Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 15:1 - પવિત્ર બાઇબલ C.L.

1 મોઆબ વિષેનો આ સંદેશ છે: એક જ રાતમાં મોઆબનાં આર અને કીર નગરોનો નાશ કરવામાં આવ્યો છે અને મોઆબ દેશમાં સન્‍નાટો છવાઈ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મોઆબ વિષે ઈશ્વરવાણી; “રાત્રે આર-મોઆબ ઉજજડ થયું, નષ્ટ થયું છે! એક રાતમાં કીર-મોઆબ ઉજજડ થયું છે, નષ્ટ થયું છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મોઆબ વિષે ઈશ્વરવાણી. ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે; ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મોઆબ વિષે દેવવાણી. આર-મોઆબ અને કીર રાતોરાત ખેદાનમેદાન થઇ ગયાં અને કીર મોઆબ ઉજ્જડ થયું છે, નષ્ટ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 15:1
20 Iomraidhean Croise  

ફળદ્રુપ ખેતરમાં થઈને પસાર થતાં પ્રત્યેક ઇઝરાયલી તેમાં પથ્થર ફેંક્તો; એમ છેવટે બધાં ખેતરો પથ્થરોથી છવાઈ ગયાં. તેમણે ઝરા બંધ કરી દીધા અને ફળાઉ વૃક્ષો કાપી નાખ્યાં. છેવટે પાટનગર કિર-હેરેસ બાકી રહ્યું, અને ગોલંદાજોએ તેને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો.


તેઓ સાથે મળીને પશ્ર્વિમ તરફ પલિસ્તીઓ પર આક્રમણ કરશે, તેમજ પૂર્વની પ્રજાઓને પણ લૂંટશે. તેઓ અદોમ અને મોઆબ પર વિજય મેળવશે અને આમ્મોનીઓ તેમને આધીન થશે.


આમોઝના પુત્ર યશાયાને ઈશ્વરે બેબિલોન વિષે પ્રગટ કરેલો સંદેશો:


આહાઝ મરણ પામ્યો તે વર્ષમાં આ સંદેશ પ્રગટ કરવામાં આવ્યો હતો:


આથી મારી દયવીણા વેદનાથી ઝણઝણી ઊઠી છે. અને કીસ્હરેસને માટે મારો અંતરાત્મા કકળી ઊઠયો છે.


યહૂદિયાના લોકો જવાબ આપશે, “મોઆબના લોકો કેવા ઘમંડી છે તે અમે સાંભળ્યું છે. તેમનું અભિમાન અને ઉદ્ધતાઈ અમે જાણીએ છીએ, પણ તેમની બડાશ વ્યર્થ છે.


તેથી મોઆબના લોકો પોતાના દેશ પર આવી પડેલી આફતને લીધે રુદન કરશે. તેઓ કીરહરેસેથની સૂકી દ્રાક્ષોની પોળીઓ સંભારીને નિસાસા નાખીને રડશે.


પ્રભુ પોતાના હાથ પ્રસારી સિયોન પર્વતનું રક્ષણ કરશે. પણ મોઆબના લોકોને તો તે જેમ ઘાસ ઉકરડામાં ખૂંદાય છે તેમ ખૂંદશે.


તે મોઆબના કિલ્લાઓની ઊંચી ઊંચી દીવાલો તોડી પાડશે અને તેમને જમીનદોસ્ત કરી ધૂળમાં મેળવી દેશે.


કારણ, હેશ્બોનમાંથી અગ્નિ અને સિહોનના નગરમાંથી ભડકો નીકળ્યો! તેણે મોઆબના આર નગરને અને આર્નોનના ઉચ્ચપ્રદેશને ભરખી નાખ્યા છે.


તે પછી તમે આમ્મોની લોકોના પ્રદેશમાં પહોંચો, ત્યારે તમે તેમને રંજાડશો નહિ કે તેમની સાથે યુધ કરશો નહિ. કારણ, આમ્મોનીઓના પ્રદેશનો કોઈ ભાગ હું તમને આપવાનો નથી. એ તો મેં લોતના વંશજોને વારસામાં આપ્યો છે.


પ્રભુએ મને કહ્યું, ‘મોઆબના લોકોને રંજાડશો નહિ કે તેમની સાથે યુધ કરશો નહિ; તેમના પ્રદેશમાંથી હું તમને કોઈ ભાગ આપવાનો નથી. કારણ, આર નગરનો પ્રદેશ મેં લોતના વંશજોને વારસામાં આપ્યો છે.’


Lean sinn:

Sanasan


Sanasan