Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 14:5 - પવિત્ર બાઇબલ C.L.

5-6 પોતાના રોષમાં સતત પ્રહાર કરી પ્રજાઓને ઝૂડી નાખનાર અને પોતાના ક્રોધાવેશમાં તાબે થયેલી પ્રજાઓ પર અવિરત અત્યાચાર કરનાર દુષ્ટની સોટીને અને રાજ્યર્ક્તાઓના રાજદંડને પ્રભુએ ભાંગી નાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યહોવાહે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી તોડી છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવાએ તારી દુષ્ટ સત્તાને કચડી નાખીને તારા દુષ્ટ શાસનનો અંત કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 14:5
12 Iomraidhean Croise  

નેકજનોના ફાળે આવેલ ભૂમિમાં, દુષ્ટ શાસકો સદા રાજ કરશે નહિ; નહિ તો કદાચ નેકજનો પણ અન્યાય કરવા લલચાય.


લાચાર પ્રજા પર શાસન ચલાવતો દુષ્ટ રાજા ગર્જતા સિંહ જેવો અથવા શિકારની શોધમાં ભમતા રીંછ જેવો છે.


પ્રભુએ કહ્યું, “અરે, આશ્શૂર! આશ્શૂર તો મારા કોપનો દંડ છે અને તેના હાથમાં મારા રોષની લાકડી છે.


પ્રભુ કહે છે, “હું દુનિયાને તેની દુષ્ટતાની અને દુષ્ટોને તેમનાં પાપની સજા કરીશ. હું ઉદ્ધતોના અભિમાનનો અંત લાવીશ અને પ્રત્યેક અભિમાની અને ઘાતકીને સજા કરીશ.


“હે પલિસ્તીઓ, તમને મારનાર લાઠી તૂટી ગઈ છે, પણ તેથી તમારે કંઈ હરખાવાની જરૂર નથી. એક સાપમાંથી બીજો ઝેરી સાપ પેદા થાય છે; એનું બચ્ચું ઊડણ સાપ બને છે.


એ દિવસે તમે બેબિલોનના રાજાને મહેણાં મારતાં કહેશો, “જુલમગાર કેવો નષ્ટ થઈ ગયો છે! તેનો ઉગ્ર ક્રોધ કેવો શમી ગયો છે!


તમે તેમને પ્રફુલ્લિત કર્યા છે; તમે તેમનો આનંદ વધાર્યો છે. કાપણી કરતાં કે લૂંટ વહેંચતાં જેવો આનંદ થાય તેવો આનંદ તેઓ તમારા સાંનિધ્યમાં અનુભવે છે.


કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે.


“મારા નિસાસા સાંભળો; કોઈ મને દિલાસો દેતું નથી. તમે મારા પર આપત્તિ લાવ્યા છો સાંભળીને મારા દુશ્મન હર્ષ પામે છે. તમારા આપેલા વચન પ્રમાણે એ દિવસ લાવો કે જ્યારે મારી માફક તેમને પણ દુ:ખ પડે.


તો શું તેઓ તેમની તલવાર ચલાવ્યા જ કરશે અને પ્રજાઓનો નિર્દય સંહાર કર્યા જ કરશે?


Lean sinn:

Sanasan


Sanasan