Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 16:12 - પવિત્ર બાઇબલ C.L.

12 મોઆબના લોકો પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં અને પવિત્ર મંદિરોમાં પ્રાર્થના કરી કરીને થાકી જશે, પણ તેથી તેમને કંઈ ફાયદો થવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જયારે મોઆબ દેખાશે, ને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, અને પોતાના પવિત્રસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેનાથી કંઈ થઈ શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જ્યારે મોઆબ દેખાશે અને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, અને પોતાના સભાસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેની પ્રાર્થનાથી કંઈ પ્રાપ્ત થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 મોઆબના લોકો પર્વત પરનાં ઉચ્ચસ્થાનકોએ પ્રાર્થના કરવા જઇને થાકી જશે, તોયે કશું વળવાનું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 16:12
24 Iomraidhean Croise  

યરુશાલેમની પૂર્વમાં આવેલા પર્વત પર તેણે મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ અને આમ્મોનના તિરસ્કારપાત્ર દેવ મિલ્કોમની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બંધાવ્યાં.


બપોર વીતી ગયા અને છેક સંયાબલિનો સમય થવા આવ્યો ત્યાં સુધી તેમણે બૂમબરાડા પાડી લવારો કર્યા કર્યો; પણ કંઈ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ, એક શબ્દ પણ સંભળાયો નહિ.


મારા પૂર્વજોએ ગોશાન, હારાન અને રેસેફ નગરોનો નાશ કર્યો હતો અને તેલાસ્સારમાં રહેતા બેથ-એદનના લોકોની મારી નાખ્યા હતા, અને એમનો કોઈ દેવ તેમને બચાવી શક્યો નહિ.


તેથી તેણે પોતાનો જયેષ્ઠપુત્ર જે તેના પછી રાજા થનાર હતો તેનું નગરની દીવાલ પર બલિદાન ચઢાવ્યું. ઇઝરાયલીઓએ એથી ભયભીત થઈને નગરમાંથી પીછેહઠ કરી અને પોતાના દેશમાં પાછા ફર્યા.


ત્યારે તમે મને એટલે જ્ઞાનને પોકારશો, પણ હું ઉત્તર આપીશ નહિ; તમે મને આતુરતાથી શોધશો, પરંતુ હું તમને મળીશ નહિ.


દીબોનના લોક મંદિરમાં એટલે પર્વત પરના ઉચ્ચસ્થાન પર વિલાપ કરવાને ચડે છે. મોઆબના લોકો નબો અને મેદબા નગરોને લીધે શોક કરે છે. શોકને લીધે તેઓ સૌએ પોતાના માથાના અને દાઢીના વાળ ઉતરાવ્યા છે.


પ્રભુએ મોઆબ વિષેનો એ સંદેશો અગાઉથી આપેલો છે.


હે પ્રભુ, તમારા લોક સંકટને સમયે તમારી ગમ ફર્યા છે. તમે તેમને શિક્ષા કરી ત્યારે તેમણે પોતાના દુ:ખમાં તમને પ્રાર્થના ગુજારી.


એક દિવસે તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો ત્યારે તેના બે પુત્રો આદ્રામેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો અને તેઓ અરારાટ પ્રદેશમાં નાસી ગયા. તેના પછી તેના પુત્ર એસાર-હાદ્દોને તેની જગ્યાએ રાજ કર્યું.


તને ઘણીબધી સલાહ મળવા છતાં તું લાચાર છે. તો હવે તારાઓના અભ્યાસીઓ, આકાશોનું વિશ્લેષણ કરનારા અને પ્રતિમાસની આગાહીઓ કરનારા તારા એ જ્યોતિષીને બોલાવ કે તારા પર ઝળુંબી રહેલી આફતમાંથી તને ઉગારે.


આવી મૂર્તિઓ, ક્કડીની વાડીમાં મૂકેલા ચાડિયા જેવી છે; તેઓ બોલી શક્તી નથી; તેમને ઊંચકીને લઈ જવી પડે છે, કારણ, તેઓ ચાલી શક્તી નથી. તેમનાથી ગભરાશો નહિ; કારણ, તેઓ કંઈ નુક્સાન કરી શક્તી નથી, કે કંઈ ભલું પણ કરી શક્તી નથી!


જેમ ઇઝરાયલીઓ તેમના ‘બેથેલ’ના દેવ પર ભરોસો રાખવાને લીધે લજ્જિત થયા હતા તેમ મોઆબીઓ તેમના દેવ કમોશ પર ભરોસો રાખવાને લીધે લજ્જિત થશે.


હું મોઆબના લોકોને નષ્ટ કરીને તેમને પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં બલિદાનો ચડાવતા અને તેમના દેવો આગળ ધૂપ બાળતા બંધ કરીશ. હું પ્રભુ આ બોલું છું.


હે મોઆબના લોકો, તમારી કેવી દુર્દશા! કમોશ દેવની પૂજા કરનાર લોકોનો વિનાશ થયો છે. તમારા પુત્રોને બંદી બનાવીને અને તમારી પુત્રીઓને દેશનિકાલ માટે લઈ જવાયા છે.


હે મોઆબ, તેં તારી તાક્ત અને ધનસંપત્તિ પર ભરોસો રાખ્યો, પરંતુ હવે તારું પતન થશે. તમારો દેવ કમોશ તેના યજ્ઞકારો અને રાજકુંવરો સહિત બંદી થઈને દેશનિકાલ થશે.


કારણ, હેશ્બોનમાંથી અગ્નિ અને સિહોનના નગરમાંથી ભડકો નીકળ્યો! તેણે મોઆબના આર નગરને અને આર્નોનના ઉચ્ચપ્રદેશને ભરખી નાખ્યા છે.


બાલાકે આખલા અને ઘેટાંઓનો વધ કર્યો અને તેમાંથી કેટલોક ભાગ બલામ અને તેની સાથેના આગેવાનોને મોકલી આપ્યો.


બીજે દિવસે સવારે બાલાક બલામને બઆલનાં ઉચ્ચ ભક્તિસ્થાનો પર લઈ ગયો, જ્યાંથી ઇઝરાયલી લોકોનો સૌથી છેવાડાનો ભાગ પણ દેખાતો હતો.


તે તેને પિસ્ગાહ શિખર પર આવેલા સોફીમના મેદાનમાં લઈ ગયો ત્યાં તેણે સાત યજ્ઞવેદી બાંધી અને દરેક પર એક આખલા અને એક ઘેટાનો બલિ ચડાવ્યો.


તેથી બાલાક બલામને રણપ્રદેશની સામે આવેલા પયોર શિખર પર લઈ ગયો.


હું તેને જોઉં છું પણ તે અત્યારને માટે નથી, હું તેને નિહાળું છું પણ નજીકના સમય માટે નહિ. યાકોબના વંશમાંથી એક સિતારો ઝળકી ઊઠશે, એટલે ઇઝરાયલી પ્રજામાંથી એક રાજા ઉદ્ભવશે. તે મોઆબના આગેવાનોને વીંધી નાખશે અને શેથના લોકોનો સંહાર કરશે.


Lean sinn:

Sanasan


Sanasan