Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 16:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેમની ફળની વાડીઓમાંથી આનંદ અને ઉત્સાહ ઓસરી ગયાં છે. દ્રાક્ષવાડીઓમાં ગવાતાં ગીતો બંધ થઈ ગયાં છે. કોઈ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદીને તેનો દ્રાક્ષાસવ કાઢતું નથી. કારણ, મેં આનંદના પોકારનો અંત આણ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતા રહ્યા છે; દ્રાક્ષાવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ, અને દ્રાક્ષાકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ. મેં [હર્ષનાં] ગાયન બંધ કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતાં રહ્યાં છે; દ્રાક્ષવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ. દ્રાક્ષકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ; મેં હર્ષનાં ગાયન બંધ કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તમારી વાડીઓમાંથી આનંદ લોપ પામ્યા છે, દ્રાક્ષકુંજોમાં ગીતો ગવાતા બંધ થઈ ગયા છે; આનંદના પોકાર કોઇ કરતું નથી, કે કોઇ દ્રાક્ષારસ બનાવવા માટે દ્રાક્ષો ગૂંદતું નથી, બધા લણનારાઓનો કલશોર શમી ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 16:10
13 Iomraidhean Croise  

તેઓ નીકમાં ઓલિવ તેલ પીલે છે; તેઓ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષ ખૂંદે છે, છતાં તરસ્યા રહે છે.


દ્રાક્ષાસવને અભાવે લોકો રસ્તાઓ પર બૂમો પાડે છે. સઘળો ઉલ્લાસ ઉદાસીનતામાં પલટાઈ ગયો છે; પૃથ્વી પરથી આનંદનો લોપ થયો છે.


હમણાં તમે સહીસલામતી અનુભવો છો, પણ આવતે વર્ષે આ સમયે તમે ધ્રૂજવા માંડશો. કારણ, દ્રાક્ષનો પાક નિષ્ફળ જવાનો છે; એટલે, દ્રાક્ષો વીણવાનો સમય આવશે નહિ.


મોઆબ દેશની ફળદ્રુપ ભૂમિમાંથી આનંદ અને હર્ષ દૂર કરાયાં છે. દ્રાક્ષકુંડોમાંથી દ્રાક્ષાસવ વહેતો નથી અને ગીત લલકારીને દ્રાક્ષોને ખૂંદનાર કોઈ નથી, અને એ લલકારના આનંદી પોકારો સંભળાતા નથી.


ઓ દેશના નિવાસીઓ, તમારું આવી બન્યું છે. સમય આવી પહોંચ્યો છે, પર્વતો પરનાં પૂજાસ્થાનોમાં હર્ષનાદનો નહિ, પણ ધાંધલધમાલનો એ દિવસ નજદીક છે.


દ્રાક્ષવેલા અને અંજીરીઓ ચિમળાઈ ગયાં છે; બધાં ફળાઉ વૃક્ષો સુકાઈને મરી ગયાં છે. લોકોનો આનંદ અલોપ થયો છે.


તમે ગરીબો પર અત્યાચાર કરો છો અને બળજબરીથી તેમનું અનાજ પચાવી પાડો છો. તમે ઘડેલા પથ્થરોનાં ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષવાડીઓ તો રોપી છે, પણ તેનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ.


બધી દ્રાક્ષવાડીઓમાં વિલાપ થઈ રહેશે. કારણ, હું તમને સજા કરવાને તમારી મધ્યે થઈને જઈશ.” આ તો પ્રભુની વાણી છે.


પ્રભુ કહે છે, “એવા દિવસો આવી રહ્યા છે કે જ્યારે કાપણી કરનારનું કામ છેક ખેડનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલું બધું ધાન્ય પાકશે. દ્રાક્ષ પીલનારાનું કામ છેક બી વાવનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલી બધી દ્રાક્ષો પાકશે. પર્વતો મીઠા દ્રાક્ષાસવથી ટપકશે અને તેનાથી ટેકરીઓ છલકાઈ જશે.


તેમની સંપત્તિ લૂંટી લેવાશે, અને તેમનાં ઘર તોડી પડાશે. પોતે બાંધેલાં ઘરોમાં તેઓ ન તો રહી શકશે, ન તો પોતે રોપેલી દ્રાક્ષવાડીનો દ્રાક્ષાસવ પી શકશે.”


તેઓ સૌ પોતપોતાની દ્રાક્ષવાડીમાં જઈને દ્રાક્ષો વીણી લાવ્યા, તેમાંથી દ્રાક્ષાસવ બનાવ્યો અને પછી ઉત્સવ મનાવ્યો. તેઓ તેમના દેવના મંદિરમાં ગયા અને ત્યાં તેમણે ખાઈપીને અબિમેલેખની મજાક ઉડાવી.


Lean sinn:

Sanasan


Sanasan