Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 14:30 - પવિત્ર બાઇબલ C.L.

30 મારા લોકમાંથી ગરીબમાં ગરીબ માણસને ખાવા અન્‍ન મળશે અને દરિદ્રી નિર્ભયતાથી સૂશે, પણ હે પલિસ્તીઓ, તમારા પર તો હું દુકાળ મોકલીને તમારો જડમૂળથી સંહાર કરી દઈશ અને જેઓ બાકી રહેશે તેમની ક્તલ કરાશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 ગરીબમાં ગરીબ માણસ અન્ન ખાશે, અને દરિદ્રી નિર્ભયતાથી સૂશે. હું તારા મૂળને દુકાળથી મારી નાખીશ, ને તારો શેષ કતલ કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ગરીબોના પ્રથમજનિત ખાશે અને જરૂરતમંદો સુરક્ષામાં સૂઈ જશે. હું તારા મૂળને દુકાળથી મારી નાખીશ અને તારા સર્વ બચેલાની કતલ કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 પરંતુ મારા ગરીબ અને દીનદલિત લોકો રોટલો પામશે અને શાંતિથી રહેશે. હે પલિસ્તીઓ! હું દુકાળ મોકલી તમારા લોકોને જડમૂળથી ઉખેડી નાખીશ. કોઇ તેમાંથી ઉગરી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 14:30
21 Iomraidhean Croise  

વ્યાધિ તેના અંગોની ચામડીને સડાવે છે અને મૃત્યુનો પ્રથમજનિત તેના અવયવોને કોચી ખાય છે.


તે નિરાધારોનો યથાર્થ ન્યાય કરશે અને દેશના દીનજનોને તેમના હક્ક અપાવશે. તેની દંડાજ્ઞાથી પૃથ્વીના રહેવાસીઓ શિક્ષા પામશે અને તેની ફૂંકમાત્રથી દુષ્ટો માર્યા જશે.


નમ્રજનો ફરીથી પ્રભુમાં આનંદ કરશે અને કંગાલો ઈશ્વરમાં હરખાશે.


પ્રભુ પોતાના લોકોના વડીલો અને અધિકારીઓ વિરુદ્ધ ચુકાદો આપે છે: “તમે મારી દ્રાક્ષવાડી ભેલાડી મૂકી છે અને ગરીબોને લૂંટીને તમે તમારાં ઘર ભર્યાં છે.


મારા લોકને કચડવાનો અને ગરીબોનું શોષણ કરવાનો તમને શો અધિકાર છે?” પ્રભુ, સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.


એવો માણસ જ્યાં અખૂટ ખોરાક પાણીનો જથ્થો સંઘરેલો હોય તેવા પર્વતની ટોચે આવેલા કિલ્લાની સલામતી પામશે.


પછી યશાયાએ હિઝકિયા રાજાને કહ્યું, “એની આ નિશાની છે: આ વર્ષે અને આવતે વર્ષે તમે પોતાની મેળે ઊગી નીકળેલું અનાજ ખાશો, પણ તે પછીના વર્ષે તમે વાવણી કરશો અને લણણી કરશો તેમ જ દ્રાક્ષવેલાઓ રોપીને તેની દ્રાક્ષો ખાશો.


શહેરના શ્રીમંતોનાં ખંડિયેરોમાં ઘેટાંબકરાં ચરિયાણમાં ચરતાં હોય તેમ ચરશે.


તારા પર તો બેવડી આપત્તિ આવી પડી છે: યુદ્ધને લીધે પાયમાલી અને વિનાશની સાથોસાથ ભૂખમરો પણ છે અને તારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર કોઈ નથી.


પીડિતો અને કંગાલો આખા દેશમાં ભટકશે. તેઓ આકાશ તરફ મીટ માંડશે. તેઓ ભૂખના માર્યા રોષે ભરાઈને તેમના રાજાને અને ઈશ્વરને શાપ દેશે.


તેઓ જમણે હાથે ખોરાક ઝૂંટવી લે છે, પણ તેમની ભૂખ મટતી નથી. તેઓ ડાબે હાથે ખાય છે, પણ ધરાતા નથી. બલ્કે, તેઓ પોતાનાં બાળકોને ખાઈ જાય છે!


ત્યાં હું નમ્ર અને દીનજનોને રહેવા દઈશ અને તેઓ મદદ માટે મારા પર આધાર રાખશે.


Lean sinn:

Sanasan


Sanasan