Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 14:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તેં તારા દેશને ખંડિયેર બનાવ્યો અને તારા જ લોકોને મારી નાખ્યા હતા. તેથી બીજા રાજાઓની જેમ દબદબાથી તારું દફન થશે નહિ. દુષ્ટના વંશજનું નામ કોઈ ક્યારેય યાદ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તને તેમની સાથે દાટવામાં આવશે નહિ, કેમ કે તેં પોતાના દેશનો નાશ કર્યો છે, પોતાના લોકને કતલ કર્યા છે. ભૂંડું કરનારાઓના સંતાનનાં નામ સર્વકાળ સુધી કોઈ લેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તું ખૂંદાયેલા મૃતદેહ જેવો છે, તને તેઓની સાથે દાટવામાં આવશે નહિ, કારણ કે તેં જ તારા દેશનો નાશ કર્યો છે. તેં જ તારા પોતાના લોકની કતલ કરી છે દુર્જનોનાં સંતાનના નામ ફરી કોઈ લેશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તારા નામનું કોઇ સ્મારક ઊભું કરવામાં આવશે નહિ કારણ કે તેં તારા લોકોનો તેમજ તારા દેશનો નાશ કર્યો છે. તારી ગાદી પર તારો પુત્ર આવશે નહિ, તારા જેવા કુકમીર્ના વંશજોનું નામોનિશાન પણ ન રહેવું જોઇએ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 14:20
13 Iomraidhean Croise  

પણ તેને દાટવા લઈ જનાર માણસોએ જઈને જોયું તો તેની ખોપરી અને હાથપગનાં હાડકાં સિવાય કંઈ નહોતું.


નીચે તેનાં મૂળ સુકાઈ રહ્યાં છે, અને ઉપર તેની ડાળીઓ કરમાઈ રહી છે.


દુનિયામાંથી તેની યાદગીરી નષ્ટ થઈ છે, અને શેરીમાં તેનું નામનિશાન રહ્યું નથી.


પોતાના લોકોમાં તેને કોઈ સંતતિ કે વારસદાર નથી, અને તેના નિવાસમાં તેની પાછળ કોઈ વસનાર નથી.


તેના વંશનો ઉચ્છેદ થાઓ. બીજી પેઢીમાં જ તેનું નામ વિસ્મૃત થાઓ.


તમે તેમના સંતાનોને ધરતી પરથી મિટાવી દેશો, અને માનવજાતમાંથી તેમના વંશનો ઉચ્છેદ કરશો.


પ્રભુ ન્યાયપ્રિય છે, અને તે પોતાના સંતોનો ત્યાગ કરતા નથી; તે તેમનું સદાસર્વદા રક્ષણ કરે છે. પરંતુ દુષ્ટોના વંશજોનો ઉચ્છેદ થશે.


કોઈ માણસને સો બાળકો હોય અને તેની આવરદા લાંબું હોય તો તે ગમે તેટલું લાંબુ જીવે તોય તેને સુખ ન મળે અને મૃત્યુ પછી તેની યોગ્ય દફનક્રિયા પણ ન થાય, તો હું કહીશ કે તેવા માણસ કરતાં ક્સમધ્યે જન્મેલ મૃત બાળક સારું છે.


“હે પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાયેલા લોક, દુરાચારીઓની ઓલાદ, વંઠી ગયેલાં છોકરાં! તમે પ્રભુનો ત્યાગ કર્યો છે; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વરનો તિરસ્કાર કર્યો છે, અને તમે તેમનાથી વિમુખ થઈ ગયા છો.


તેમ છતાં પ્રભુ જ્ઞાની છે અને તેથી પોતે ઉચ્ચારેલી ધમકી પ્રમાણે તે દુષ્ટોનાં સંતાનો પર તેમ જ ભૂંડાઈ આચરનારાઓ પર આફત ઉતારે છે. તે શિક્ષા કર્યા વિના રહેતા નથી.


તેથી પ્રભુ તેમના જુવાનોને જીવતા જવા દેશે નહિ અને તે કોઈ વિધવા કે અનાથ પર દયા દાખવશે નહિ. કારણ, બધા જ લોકો અધર્મી અને દુષ્ટ છે. એકેએક જણ ભૂંડું બોલે છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan