશમાં નાસી જશે.


તેઓ જવાબ આપશે, “મોઆબનું પતન થયું છે.” અરે, તે ઉજ્જડ થઈ ગયું છે! તેને માટે હૈયાફાટ રુદન કરો! આર્નોન નદીને કિનારે ઘોષણા કરો, કે મોઆબનો વિનાશ થયો છે.


હે મોઆબના લોકો, તમારી કેવી દુર્દશા! કમોશ દેવની પૂજા કરનાર લોકોનો વિનાશ થયો છે. તમારા પુત્રોને બંદી બનાવીને અને તમારી પુત્રીઓને દેશનિકાલ માટે લઈ જવાયા છે.


મોઆબને માટે કબરના મથાળાનો પથ્થર લાવો, કારણ, તેનો વિનાશ નજીક છે; તેનાં નગરો ખંડેર થઈ જશે અને તેમાં કોઈ વસશે નહિ.


હે મોઆબના લોકો, તમારી કેવી પાયમાલી થઈ છે! હે કમોશના પૂજકો, તમારું સત્યાનાશ વળ્યું છે! તમારા દેવે તો તમારા યોધાઓને શરણાર્થી બનાવી દીધા છે, અને તમારી યુવતીઓને અમોરીઓના રાજા સિહોનના કબજામાં જવા દીધી.


આર્નોનની ખીણપ્રદેશની સરહદે આવેલા અરોએર નગર અને તે ખીણપ્રદેશના મધ્યમાં આવેલા નગરથી છેક ગિલ્યાદ સુધીનાં સર્વ નગરો આપણા ઈશ્વર પ્રભુએ આપણે હવાલે કર્યાં. કોઈ નગરની કિલ્લેબંધી એવી મજબૂત નહોતી કે જે આપણે જીતી ન શકીએ.


“તે સમયે આપણે કબજે કરેલા પ્રદેશમાંથી આર્નોનને કિનારે આવેલા અરોએર નગરની ઉત્તર તરફનો પ્રદેશ અને ગિલ્યાદના પહાડી પ્રદેશનો તેનાં નગરો સહિતનો અમુક ભાગ મેં રૂબેન તથા ગાદના કુળોને આપ્યો હતો.


“એ પ્રમાણે તે સમયે આપણે યર્દન નદીની પૂર્વ તરફ આવેલો આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો બધો પ્રદેશ અમોરીઓના એ બંને રાજાઓ પાસેથી જીતી લીધો.


તેમનો પ્રદેશ આર્નોન ખીણને છેડે આવેલા અરોએર તથા તે ખીણની મધ્યમાં આવેલા શહેર સુધી વિસ્તરેલો હતો અને તેમાં મેદબાની આસપાસના સમસ્ત ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો.


પછી તેઓ રણપ્રદેશમાં જ આગળ વયા અને અદોમના અને મોઆબના દેશની સરહદે ફરતે ફરીને તેઓ મોઆબની પૂર્વ તરફ આર્નોન નદીની સામેની બાજુએ પહોંચ્યા. તેમણે ત્યાં છાવણી કરી, પણ તેમણે આર્નોન નદી ઓળંગી નહિ; કારણ, એ તો મોઆબની સરહદ હતી.


Lean sinn:

Sanasan


Sanasan